ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…

-રમેશ પારેખ

કોઈ એમ રખે માની લે કે રમેશ પારેખ એ માત્ર મમ્મી-પપ્પાનો જ ઈજારો છે. બાળકોની દુનિયામાં તહલકો મચાવી દેનારા બાળગીતોનું પણ એમણે સફળ સર્જન કર્યું છે. ખરું કહું તો એમના હાથમાં કંઈક એવી ગારુડી હતી કે શબ્દોના નાગ આપમેળે જ વશ થઈ જાય. નથી માનવી અમારી વાત? લ્યો ત્યારે… વાંચો આ બાળગીત અને પછી કહો કે….

10 Comments »

 1. Nav-Sudarshak said,

  May 24, 2006 @ 11:16 pm

  Dhaval bhai!

  You are bringing to light the different facets of a poet keeping in mind viewers’/readers’ interest. It’s always a pleasure to be at your Blog. … harish Dave

 2. radhika said,

  May 25, 2006 @ 1:08 am

  my fevriout one !!!!!!

 3. Siddharth said,

  May 25, 2006 @ 2:02 am

  વાહ ભાઈ વાહ,

  સરસ મજાની કવિતા જે ગાવાની પણ મજા આવે…

  સિદ્ધાર્થ

  http://drsiddharth.blogspot.com

 4. લયસ્તરો » રમેશ પારેખ વગરનું એક વર્ષ… said,

  May 17, 2007 @ 9:36 am

  […] – રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ…. – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત […]

 5. બાળગીત, બાળકોને જન્મદિવસની શુભેચ્છા આપતા ગીત.. « સહિયારું સર્જન - પદ્ય said,

  July 6, 2007 @ 9:46 pm

  […] અને બાળપણમાં મિત્રો અને ભાઇ-બહેન સાથે ઇટ્ટા-કિટ્ટા કરવાની, ફિલમ ફિલમ રમવાની અને એવી તો કેટલીય મજા છે, જે મોટેરાઓને નથી મળતી… […]

 6. જયશ્રી said,

  October 17, 2007 @ 9:27 pm

  Listen this song here :
  http://tahuko.com/?p=985

 7. ભાવના શુક્લ said,

  October 18, 2007 @ 11:26 am

  આ માણસનુ મન હતુ ને માળવે પહોચી ગ્યો.
  બાકીતો “રાત-દિન તારો મે જીના-વીના ઇઝી નહિ”

 8. મીત said,

  May 29, 2009 @ 2:48 am

  આજે એક બાળગીત ગાઈ નાંખવાની ઈચ્છા થઈ અને આ ગીત મળી ગયું.. ખબર છે આ મારુ સૌથી પ્રિય બાળગીત છે..! જે હુ ઘણા કાર્યક્રમોમા ગાંઉ છું. ર્.પા. આભાર.. ફરી એકવાર..!

  -મીત

 9. aditi bhatt said,

  September 4, 2010 @ 5:36 am

  most remembering song

 10. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં - રમેશ પારેખ | ટહુકો.કોમ said,

  May 25, 2011 @ 6:56 pm

  […] ( આભાર : લયસ્તરો ) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment