આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
વિજય રાજ્યગુરુ

ગીત – અનીલ જોષી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

-અનીલ જોષી

7 Comments »

  1. મોરપિચ્છ » Blog Archive » આકાશનું ગીત - અનિલ જોશી said,

    August 7, 2006 @ 9:38 PM

    […] કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ : ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી ) અમે બરફના પંખી પહેલા વરસાદનો છાંટો કન્યા-વિદાય દીકરી વ્હાલનો દરિયો… […]

  2. આકાશનું ગીત - અનિલ જોશી « મોરપિચ્છ said,

    September 3, 2006 @ 6:39 PM

    […] કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ : ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી ) અમે બરફના પંખી પહેલા વરસાદનો છાંટો કન્યા-વિદાય દીકરી વ્હાલનો દરિયો… […]

  3. ટહુકો.કોમ » આકાશનું ગીત - અનિલ જોશી said,

    November 16, 2006 @ 8:49 PM

    […] કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ : ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી ) અમે બરફના પંખી પહેલા વરસાદનો છાંટો કન્યા-વિદાય દીકરી વ્હાલનો દરિયો… […]

  4. DILIPKUMAR K.BHATT said,

    February 23, 2007 @ 5:18 PM

    આ ગિત મે સ્વરબદ્ધ કર્યુ છે અને ગાઉ છઉ.ગુજરાતિ ટાઇપ કરવામા ભુલ છે તો માફ કરશોજિ.પણ કાવ્યવાન્ચવાનુ બહુ ગમ્યુ.

  5. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી - અનિલ જોશી | રણકાર said,

    September 6, 2007 @ 4:36 AM

    […] બરફમાં હું ગોઠવેલું પાણી નથી મને સૂરજની બીક ના બતાવો ! ———————— આભાર : લયસ્તરો Posted in ગીત RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

  6. પાનખરની બીક ના બતાવો ! - અનીલ જોશી « ગુજરાતી કવિતા અને સંગીત said,

    November 28, 2007 @ 11:34 AM

    […] સૌજન્યઃ લયસ્તરો […]

  7. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી - અનિલ જોશી | રણકાર said,

    June 8, 2008 @ 4:29 PM

    […] બરફમાં હું ગોઠવેલું પાણી નથી મને સૂરજની બીક ના બતાવો ! ———————— આભાર : લયસ્તરો Posted in અનિલ જોશી, ગીત RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment