અહીં સૌએ મૂક્યાં છે બારણાં, બારીઓ ભીંતોમાં
ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઈચ્છા છે
ભરત વિંઝુડા

કવિ કલાપીની પુણ્યતિથિ પર….

દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
***
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
***
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
***
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

10-06-1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે? પણ હકીકત તો એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે… (જન્મ: 26-02-1874)

13 Comments »

  1. ધવલ said,

    June 14, 2006 @ 12:19 AM

    કલાપીએ મણિલાલ દ્વિવેદીને લખેલો આ પત્ર જે મૂળ ‘આરપાર’માં પ્રસિદ્ધ થયેલો જોવા જેવો છે. કલાપી રાજા (રાજ્યના અને શબ્દના) હોવા છતાં સૌથી પહેલા તો એક અદના પ્રેમી જ હતા, એમની કવિતામાં એટલે જ તો સચ્ચાઈ અને સંવેદના સહજ રીતે ઊતરી આવે છે.

  2. સુરેશ said,

    December 4, 2006 @ 5:51 PM

    રસહીન ધરા થઇ છે, દયાહીન થયો નૃપ
    નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી.

    એ હું જ છું નૃપ મને કર માફ બાઇ !
    એ હું જ છું નૃપ મને કર માફ ઈશ !

  3. Dhiren said,

    January 31, 2007 @ 12:19 PM

    ખુબ જ સરસ લખો ચો તમે, બહુ જ બહુ જ આભાર ગુજરાતિ વાચવાની મજા આવે છે.

  4. Juliet said,

    February 4, 2007 @ 9:47 AM

    can anyone help me to find out Kalapi’s follwing poem?

    Jyan jyan najar mari thare yaadi bhari tyan aapni…..

    plz mail me on julietmerchant@gmail.com

  5. UrmiSaagaar said,

    February 4, 2007 @ 1:06 PM

    જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
    આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

    આખી કવિતા અહીઁ વાંચો…
    http://urmi.wordpress.com/2007/01/21/jya_jya_najar_maari_thare_bykalapi/

  6. Pravin Shah said,

    June 10, 2007 @ 11:59 PM

    જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની….
    ગુજરાતી સાહિત્યને પ્રણયની ભીનાશથી રંગનાર રાજવી સુરસિંહજીને ઉમાશંકરે,
    ‘સુરતાની વાડીના મધમીઠા મોરલા’ કહ્યા છે. એમની કેકાએ ગુજરતી કાવ્ય ધરતીને મહેકતી, અને મઘમઘતી બનાવી છે. એમના કાવ્યોની સ્નિગ્ધ મીઠાશે તેમને અમર બનાવ્યા છે.
    આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

  7. વિવેક said,

    June 11, 2007 @ 1:13 AM

    કલાપીની પુણ્યતિથિ યાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર, પ્રવીણભાઈ ! …. કલાપીની યાદી સાચે જ, આપ કહો છો તેમ અમર રહેશે…

  8. kantilalkallaiwalla said,

    November 25, 2008 @ 9:32 AM

    I will obliged and please if you can put one of the poem of Kalapi where there are words: Ame mansoorna chela khudathi khel karnara amara rah chhe nyara:

  9. Rajendra Trivedi, M.D. said,

    February 13, 2009 @ 9:07 AM

    કવિ કલાપીની પુણ્યતિથિ પર….June 10, 2006 at 2:46 am by વિવેક · Filed under કલાપી, સંકલન

    દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
    ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
    ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
    જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!….

    કલાપી ને વાઁચ્યાજ કરો !
    આજ મહેનતની ને કલાપીને ફરી તુલસીદલ પર ૨૦૦૭ માઁ વાઁચો.

  10. Rajendra Trivedi, M.D. said,

    February 13, 2009 @ 9:28 AM

    dhavalrajgeera Says:
    February 13, 2009 at 2:24 pm e
    Tulsidal wish to thank વિવેક ટેલર and his hard labor to give Kalapi and his Poems.
    Hope, Surfers will thank Vivek, like we do for his love as a Blogger.
    E-mail dr_vivektailor@yahoo.com
    URL http://vmtailor.com/
    પ્રિય મિત્ર, પોસ્ટ ને પોસ્ટ પાછળ મહેનત કરનારને ક્રેડિટ !

    Tulsidal https://layastaro.com/?p=340

  11. કોપી રાઈટ કે આભાર? - રાજેન્દ્ર ત્રિવેદી « હાસ્ય દરબાર said,

    February 14, 2009 @ 8:38 AM

    […] કરનારને એની ક્રેડિટ પણ ન આપીએ એ કેવું? https://layastaro.com/?p=340 -સાચી વાત? પુછે ફરી ફરી, વળી પુંછ પકડી આ […]

  12. Advait said,

    October 7, 2011 @ 3:23 AM

    can anyone help me to find out following poem of kalapi???? “tujh pankh chadke “

  13. MP Mehta said,

    February 21, 2012 @ 6:21 AM

    ઘણા લામ્બા સમયથી જેની તલાશ હતી, ઍ કલાપિ ના કેકારવ ના આપના પાના પર આખરે પુરી થઇ ગયી.
    ખુબ ખુબ આભાર આપનો…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment