ઉદાસી આ સૂરજની આંખે ચઢી છ,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
ભગવતીકુમાર શર્મા

વિરહ – જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)

કોઈ શેર કહું
કે દુનિયાની કોઈ બાબત પર
એક લેખ વાંચી લઉં
કે વાત અનોખી સાંભળી લઉં
એ વાત
જે થોડી રમૂજી હો
એ વાક્ય
જે ખૂબ મઝાનું હો
હો કોઈ વિચાર જે વણસ્પર્શ્યો
કે ક્યાંક મળે
કોઈ દ્રશ્ય
જે ચોંકાવી દે
કોઈ પળ
જે દિલને સ્પર્શી લે
હું મારા મનના ખૂણામાં
આ સઘળું સાચવી રાખું છું
ને  એમ વિચારું
જ્યારે તું મળશે
તો તને એ સંભળાવીશ

–  જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)

વિરહની પળેપળથી ગૂંથું પ્રિયજન મારે હાર.

15 Comments »

  1. Just 4 You said,

    August 3, 2010 @ 10:41 PM

    કોઈ પળ
    જે દિલને સ્પર્શી લે
    હું મારા મનના ખૂણામાં
    આ સઘળું સાચવી રાખું છું
    ને એમ વિચારું
    જ્યારે તું મળશે
    તો તને એ સંભળાવીશ..

    Nice ….

  2. Umesh Pandit said,

    August 4, 2010 @ 12:31 AM

    ઇર્શાદ્…………….બહુત અચ્છે….. મજા આ ગયા………

  3. DR Bharat Makwana said,

    August 4, 2010 @ 1:23 AM

    જુદા છીયે તમથી,
    સતત અહેસાસ છે તેનો અમને,
    દરેક પ્રસગે ખોટ સાલેછે તમારી,
    સાથે મળસુ તો શું વાતો કરશું તે પણ
    દરરોજ વિચારુ છું!

    હદય ને એક ખૂણો માટે જ સજાવેલ છે

  4. Bharat Patel said,

    August 4, 2010 @ 1:47 AM

    અત્યન્ત સુન્દર રચના

  5. વિવેક said,

    August 4, 2010 @ 2:15 AM

    સુંદર કવિતા…

    પણ આ અછાંદસ કાવ્ય નથી.. આ મુક્તપદ્ય (આઝાદ નઝમ) છે… જાવેદ અખ્તરની છાંદસ કૃતિનો રઈશભાઈએ છંદોબદ્ધ અનુવાદ કર્યો છે…

  6. Pushpakant Talati said,

    August 4, 2010 @ 5:00 AM

    સ ર સ અને મજાનુ તથા ગમે તેવુ પણ ખરુ .
    BUT
    આ અનુવાદ એટલે કે TRANSLATION સાથે સાથે જ જો
    જાવેદ અખ્તર સાહેબ ની મુળ રચના પણ આપી હોય તો કેમ ?
    સોના મા સુગન્ધ ભળી જાય હો ! !! !!!
    તો આપો ને .

  7. urvashi parekh said,

    August 4, 2010 @ 8:59 AM

    સરસ,
    કટલુ બધુ સાચવી રાખતા હોઇયે છીયે આપણુ ગમતુ,
    આપણી ગમતી વ્યક્તી ને કહેવા માટે..

  8. pragnaju said,

    August 4, 2010 @ 9:21 AM

    જે દિલને સ્પર્શી લે
    હું મારા મનના ખૂણામાં
    આ સઘળું સાચવી રાખું છું
    ને એમ વિચારું
    જ્યારે તું મળશે
    તો તને એ સંભળાવીશ
    અ દ ભૂ ત
    વિરહવેદના અહં ઓછો કરવા ખૂબ જરુરી
    સંતો તો આવી વેદના સામેથી માંગે!
    દો અમને એવી વિરહવેદના
    મટી જાય સઘળી અહંચેતના
    પછી નીર્મળ હ્રુદયે સહજ સરળ રીતે સંભળાવશો
    પ્રેમાસ્પદને મનના ખૂણાની લાગણી…

  9. અનામી said,

    August 5, 2010 @ 7:58 AM

    વાહ…………………………….

  10. વિહંગ વ્યાસ said,

    August 5, 2010 @ 8:24 AM

    ખૂબજ સુંદર રચના.

  11. vallimohammed lakhani said,

    August 6, 2010 @ 5:02 PM

    ખરેખર બહુજ સુન્દેર થન્ક્સ અન્દો ન્ગ્રતુલતિઓમ વૈતિન્ગ ઓથેર થકન્ક્સ લખનિ

  12. vallimohammed lakhani said,

    August 6, 2010 @ 5:04 PM

    થન્ક્સ વેર્ય નેઅવૈતિન્ગ ઓથેર પોસ્ત લખનિ

  13. vallimohammed lakhani said,

    August 6, 2010 @ 5:05 PM

    થન્ક્સો ન્ગ્રતુલતિઓન ફોર સો ને થિયરિ લખનિ

  14. niel said,

    February 25, 2013 @ 10:18 AM

    very nice and true

  15. niel said,

    March 27, 2013 @ 9:41 AM

    વેર્ય ને ઇ લિકે…ઇત્…..very nice i like it

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment