નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ
મનોજ ખંડેરિયા

યાદગાર ગીતો :૦૪: રંગ રંગ વાદળિયા -સુન્દરમ્

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)

સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Rang rang vadaliya.mp3]

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે. કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2′ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

આમ તો સુન્દરમ્ ના અનેક ગીતો યાદગાર છે. પણ આ બાળગીતમાં સુન્દરમ્ ની બાળક બનીને ગીત લખી શકવાની શક્તિના દર્શન થાય છે. સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ ગીત બાળગીતોમાં ‘મેઘદૂત’ છે 🙂

તા.ક.: ઓડિયો માટે જયશ્રીનો ખાસ આભાર.

16 Comments »

  1. Jayshree said,

    December 6, 2009 @ 2:35 AM

    વાહ ઉસ્તાદ વાહ…. 🙂

  2. Chandresh Sankharva said,

    December 6, 2009 @ 4:59 AM

    સુ વાત સે ભાઈ……..

  3. Dr. Niranjan Rajyaguru said,

    December 6, 2009 @ 5:12 AM

    આપણી માતૃ ભાષા ગુજરાતીના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવા બદલ આપ
    અભિનંદનના અધિકારી છો. ખૂબ ખૂબ ધન્યવાદ.

    ગુજરાતી સંતસાહિત્ય-સંતવાણી, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, મધ્યકાલીન
    ગુજરાતી સાહિત્ય, ભક્તિ સંગીત, લોક સંગીત અને પ્રાચીન ભજનવાણી વિશેની
    અમારી Web site : http://www.anand-ashram.com તથા http://www.ramsagar.org ઉપરથી વિવિધ
    પ્રકારની સામગ્રી તથા જાણકારી ઉપલબ્ધ થશે. સૌ સાહિત્ય અને સંગીત પ્રેમી
    મરમી જનોને નિમંત્રણ છે.

    ડો.નિરંજન રાજ્યગુરુ

    Dr. NIRANJAN RAJYAGURU (M.A.,Ph.D.)

    ANAND ASHRAM, GHOGHAVADAR,
    Ta. GONDAL,Dist. RAJKOT
    GUJARAT (INDIA) 360 311.
    Ph. (02825) 271582, 271409
    Mo.98243 71904
    Member, National Sahitya Akademi,New Delhi.Gujarati Language & Leterature Advisory Board.
    Member, The Programme Advisory Committee,Prasar Bharati,All India Radio,Rajkot.
    Member, Gujarati Sahitya Parishad,Ahmadabad,Central Committee.
    Managing Trustee,Sat Nirvan Foundation Trust,Ghoghavadar.
    Managing Director,Saint Leterature & Folk-Lore Research Centre,
    Anand Ashram,Ghoghavadar

  4. વિવેક said,

    December 6, 2009 @ 6:08 AM

    સુંદરમ્ નું ઉત્તમ બાળગીત.. ઑડિયો પહેલીવાર સાંભળવાનું થયું…

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    December 6, 2009 @ 7:45 AM

    આખું ગીત ચળાઈને ‘રંગ રંગ વાદળિયાં’
    એટલુંજ આજ સુધી યાદ રહ્યું હતું.

    વાહ રે ‘રંગ રંગ વાદળિયાં!’

  6. pink said,

    December 6, 2009 @ 8:19 AM

    ગજબ નિ સે હો……!

  7. Lata Hirani said,

    December 6, 2009 @ 1:08 PM

    કાવ્ય વારસાનેી જાળવણી કરો છો.. આનંદ આનંદ..

  8. Girish Parikh said,

    December 6, 2009 @ 5:47 PM

    આપણાં શ્રેષ્ઠ બાળગીતોમાંનું આ એક છે. બાળગીતોના સર્જનમાં મને આ ગીતે પણ પ્રેરણા આપી છે.
    કર્ણપ્રિય સૂર અને સંગીત સાથે એને પહેલી વખત સાંભળ્યું. આપનો અને જયશ્રીબહેનનો ખૂબ ખૂબ આભાર.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિઆ

  9. pragnaju said,

    December 7, 2009 @ 1:08 AM

    સુંદરમનું ગીત અને રવિનનું સંગીત
    અમે અમારી રીતે ગાતા તે
    આજે માણી આનંદ

  10. manhar m.mody ('mann' palanpuri) said,

    December 7, 2009 @ 1:25 AM

    બાળપણમાં પાઠ્યપુસ્તકમાં આ ગીત આવતું હતું. સહેજે ૪૫-૫૦ વર્ષ થયાં હશે. ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારાં શિક્ષીકા બહેને મને આ ગીત ગાવા-વાંચવા ઊભો કર્યો હતો.શૈશવની મધુરી યાદ તાજી કરાવવા માટે લયસ્તરો,ધવલભાઈ અને જયશ્રીબેનનો આભાર.

  11. Jayshree said,

    December 7, 2009 @ 4:37 PM

    ધવલભાઇ,
    આ મઝાના ગીત માટે તો ખરેખર તમારો જ આભાર માનવાનો હોય… વર્ષો પહેલા સાંભળેલું / વાંચેલું આ ગીત તમે યાદ કરાવ્યું, અને શોધતા મળી ગયું.. તમે યાદ ન કરાવ્યું હોત તો કોણ જાણે ક્યારે મને આ ગીત સાંભળવાનો મોકો મળ્યો હોત..!

    અને તો યે આભાર માનવો જ હોય તો સ્વરકાર રવિન નાયકનો, અને એમના સ્વરાંકનને બખૂબી ન્યાય આપનાર બાળવૃંદનો.. 🙂

  12. dr ashok jagani said,

    December 8, 2009 @ 8:54 AM

    during primary schooling , aa git jor jor thi classs ma gavani bahu maja avti atyare pan consulting room ma aa git audio sathe gau shhu .abhar dhaval vive ane tahuko.com

  13. sudhir patel said,

    December 8, 2009 @ 10:55 PM

    સુંદરમના ઉત્તમ બાળગીતે બાળપણની અને નિશાળની યાદ તાજી કરાવી દીધી!
    સુધીર પટેલ.

  14. રંગ રંગ વાદળિયાં - સુન્દરમ્ | ટહુકો.કોમ said,

    April 1, 2011 @ 10:02 PM

    […] | ધવલભાઇએ ‘યાદગાર ગીતો‘ શ્રેણીમાં કવિ શ્રી સુન્દરમ્ નું આ ગીત મુક્યું હતું, ત્યારથી જ એને અહીં […]

  15. amirali khimani said,

    October 28, 2011 @ 7:18 AM

    સર સ ગિત હુ જ્યારે બિજિ ત્રિજિ મા ભન તો હતો તિયરે આ ગિત પાથ્ય પુસ્ત્ક થિ મોધે યાદ ક્ રેલુ ૬૦ વર્સ પ ચ્હિ વા ચ્ વઆ મલ્તા બહુજ આન્દ થ્યો આભાર લ્યસ્ત્રો અન્ને ધવલ ભાય આએમ લગેચ્હે જાને બચ પન નિ યાદ ફ્ર રિ આવિગૈ. આખો માથિ અશ્રુ આવિગયા અએ દિવ્સો કદિ ભુલિ સકાય તેમ નથિ. શ્રિ સુન્દ્રમ કવિ દલ્પત અન્ને શ્રિ ખબર્દાર મારા પ્રિય કવિ હતા આમ્ના કવ્યો હઝ્ઝ ભિ યાદ ચ્હે અન્ને જિવન ભર યાદ ર્ હે શે.

  16. ધવલ said,

    October 28, 2011 @ 8:20 AM

    સીધી ‘દિલ સે’ આવેલી કોમેંટ વાંચીને આનંદ થઈ ગયો… આભાર, અમીરઅલી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment