આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
મુકુલ ચોક્સી

(એક માણસ કેટલો ઘરડો પડે!) – હરદ્વાર ગોસ્વામી

એક પડઘાનો પછી પડઘો પડે,
મૌનના ઘરનો સીધો રસ્તો પડે.

આયના એના વિષે ઝગડી પડ્યા,
કોઈના ચહેરા વિશે પડદો પડે!

છે લપસણી આજની એવી હવા,
પંખીને પણ ઉડતા ફડકો પડે!

એક લીલી લાગણીને પામવા
એક માણસ કેટલો ઘરડો પડે!

ભીતરે સળગાટ કૈં એવો હતો,
આંખમાંથી આંસુ નહીં, તણખો પડે!

-હરદ્વાર ગોસ્વામી

મારો સૌથી પ્રિય શેર – એક લીલી લાગણીને પામવા, એક માણસ કેટલો ઘરડો પડે. હા, રમૂજ તો છે જ, પણ વાત પણ એટલી જ ઊંચી છે. કોઈની લાગણી કદી ઓછી હોતી નથી, એ તો આપણો માહ્યલો જ ‘ઘરડો’ પડતો હોય છે !

કવિની વેબસાઈટ ગુજરાતી છું… પર એમની વધારે રચનાઓ હાજર છે.

14 Comments »

  1. raksha said,

    June 2, 2010 @ 12:03 AM

    વાહ, …..ને છેલ્લા ત્રણ શેર તો અતિ અમે છે! લખવાનું અવિરત ચાલુ રહે તો અમને ભાવકો ને ગમશે, હો!

  2. ડૉ.મહેશ રાવલ said,

    June 2, 2010 @ 12:48 AM

    હરદ્વારભાઈ પાસે પોતાની વાત રજૂ કરવાની એક આગવી શૈલી છે, ઊંડાણપૂર્વક અને સહજરીતે અભિવ્યક્તિને વ્યક્ત કરી શકે છે આ કવિ.
    લીલી લાગણીવાંછુંઓને વિચારતા કરી મૂકે એવી ગઝલ….!
    અભિનંદન.

  3. વિવેક said,

    June 2, 2010 @ 1:13 AM

    સુંદર ગઝલ… આયના વિશેનો શેર વાંચીને રવીન્દ્ર પારેખ યાદ આવ્યા:

    આપણામાં આપણે ન હોઈએ,

    તો પછી દર્પણમાં શાને જોઈએ?

  4. P Shah said,

    June 2, 2010 @ 2:00 AM

    સુંદર હૃદયસ્પર્શી ગઝલ !

  5. રાજની ટાંક said,

    June 2, 2010 @ 2:46 AM

    ‘ છે લપસણી આજની એવી હવા,
    પંખીને પણ ઉડતા ફડકો પડે! ‘

    સુંદર…..

  6. dr bharat said,

    June 2, 2010 @ 3:46 AM

    ‘ કોઈની લાગણી કદી ઓછી હોતી નથી, એ તો આપણો માહ્યલો જ ‘ઘરડો’ પડતો હોય છે !’
    બસ આજ ગઝલ નુ કહેવુ છે!!
    અભિનંદન!

  7. Pancham Shukla said,

    June 2, 2010 @ 5:27 AM

    સરસ તાજગીભરી ગઝલ.

  8. pragnaju said,

    June 2, 2010 @ 5:49 AM

    સરસ ગઝલની સહેજે ગમી જાય તેવો શેર
    એક લીલી લાગણીને પામવા
    એક માણસ કેટલો ઘરડો પડે!
    વાહ
    ડેનિયલ ગોલમેને પોતાના પુસ્તક ‘Emotional Intelligence’ માં લાલ લોહીની લીલા કેવી હોય તે અંગે રસ પડે તેવી વાતો લખી છે.પ્રેમ કે નાજુક લાગણીઓ કે પછી સેકસના આનંદની ક્ષણો દરમિયાન ક્રોધ વખતે બને તેના કરતાં અવળું બને છે. સમગ્ર શરીરની પ્રતિક્રિયા આવી પ્રસન્ન ક્ષણો દરમિયાન એવી હોય છે જેને કારણે શાંતિ, પરિતોષ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને મનનો સહકાર મળે તે માટેની અનુકૂળતા સિદ્ધ થાય છે. લોહીના ભ્રમણ પર આવી મન: સ્થિતિની અત્યંત સારી અસર પડે છે.

  9. satish.dholakia said,

    June 2, 2010 @ 9:19 AM

    સરસ !ભાવવાહિ ગઝલ !

  10. વિહંગ વ્યાસ said,

    June 2, 2010 @ 10:20 AM

    સુંદર તાજગી સભર ગઝલ. હરદ્વારભાઇને અભિનંદન.

  11. dr.jagdip nanavati said,

    June 2, 2010 @ 10:54 AM

    આયના સાથે પનારો રાખજે
    છળ સમો પણ ભાઈચારો રાખજે…!!!

    આયના સાથે બહુ બગાડવું નહીં…..

    વાહ મજાની ગઝલ

  12. jigar joshi 'prem' said,

    June 2, 2010 @ 11:59 AM

    સરસ ગઝલ છે

    મારો એક શેર યાદ આવ્યો

    ગાલ દાઝ્યો કેમ એવું પૂછ મા તું
    આંખમાંથી રોજ અંગારા પડે છે

  13. sudhir patel said,

    June 2, 2010 @ 7:21 PM

    સુંદર ગઝલ!
    ખાસ તો કવિશ્રીની પોતાની વેબ-સાઈટની લીંક અહીં મૂકી જાણ કરવા બદલ આભાર!
    સુધીર પટેલ.

  14. Ashok Shah said,

    June 10, 2010 @ 5:46 AM

    Can somebody please tell me the poet of the well known poem – EK J DE CHINGARI
    and
    JHOOTHI ZAKALNI PICHHODI

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment