પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
શૂન્ય પાલનપુરી

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું… – સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
          હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
          કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
          કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
          જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
          ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
          અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
          ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
          ને બિલોરી આપણું તળાવ!-સુરેશ દલાલ

પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.

8 Comments »

 1. radhika said,

  June 23, 2006 @ 12:53 am

  khari vat dhaval bhai
  ane aatli prasnnatathi jivatu dampatya pan javalle j jova made chhe

  ……….

  sundar rachna chhe

 2. Jayshree said,

  June 23, 2006 @ 4:13 am

  કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોશી ડોશાને હજુ વ્હાલ કરે છે….

  આ રચના પણ સુરેશ દલાલ ની જ છે ને ?
  Its one of my favourite.

  અહીં પ્રસ્તુત રચના ખુબજ સુંદર છે. મમ્મી – પપ્પા યાદ આવી જાય એવી સુંદર….

 3. Suresh said,

  June 23, 2006 @ 7:31 am

  મને લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં ઇલા-કાવ્યો, લીલા-કાવ્યો, સોનલ-કાવ્યો પછી ડોસી-કાવ્યો ની પણ એક શૃંખલા મળશે!

 4. Urmi Saagar said,

  June 23, 2006 @ 11:01 am

  soooo good! kind of inspirational!! like it very much….

 5. manvant said,

  June 23, 2006 @ 3:54 pm

  આ ધવલ- વિવેકની જોડી સુન્દર લાગે છે !
  પણ વિવેક આગળ ધવલ છુપાતો ભાસે છે !
  ખેર !સુરેશભાઇએ લગ્નની જીદ રજૂ કરી અને અંતે
  સોનલ કમળ,રૂપેરી ભમરો,બિલોરી તળાવ દ્વારા વહાલની પરાકાષ્ટા સર્જી છે !

 6. લયસ્તરો » બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી - સુરેશ દલાલ said,

  February 16, 2007 @ 10:18 pm

  […] સુ.દ.ના આ ડોસા-ડોશી કાવ્યો મને ખૂબ ગમે છે. (એક પહેલા પણ રજૂ કરેલું) આ ગીતમાં કવિ સહજીકતાથી જ પ્રસન્ન વાર્ધક્યનું ચિત્ર દોરી આપે છે. એમાં ક્યારેક રહેતા ગાજી થી માંડીને શરીરની ખામોશી જેવી બધી વાતો પણ આવી જાય છે. ડોશીના ઘૂંટણ દુ:ખે તો ડોસો ધીમે ચાલે એ પણ પ્રેમની જ એક અભિવ્યક્તિ છે ને ! સમય સાથે અભિવ્યક્તિ ભલે બદલાય પણ પ્રેમ તો એજ રહે છે. […]

 7. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ « મન નો વિશ્વાસ said,

  May 26, 2008 @ 5:09 am

  […] ( આભાર : લયસ્તરો                      ટહુકો     ) […]

 8. KiRiT Patel said,

  October 26, 2008 @ 7:01 am

  ખૂબ જ સુંદર રચના છે.
  આજના યુવાનોને પ્રેરણા મળશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment