નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ
મનોજ ખંડેરિયા

અલબેલો અંધાર – વેણીભાઈ પુરોહિત

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.

એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો ?
નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો.

જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા,
બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.

આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું,
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો !

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતનીઅદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

ભરતીને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો,
મન ભીનું ભીનું જલતું’તું, એ આતશનો આધાર હતો.

– વેણીભાઈ પુરોહિત

વેણીભાઈની એક ઊર્મિશીલ રચના. બે સરહદની વચ્ચેનો ટુકડો અને ઊર્મિનું કબૂતરવાળા બે શેર નાનપણથી મારી જીભે ચડી ગયેલા એ કારણોસર આ ગઝલ તરફ એક ખાસ કહી શકાય એવો પક્ષપાત હું અનુભવું છું…

3 Comments »

  1. pragnaju said,

    October 30, 2009 @ 5:02 AM

    જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા,
    બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.
    જાણે એક પ્રેમી તેની પ્રેમીકાની સરહદની વચ્ચેનો ટુકડો ! ફક્ત નજાકત અને પ્રેમ…
    આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું,
    એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો !

    માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
    કુદરતની અદા, કુદરતનીઅદબ, કુદરતનો કારોબાર હતો.
    યાદ આવી હસરતની ગઝલ
    ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ
    હમકો અબ તક આશિકી કા વો ઝમાના યાદ હૈ

    વાં હઝારોં ઈજ્તિરાબ, યા સદ હઝારો ઈશ્તિયાક
    વો તુજ સે પહલે પહલ દિલ કા લગાના યાદ હૈ

    તુજસે મિલતે હી કુછ બેબાક હોજાના મેરા
    ઓર તેરા દાંતો મેં વો ઉંગલી દબાના યાદ હૈ

    ખીચ લેના વો મેરા પરદે કા કોના દફ્તન
    ઔર દુપટ્ટે સે તેરા વો મુંહ છીપાના યાદ હૈ

    જાન કર હોના તુજે વો કસદ એ પા બોશી મેરા
    ઔર તેરા ઠુકરા કે સર, વો મુસ્કુરાના યાદ હૈ

    તુજકો જબ તનહા કભી પાના તો અઝ રાહ -એ-લિહાઝ
    હાલ-એ-દિલ બાતોં હી બાતોંમેં જતાના યાદ હૈ

    જબ સિવા મેરે તુમ્હારા કોઈ દીવાના ન થા
    સચ કહો, ક્યા તુમકો અબ ભી વો ઝમાના યાદ હૈ

    ગૈર કી નઝરોં સે બચ કર, સબકી મર્ઝી કે ખીલાફ
    વો તેરા ચોરી છીપે રાતોં કો આના યાદ હૈ

    આ ગયા ગર વસ્લ કી શબમેં કહીં ઝિક્ર-એ-ફિરાક
    વો તેરા રો રો કે મુજકો ભી રુલાના યાદ હૈ

    દોપહર કી ધૂપમેં મેરે બુલાને કે લીયે
    વો તેરા કોઠે પે નંગે પાંવ આના યાદ હૈ

    દેખના મુજકો જો બેગસ્તા તો સૌ સૌ નાઝ સે
    જબ મના લેના તો ફીર ખુદ રૂઠ જાના યાદ હૈ

    ચોરી ચોરી હમ સે તુમ આકર મિલે થે જીસ જગહ
    મુદ્દતેં ગુઝરી પર અબ તક વો ઠીકાના યાદ હૈ

    બેરુખી કે સાથ સુનના દર્દ-એ દિલ કી દાસ્તાં
    વો કલાઈ મેં તેરા કંગન ધુમાના યાદ હૈ

    વક્ત એ રુસ્વત અલવિદા કા લબ્ઝ કહને કે લીયે
    વો તેરા સૂખે લબોં કો થરથરાના યાદ હૈ

    શૌક મેં મહેંદી કે વો બે દસ્ત ઓ પા હોના તેરા
    ઔર મેરા વો છેડના વો ગુદગુદાના યાદ હૈ

    બાવજૂદ એ ઇદા એ ઇત્તકા, “હસરત” મુજે
    આજ તક અહ્દ્-એ-હવસ કા યે ફસાના યાદ હૈ

  2. PRADIP SHETH . BHAVNAGAR said,

    October 31, 2009 @ 9:20 AM

    એક સાથે એક ફ્રી……..
    મજા પણ બેવડાઈ ગઈ….

  3. sudhir patel said,

    October 31, 2009 @ 8:26 PM

    વેણીભાઈની મસ્ત ગઝલ સાથે હસરત મોહાનીની દર્દ સભર સંપૂર્ણ ગઝલ માણવાની મજા આવી!
    વિવેકભાઈની સાથે પ્રજ્ઞાબેનનો પણ આભાર!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment