આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઈ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઈ
ભગવતીકુમાર શર્મા

ગઝલ -ડૉ. રશીદ મીર

સાચ જેવા સાચની અફવા ન કર,
આપણા સંબંધની ચર્ચા ન કર.

પાછલો વરસાદ ક્યાંથી લાવવો,
આટલા વર્ષે હવે ઈચ્છા ન કર.

એક પડછાયાને કેટલો વેતરું ?
સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.

ભીંત બેસી જાય તો સારું હવે,
ક્યાં છબી ટાંગી હતી જોયા ન કર.

આગનો દરિયો છે ચડતો જાય છે,
ડૂબવાનું હોય છે જોયા ન કર.

એ ચાહે છે પ્રેમ કરવાને ફરી,
‘મીર’ પાછા પારખા વખના ન કર.

-ડૉ. રશીદ મીર

ડૉ. રશીદ મીરની ગઝલિયતથી ભરપૂર એક ગઝલ…

7 Comments »

  1. Bharat Trivedi said,

    November 11, 2010 @ 1:44 PM

    ગુજરાતી ગઝલના સદભાગ્યે હજી એવા પણ ગઝલકારો છે જે ગઝલની ગઝલિયત અકબંધ રાખીનેય ‘નવી’ ગઝલ નિભાવી જાણે છે. અમારા વડોદરાના ખલીલ ધનતેજવી સાહેબ પણ બેશક એ હરોળમાં આવે. અહીં રશીદભાઈએ એક સ-ર-સ વાતને એવી સ-ર-ળ રીતે રજૂ કરી છે કે તેમના કસબનો વાંચકને અંદાજ પણ ના આવે! ફરી ફરી વાંચાનું મન થાય તેવી ગઝલ શોધી ને લાવવા બદલ ઊર્મિબેનને પણ ધન્યવાદ!!!

    ભરત ત્રિવેદી

  2. Diwane Khas said,

    November 11, 2010 @ 2:33 PM

    ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
    વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.
    ગની દહીંવાલા………
    ગમી તે ગઝલ્…….સરસ્…………

  3. ઇન્દુ શાહ said,

    November 11, 2010 @ 2:54 PM

    સાચ જેવા સાચની અફવા નકર આપણા પ્રેમની ચર્ચા નકર્
    સરસ ગઝ્લ્

  4. sapana said,

    November 11, 2010 @ 6:56 PM

    રશિદભાઈ સરસ ગઝલ!!મત્લાનાઅને મક્તાના શેર ખૂબ ગમ્યા!!આભાર ઊર્મી લાવવા માટે..
    સપના

  5. ધવલ said,

    November 11, 2010 @ 7:25 PM

    એક પડછાયાને કેટલો વેતરું ?
    સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.

    – સરસ !

  6. pragnaju said,

    November 11, 2010 @ 10:47 PM

    સુંદર ગઝલ
    એક પડછાયાને કેટલો વેતરું ?
    સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.
    શેર વધુ ગમ્યો
    સમય એવોય આવે છે કદી આ જિંદગાનીમાં,
    કે જ્યારે સાથમાં ખુદનાજ પડછાયા નથી હોતા.

  7. ઉલ્લાસ ઓઝા said,

    November 12, 2010 @ 6:56 AM

    ડૉ. રશીદ મીરની સુંદર ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment