જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

ઝાકળનું હોવું – દિલીપ મોદી

આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું

મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું

આંખ જો દેખી કે વાંચી ના શકે તો –
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું

થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું

તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું

કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું

‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,
હોવું -ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી

7 Comments »

 1. Harish Dave said,

  August 26, 2006 @ 11:12 pm

  અગમને આલેખતી એક ઓર મઝાની ગઝલ.

  અરે દોસ્તો! આજકાલ “being”ને સમજે છે કેટલા? મને એવો ખ્યાલ છે કે દિલીપ મોદીને હું વર્ષો અગાઉ ક્યાંક મળ્યો છું. વલસાડ જિલ્લામાં …. કે સુરત, સચીન કે બીજે ક્યાંય? કદાચ તે ડોક્ટર તો નથી? સરસ ગઝલ લખે છે.

  મારી નોટમાં મારી પાસે તેમની “ક્યાં જશે?” ગઝલ લખેલી છે. … હરીશ દવે

 2. ઊર્મિસાગર said,

  August 27, 2006 @ 10:14 pm

  Wow, this is a very nice gazal….
  I enjoyed it and loved it very much!!

  Thanks Vivekbhai!

 3. વિવેક said,

  September 2, 2006 @ 12:12 am

  આપની વાત સાચી છે, હરીશભાઈ…. શ્રી દિલીપ મોદી ડૉક્ટર છે અને મારા જ સુરતના વતની પણ છે.

 4. Jainish Bhagat said,

  September 11, 2007 @ 1:33 pm

  દિલેીપ મામા ખુબ જ સુન્દર લખે ચ્હે.

  વાહ! દિલેીપ મામા.

  વાહ !!!!!!!!!!

 5. sharukh said,

  June 7, 2008 @ 3:50 am

  દિલિપ ભૈ એક વધુ અભિનન્દન .

  શહારુખ

 6. Dr. Dilip Modi said,

  June 10, 2008 @ 10:05 am

  Dear Vivekbhai,
  I am thankful 2 U & all our readers & friends 4 their opinion & comments regarding me & my ghazal on ur website.
  Tell Harishbhai Dave that he might have met me perhaps in Sachin ( my native place ) in the past. At present I am a practicing doctor in Surat only.
  I am pleased 2 know that he has my ghazal : ” mor ne chhodine tahuka kyan jashe ? ” in his diary as yet…so nice of him !
  Bye…Take care.
  Live…Laugh…Love…
  –Dilip Modi

 7. તેજસ શાહ said,

  July 21, 2009 @ 4:22 am

  આફ્રિન!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment