‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.
ગની દહીંવાલા

શ્રી સવા લાગી… – દિવ્યા મોદી

જળની વચ્ચે જગા થવા લાગી,
શું  નદી સાવ તૂટવા લાગી?

ટોચ પર સડસડાટ પ્હોચીને,
આ હવા  કેમ હાંફવા લાગી?

બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.

દ્વાર  જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા  લાગી.

વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ શ્રી સવા લાગી.

– દિવ્યા મોદી

પાંચ આંગળી સમાન વળે તો એક મુઠ્ઠીની તાકાત થાય… પાંચ એકસમાન મજબૂત શેર વડે બનેલી એક સફળ-સબળ ગઝલ…

19 Comments »

 1. અભિષેક said,

  May 7, 2010 @ 12:59 am

  શું વાત કરી છે આ ગઝલમાં!!! મજાઆવી ગઇ.

 2. Rajani said,

  May 7, 2010 @ 1:16 am

  ભાવાત્મક ગઝલ…સરસ

 3. વિહંગ વ્યાસ said,

  May 7, 2010 @ 2:04 am

  સરસ ગઝલ.

 4. રાકેશ ઠક્કર , વાપી said,

  May 7, 2010 @ 2:42 am

  સરસ ગઝલ
  દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
  એક બારી ત્યાં ખૂલવા લાગી.

 5. pragnaju said,

  May 7, 2010 @ 4:19 am

  મઝાની ગઝલ
  બાગ પણ પાયમાલ લાગે છે,
  પાનખરની જરા હવા લાગી.
  સરસ
  જાણે અમાતી વાત્

 6. Pinki said,

  May 7, 2010 @ 6:01 am

  રદીફ અને કલ્પનો …. તાજી ફૂટેલી કૂંપળ જેવાં fresh !

  makes more fresh…. thanks divyaben !

 7. sapana said,

  May 7, 2010 @ 6:42 am

  સરસ ગઝલ્..શ્રી સવા લાગી !!બેસ્ટ..સપના

 8. Dr. J. K. Nanavati said,

  May 7, 2010 @ 9:28 am

  …………

 9. SATISH dholakia said,

  May 7, 2010 @ 9:32 am

  એક બારિ ત્યા ખુલવા લાગિ! આશાવાદ્.. સરસ ગઝલ્.

 10. Girish Parikh said,

  May 7, 2010 @ 1:03 pm

  સરળતામાં પણ સૌંદર્ય છે એની સાક્ષી પૂરતી શ્રી સવા ગઝલ! નીચેના શેર તો લાજવાબ છેઃ

  દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
  એક બારી ત્યાં ખૂલવા લાગી.

  વાત તારી ઉતારી કાગળમાં,
  તો ગઝલને એ શ્રી સવા લાગી.

 11. ધવલ said,

  May 7, 2010 @ 3:31 pm

  ટોચ પર સડસડાટ પ્હોચીને,
  આ હવા કેમ હાંફવા લાગી?

  – સરસ !

 12. ઊર્મિ said,

  May 7, 2010 @ 6:56 pm

  સુંદર મજાની ગઝલ… અભિનંદન દિવ્યાબેન !

 13. urvashi parekh said,

  May 7, 2010 @ 7:22 pm

  એક બારી ખુલવા લાગી,
  સરસ વાત.
  સરસ.

 14. sudhir patel said,

  May 7, 2010 @ 9:42 pm

  ખૂબ સુંદર ગઝલના પ્રથમ બે શે’ર કાબિલે-દાદ છે.
  સુધીર પટેલ.

 15. Pancham Shukla said,

  May 8, 2010 @ 5:00 am

  પ્રથમ બે શેર સરસ છે.

 16. મીત said,

  May 8, 2010 @ 7:41 am

  બસ વાંચીને કહેવાનું મન થાય કે આ ઉનાળામાં તરબતર થઈ ગયા સમજો.
  -મીત
  સૂરત

 17. rakesh said,

  May 10, 2010 @ 12:55 pm

  internal pain given by external factors. we know this factors but they are so much choiced by us as the same like internal.
  great expression of this things.

 18. Mayur Patel said,

  May 28, 2016 @ 12:59 am

  શ્રી સવા નો આર્થ શુ થાય?

 19. વિવેક said,

  May 28, 2016 @ 8:43 am

  @ મયૂર પટેલ

  શ્રી સવા એટલે
  કાગળ, ચોપડા, કંકોત્રી વગેરે લખવાની શરૂઆત કરતાં પહેલાં મથાળે લખાતો શુભસૂચક શબ્દ. જેમકે, શ્રી ૧।.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment