લો ! તમારા આગમન ટાણે જ ફૂટે આયનો
એક ચહેરો ને હજારો બિંબ ડોકાયા કરે
યામિની ગૌરાંગ વ્યાસ

ગઝલ – કવિ રાવલ

ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…

આંખોં જરા પહોળી કરી – પાછા જુવે સામું –
વણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !…

જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..
જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ…

મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે –
વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !

– કવિ રાવલ

જીવન પરત્વે પારદર્શક કાચ જેવો સ્પષ્ટ અને સાફ અભિગમ ધરાવતા સીધી લીટી જેવા લોકો ક્યારેક સમાજ માટે એક કોયડો બની રહે છે. કવિની એક જ હથેળીની પાંચ આંગળી સમા આ ગઝલના પાંચેય શેરમાંથી આ જ વાત ટપકી રહી છે…

14 Comments »

 1. Rajendra Namjoshi,Surat said,

  February 3, 2010 @ 7:40 am

  મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
  મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..
  ખુબ જ સરળ બાનીમાં ફકીરીની સમજ આપી છે,આખી રચના સુંદર અને અસરકારક છે.
  રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

 2. સુનીલ શાહ said,

  February 3, 2010 @ 12:14 pm

  મઝાની ગઝલ…

 3. કવિતા મૌર્ય said,

  February 3, 2010 @ 1:38 pm

  મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
  મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

  અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે –
  વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !

  સુંદર શેર !

 4. ધવલ said,

  February 3, 2010 @ 8:38 pm

  ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
  આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…

  – સરસ !

 5. Girish Parikh said,

  February 3, 2010 @ 9:28 pm

  મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
  મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

  સાચા ફકીરો, સંતો, અને ભક્તો ભલે ગમે તે ધર્મ કે પંથના હોય પણ એમની જાત એક જ હોય છે. અને એ આધ્યાત્મિકતાની એવી ઊંચાઈએ પહોંચ્યા હોય છે કે એમનું મન એમને કંઈ ખોટું કરવાનું કહે જ નહીં. મસ્ત બનીને એ હરતા ફરતા હોય છે. અને હું ઉમેરું છું કે માનવ જાતનું એ ક્લ્યાણ પણ કરતા હોય છે.

  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

 6. Sandhya Bhatt said,

  February 4, 2010 @ 12:00 am

  દુનિયાદારીની રીતરસમને ચોટદાર રીતે મુકી આપતી સરસ ગઝલ.

 7. રાકેશ ઠક્કર, વાપી said,

  February 4, 2010 @ 12:21 am

  બહોત ખૂબ
  મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
  મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

 8. Pinki said,

  February 4, 2010 @ 12:52 am

  ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
  આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…

  મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
  મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

  અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે –
  વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !

  અરે, આ તો કવિની જ ગઝલ … એટલે કે કવિની જ વાત ! બહોત ખૂબ, કવિ !!

 9. નિનાદ અધ્યારુ said,

  February 7, 2010 @ 11:45 pm

  સરસ્….! વાહ ફકિરિ વાહ્….. ! કવિ શ્રિ હરેશ તથાગત નો એક શેર યાદ આવ્યો……..

  “ઘર હતુ ત્યારે થતુ કે કોઈનો કાગળ નથી
  છેક મોડૉ પત્ર આવ્યો કોઇનો,તો ઘર નથી.”

 10. ડૉ.મહેશ રાવલ said,

  February 8, 2010 @ 2:25 am

  કવિ……………………….!
  ભીતરમાં આવું કેટલું ધરબીને બેઠી છે આ હરતી-ફરતી કવિતા….!
  -ગમ્યું.

 11. pragnaju said,

  February 10, 2010 @ 1:11 am

  મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
  મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

  અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે –
  વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !

  સરસ

 12. KAVI said,

  February 10, 2010 @ 4:25 am

  લયસ્તરોનો-વિવેકનો અને વાંચકોનો આભાર

  જે સામાન્ય વ્યવહારમાં આસાનીથી વ્યક્ત નથી થઈ શકતું, તેની અભિવ્યક્તિ એટલે પણ મારા મતે કવિતા….
  સર્જન દ્વારા સર્જક વ્યક્ત થાય છે.
  જેમને આ અભિવ્યક્તિને વાંચી છે કે ઉકેલી છે તેમનો આભાર

  કવિ

 13. Hiral Vyas "Vasantiful" said,

  February 11, 2010 @ 11:04 pm

  સુંદર ગઝલ.

  “જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..
  જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ…”

 14. Sanjay Pandya said,

  August 20, 2012 @ 8:05 am

  કવિ “મારાપણુ” તે કેમ સમજાવાય !
  અદભુત રચના !!!
  તારા વ્યક્તિત્વનો આઈનો !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment