કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.
‘શૂન્ય’ પાલનપુરી

અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

– ભગવતીકુમાર શર્મા

 

અલગ જ જાતનું આ ગીત અડધું તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે ! અક્ષરોની ગણતરીની વાત અહીં માત્ર ગણતરી તરીકે જ નથી આવતી, એ તો આવે છે સમજાવવામાં માટે કે પ્રકૃતિના સૌંદર્યમાં પ્રિયજનને ઉમેરો તો જ સાચો સરવાળો થાય.   

39 Comments »

 1. gujarat1 said,

  July 19, 2006 @ 12:18 am

  વાંચવાની મઝા તો આવે જ, અર્થ પામવામાં મસ્તીથી ડૂબી જવાય તેવી રચના!

  ચોમાસાના આજના વાતાવરણને ઓર આહલાદક બનાવી દીધું! … હરીશ દવે

 2. વિવેક said,

  July 19, 2006 @ 8:40 am

  બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ
  – આ એક કોયડો ના ઉકલ્યો…. સાત અક્ષરની ચીજ?

 3. Pancham Shukla said,

  July 19, 2006 @ 9:15 am

  Dear VivekBhai

  It may be 7 notes, since the ‘tahukar’ of ‘Mor’ is composed of rich mix of frequencies.

 4. sana said,

  July 19, 2006 @ 1:29 pm

  Very nice song.enjoyed reading it.

 5. Mital said,

  July 19, 2006 @ 1:41 pm

  અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
  ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

  aa pankti o vanchi ne j hoon to kaayal thai gayo.Boston ma to sakhat taap pade chhe, pan a kavita e chomasa no ehsaas karavi didho.
  pan saache j , priya jan vina aa badha sarvada ane badbaki adhura j rahi jaai che.

 6. manvant said,

  July 19, 2006 @ 5:20 pm

  વિવેકભાઈ ડૉ. સાહેબ! આપના જેવો જ મારા મનમાં પ્રશ્ન થયેલો.
  કલ્પના દોડાવતાં વિચારું છું કે તે::::ટેં હુ ઉ ઉ ઉ ઉ ક હશે ?
  કે આપણે કવિને પૂછવું પડશે ? કાવ્ય ઘણું સારું છે જ !

 7. Jayshree said,

  July 19, 2006 @ 11:01 pm

  અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
  ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

  વર્ષો પહેલા ડો. શરદ ઠાકર ના “રણમાં ખીલ્યું ગુલાબ” ની એક વાર્તાના શિર્ષકમાં આ પંક્તિઓ વાંચી હતી. આખી ગઝલ વાંચવાની ખરેખર મઝા આવી. આભાર..

 8. ઊર્મિ સાગર said,

  July 20, 2006 @ 9:58 pm

  સુંદર ગઝલ છે…. આભાર ધવલભાઇ!

  “બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ” માં સાત સૂરોને છેડવાની વાત હોઇ શકે એવી સમજ પડી…. પરંતુ “અઢી અક્ષરનું ચોમાસું” કેમ? ત્રણ અક્ષરનું કેમ નહિં? એ ખબર ના પડી…. ??

  “ઊર્મિ સાગર”
  https://urmi.wordpress.com

 9. Jayshree said,

  July 21, 2006 @ 1:17 am

  આ સવાલ મને પણ થયો હતો, જેનો જવાબ મને આ મળ્યો. ચોમાસુ એટલે વર્ષા, જે અઢી અક્ષર થયા.

 10. Poorvi said,

  July 21, 2006 @ 1:33 am

  I think,ચોમાસુ સાજન વગર અધુરુ લાગે છે એટલે એ એઢી અક્ષરનું છે ,માટે સાજનને બોલાવીને અઢી અક્ષર ઉમેરી એને સંપૂર્ણ કરવાની વાત છે. એની હાજરી હોય તો જ ચોમાસુ ચોમાસુ કહેવાય.
  and seven letters seems to be related with “saptak” seven surs.

  નવા જ પ્રકારનુ કાવ્ય!! ખૂબ જ સરસ!

 11. Poorvi said,

  July 21, 2006 @ 1:37 am

  Sorry my mistake, સાજનને બોલાવી અડધો અક્ષર ઉમેરવાની વાત છે.

 12. વિવેક said,

  July 21, 2006 @ 9:55 am

  અઢી અક્ષરના ચોમાસા માટે મારે કંઈ કહેવાનું હોય તો હું પૂર્વી સાથે સંપૂર્ણપણે સહમત છું. વર્ષા એ ચોમાસાનો એક ભાગ છે, ચોમાસું નથી. અને જો વર્ષા શબ્દ જ કવિને અભિપ્રેત હોય તો ગઝલમાં એ જ શબ્દ કવિએ વાપર્યો હોત. જે અડધા અક્ષરની ખોટ પડી છે એ સાજન જ પૂરી શકે અને તો જ ચોમાસાના ત્રણ અક્ષર પરિપૂર્ણ થાય. સાત અક્ષરની ચીજ એટલે સાત સૂર એ વાત પણ ગળે ઉતરે છે.

  એક સંતોષ તો પણ ખાસ થયો…. જ્યાં સુધી કવિતાને આટલી ઝીણવટથી જોનાર ભાવકો જીવે છે, આપણી ભાષા પણ જીવતી જ રહેવાની!

 13. dr ashok jagani said,

  July 21, 2006 @ 10:12 am

  dear vivek ane dhaval
  gujarati sahitya vishe vachvano ghano anand thai chhe. gujarati kavitao vachvani khub maja pade chhe.

 14. ઊર્મિ સાગર said,

  July 21, 2006 @ 2:10 pm

  આભાર વિવેકભાઇ અને પૂર્વીબેન… પહેલાં મત્લા સાથે મનનું સમાધાન થયું.
  પરંતુ હવે મનમાં સવાલ એ ઉઠયો છે કે તો પછી બીજા બે શેર વખતે કેમ કવિએ અઢી નહિં પણ ત્રણ જ અક્ષર કહ્યા જેની બીજી લીટી પણ “ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!” છે???

 15. વિવેક said,

  July 21, 2006 @ 11:39 pm

  પ્રિય ઊર્મિ,

  આ ગીત છે અને ગીતમાં મુખડાના બોલ દરેક અંતરાના અંતે આવે છે…. ગીતની પહેલી પંક્તિઓને મુખડું કહે છે અને વચ્ચેના ફકરાઓને અંતરો કહે છે. ‘ખોટ પડી અડધા અક્ષરની’ આ પંક્તિ ધૃવપંક્તિ છે, માટે એનું પુનરાવર્તન થાય છે. મત્લા અને શેર તો ગઝલમાં આવે છે. કાવ્યના શીર્ષક હેઠળની પંક્તિમાં પોસ્ટેડ બાય ધવલની બાજુમાં ગીત શબ્દ વાંચ્યો હોત તો આ પ્રશ્ન ઊભો ન થાત…

  …પણ મારા મનમાં મારો પ્રશ્ન ફરીથી સળવળ્યો છે…. સૂર સાત હોય એ માની શકાય છે પણ અહીં તો મોર સાત અક્ષરની ચીજ છેડે છે….. સાત અક્ષર કયા? સૂરસપ્તક ગણો કે સાત સૂર- કશામાં અક્ષર તો સાત નથી જ ને !

  લાગે છે હવે, ભગવતીકાકાને જ ફોન કરીને પૂછવું પડશે….

 16. વિવેક said,

  July 21, 2006 @ 11:41 pm

  સા..રે..ગ..મ..પ..ધ..નિ… હોઈ શકે?

 17. Poorvi said,

  July 22, 2006 @ 11:54 am

  હા, એક્દમ બરાબર.

 18. ઊર્મિ સાગર said,

  July 22, 2006 @ 12:56 pm

  આભાર વિવેકભાઇ, મારી ગઝલ અને ગીતની મુંઝવણ દુર કરવા બદલ.
  લાગે છે મારે મારી કવિતામાં મારે લખવું જોઇતું’તુ કે “ગઝલ અને ગીતના ‘ગ’ને જાણતા નથી તોયે…” :-))

  “ઊર્મિસાગર”
  https://urmi.wordpress.com

 19. સિદ્ધાર્થ said,

  July 26, 2006 @ 10:04 am

  ધવલ અને વિવેક,

  આ રચના પોસ્ટ થઈ ત્યારે વાંચી હતી., પરંતુ આજે ફરીથી તેના ઉપર પ્રતિભાવોમાં જે સુંદર ચર્ચા થઈ ત્યારબાદ ફરીથી વાંચી ગયો. ખરેખર સરસ રચના છે અને અર્થ જાણ્યા પછી માણવાની વધારે મજા આવી..

  વિવેક, તમારી ઈ મેઈલ મળી અને તેનો જવાબ પણ આપેલ છે.

  સિદ્ધાર્થ

 20. લયસ્તરો » આવ સજનવા - દિલીપ રાવળ said,

  November 4, 2006 @ 2:56 pm

  […] પાણીથી ભીંજાવું એ પ્રેમથી ભીંજાવાનું એક પગથિયું જ હોય એમ અહીં કવિએ વરસાદને ગાયો છે.  ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, / પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, / રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; – પંક્તિઓ બહુ જ સરસ બની છે. ચૈત્રની ગરમીને ટાઢા ડામ જેવી કહીને બહુ સુંદર અસર ઉપજાવી છે. આ સાથે આગળ રજુ કરેલા પ્રેમ-ભીના ‘વરસાદી’ ગીતો પણ માણો – 1, 2 અને 3 . […]

 21. Ashit patel said,

  July 7, 2007 @ 9:29 am

  ચોમાસા અને પ્રેમ બન્ને વચ્ચે નુ સાત્ત્તય જોવા મળે છે.ખુબ સરસ રીતે રજુ કરવામાં આવી છે આ રચના.

 22. Pinki said,

  October 22, 2007 @ 5:53 am

  ટહુકો પર આજે જ અઢી અક્ષરના ચોમાસામાં ભીંજાવા મળ્યું !!

  ‘ઢાઈ આખર પ્રેમ’ નો જ તો નહિ
  ચોમાસું અને પ્રેમ નો ભાગાકાર ક્યાં કરવો ?
  શેષ બચે ય શું ?? ખરું ને ??

  પણ આ અક્ષરોનાં શબ્દો માણવાની મજા પડી ગઈ !!

  સાત અક્ષર તો સાત સૂરનાં પણ
  આ અઢી અક્ષરનો વ્રેહ ?

 23. Pinki said,

  October 22, 2007 @ 6:33 am

  વ્રેહ – વિરહ ………. !!

 24. લયસ્તરો » ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ) said,

  July 13, 2008 @ 6:34 am

  […] અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે- ભગવતીકુમાર શર્મા […]

 25. gopal parekh said,

  July 13, 2008 @ 9:46 pm

  મજા પડી ગૈ મારા ભૈ

 26. Jayesh Bhatt said,

  July 15, 2008 @ 4:09 am

  વાહ રે વાહ ખરેખર પલળી જવાયુ કેવુ સરસ કઇક નવુ કઇક જુદુ જાણૅ પહેલા વરસાદ મા પલળવા જેવો આનદ થયો

  જયેશ્

 27. Maheshchandra Naik said,

  July 21, 2008 @ 11:29 am

  Dr.Vivekbhai, I understand if you can give reference of all above references to Shri Bhagavatibhai, perhaps our knoweledge will enriched further in connectiction of ‘ADHI AKSHARNU’ and for many more his poems….great efforts of “VARSHA GEET’ CONGRAS!!!!!!!!

 28. ગાગરમાં સાગર » Blog Archive » વર્ષાકાવ્ય ૦૭ : અઢી અક્ષરનું ચોમાસું -ભગવતીકુમાર શર્મા said,

  July 17, 2009 @ 5:56 pm

  […] બધી કોમેંટ્સ જરૂરથી વાંચશો… http://layastaro.com/?p=393 ઊર્મિ on July 7th, 2009 at 7:23 […]

 29. Bihag said,

  May 16, 2010 @ 2:54 pm

  આ અઢી અક્ષર તો પ્રેમ ના જ છે. બે અક્ષરના અમે. એટલે પ્રિયજન એ અડધા અક્ષરની ખોટ પૂરી કરવા માટે જરૂરી છે.

  સાત અક્ષર નો મોર નો ટહુકાર એટલે હુ તો સરગમ ના સાત સૂર સમજુ છુ.

 30. chandrakant said,

  July 2, 2010 @ 11:35 pm

  શુ કેહવુ …

 31. bhupendra joshi said,

  July 25, 2010 @ 5:59 am

  ટહુકો પર આજે જ અઢી અક્ષરના ચોમાસામાં ભીંજાવા મળ્યું .

 32. અઢી અક્ષરનું ચોમાસુ - ભગવતીકુમાર શર્મા | ટહુકો.કોમ said,

  May 30, 2011 @ 11:50 pm

  […] […]

 33. La' Kant said,

  June 3, 2011 @ 1:37 am

  મુળ તો મનનેી મોસમ્ નેી વાત લાગે !

  એકબીજાના પૂરક … ‘આપણે’

  આપી આપીને સહેજ હસીને પ્રેમપત્ર આપો!
  સ્મિતભર્યો ચમકતો ચહેરો આપો તો જાણીએ.
  લખેલી લાગણી બધી, સમજુડા વાંચી લે, ખરું!
  વણલખ્યું આહ્ લાદક વાંચવા મળે તો માણીએ,
  કાનો,માતર અનુસ્વારના અર્થ તો લોકો ઉકેલે
  ટેરવાંના ટપકાંની ભાષા ઉકેલો તો પ્રમાણીએ,
  વાજાં, શરણાઈ, ઢોલ તો સૌ સાંભળે, સંભળાવે ,
  સ્પર્શના રણઝણ સ્પંદન સંભળાવો તો જાણીએ
  સામે બેઠા રહો,તમને એકટક નીરખતા જોઈએ ,
  શ્વાસોની આવન જાવનને સરખાવીએ,માણીએ
  ચાલો મેળ પડે તો, મેળવીએ,પારખી,જમાવીએ,
  સૂર-લય , તાલ મળતા મળી જાય,અજમાવીએ,
  હું,તું/તમેની ભાષા તો સામાન્ય છે,બધાય બોલે ,
  ‘આપણે’ની સહિયારી ભાષા કેળવીએ,જાળવીએ,
  મારું, તારું/તમારું-સહિયારું ગોઠવીને,મિલાવીએ,
  આ નથી,તે નથી-ખૂટતાની બેઉ માં પૂર્તિ કરીએ

  મનમા જ કૈ રમ્ તુ -ગમતુ હોય….. તે કોઇ ને કોઇ રેીતે પ્રકટ થયા કરે..

  -લા’કાન્ત .૩-૬-૧૧

 34. indravadan g vyas said,

  June 6, 2011 @ 6:32 am

  અઢી અક્ષરનુ ચોમસુ ગીત ખુબ ગમ્યું,તેના ઉપરની છણાવટ પણ રસ્પ્રદ રહી.વળી લા.’કાન્તની કવિતા પણ માશા અલ્લા, કાબિલે તારીફ છે.

 35. Chetna Bhatt said,

  April 19, 2013 @ 2:33 am

  સુંદર રચના અને કોમેન્ટ વાંચવાની તો મજા પડી..!

 36. Chetna Bhatt said,

  April 19, 2013 @ 2:34 am

  વિવેક ભાઈ,
  અહીં કોમેન્ટ પોસ્ટ નો સમય ખોટો આવે છે,
  ધ્યાન માં લેશો..
  આભાર.

 37. Suresh Shah said,

  July 26, 2013 @ 4:54 am

  અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા
  સંગીત : રાસબિહારી દેસાઇ
  સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ

  આ સુંદર ગીત સાંભળવા માટે લીંક મોક્લશો. આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર્

 38. ધવલ said,

  July 26, 2013 @ 12:45 pm

  ટહુકો.કૉમ પર આ ગીત સાંભળો ઃ http://tahuko.com/?p=632

 39. Shivani Shah said,

  September 21, 2017 @ 6:00 pm

  આ કાવ્ય share કરીને લયસ્તરોએ શબ્દસૌંદર્ય અને લાગણીઓની એવી વર્ષા વરસાવી છે કે વાસ્તવિકતાની છત્રી પણ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment