કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
અમૃત ‘ઘાયલ’

નિદાન – ફિલિપ ક્લાર્ક

ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું:
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.

– ફિલિપ ક્લાર્ક

લોકશાહીની ખરી તકલીફનું સચોટ નિદાન કરતી કવિતા.

18 Comments »

 1. pragnaju said,

  August 31, 2009 @ 11:20 pm

  નિદાન્ં પરિવર્જનમ્ એ વેદનું સુત્ર છે
  નિદાનનો બીજો અર્થ કારણ પણ થાય છે
  એ રીતે લોકશાહીમાં પણ સત્તાના બિભત્સ પ્રદર્શન
  પર સચોટ પ્રહાર વાળું અછાંદસ

 2. Rakesh Thakkar, Vapi said,

  September 1, 2009 @ 1:31 am

  આજના સત્તાલક્ષી રાજકારણને કારણે આ બિમારી કાયમી રહેવાની છે. સરસ કવિતા..

 3. Ramesh Shah said,

  September 1, 2009 @ 1:44 am

  ચાલો ઓપરેશન કરીયે. આ ગાંઠનું ઓપરેશન ડો.પ્રજાજ કરી શકે.

 4. વિવેક said,

  September 1, 2009 @ 2:12 am

  ઓછા શબ્દોમાં ઊંડી વાત !

  સુંદર ચોટુકડું કાવ્ય..

 5. પ્રજ્ઞા said,

  September 1, 2009 @ 2:51 am

  મજાનું કાવ્ય !

  જો ઓપરેશન નહીં થાય તો ગાંઠ દિવસે – દિવસે મોટી થતી જશે.

  પ્રજ્ઞા.

 6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  September 1, 2009 @ 4:41 am

  ગાંઠ પાડી શકાય.
  ગાંઠ છોડી શકાય.
  અશક્ય કશું નથી.
  મન માળવે જાય.

 7. preetam lakhlani said,

  September 1, 2009 @ 7:56 am

  આ કવિતા સુરેશ દલાલે ૧૯૭૭ મા ‘કવિતા” મા પ્રગટ્ કરેલ અને આટલા વરસો બાદ પણ આ કવિતા આજે જ લખાણી હોય એવી લાગે છે…..બહુ જ સરસ કવિતા…..ગમતાનો ગુલાલ્…….ભાઈ ધવલ અને વિવેક નો best selection માટે આભાર તેમ જ અભિનદન્…….!!!

 8. ખજિત said,

  September 1, 2009 @ 9:33 am

  અછંદાસ માં કરેલુ સરસ નિરૂપણ

 9. mrunalini said,

  September 1, 2009 @ 10:27 am

  હવે લોકોએ
  ઊંચો કરીને ભુજદંડ
  એકાગ્ર ચિતે
  અનિમિષે નેણે
  ચાંચલ્યધારી પ્રતિ અંગ વાપ્યુ
  છુરીવતી સતાની ગાંઠ કાપી
  તેમાંથી બગડેલું લોહી-પરુ કાઢી
  બાકીનું ઝરપણ કાઢવા પાઈપ મૂકી
  રેડીકલ સારવાર કરી
  ફરી લોકશાહી ઉજાગર કરી…
  એક સ્વપ્ન?

 10. Pinki said,

  September 1, 2009 @ 1:08 pm

  સરસ વાત…

  વૅબમહેફિલનું પ્રથમ કાવ્ય !!

  http://webmehfil.com/?p=30

  અને અંગ્રેજીમાં અનુવાદ પણ મૂકેલો.

 11. sapana said,

  September 1, 2009 @ 1:25 pm

  સુંદર ચોટ્દાર અછાંદસ

  સપના

 12. bhav patel said,

  September 1, 2009 @ 4:28 pm

  આ કવિતા નથી ટુચકો છે
  આવું તો રમત કરતાં લખાય;
  દરિયો લાંબો નથી, ટુંકોનથી
  ઊંડો નથી ઉચોનથી
  રામે પથરો નંખાવી કહ્યું; ઉંણૉ છે.!!!!

 13. sudhir patel said,

  September 1, 2009 @ 5:27 pm

  ચોટદાર લઘુ કાવ્ય!
  સુધીર પટેલ.

 14. Dinesh Pandya said,

  September 1, 2009 @ 7:49 pm

  કવિએ થોડા શબ્દોમાં ઘણું કહ્યું. નિદાન થયું. પણ ઈલાજ? છે કોઈ ડોક્ટર પાસે? કદાચ અશક્ય છે.
  સત્તા-રોગ અસાધ્ય છે.
  કવિ ફિલિપ ક્લાર્કનું એક સુંદર કાવ્ય ઘણા સમય પહેલા “અખંડ આનંદ” માં માણેલું યાદ છે.
  “સવારના તડકામા છલકે પતંગીયાનું ટોળૂં
  ટોળાં વચ્ચે રમતું મારું મન ભોળું ભોળું……….

  દિનેશ પંડ્યા

 15. preetam lakhlani said,

  September 2, 2009 @ 8:04 am

  .Mr.ભાવ પટેલ્,
  તમે કહો છો આ ટુચકો છે, ચાલો તમારી એ વાતને કદાચ માની લયે અને એમ છતા અહી કાવ્ય નીખાર પામે છે……..તમને સાચુ, ખોટુ કહેવાનો અધિકાર છે. આજે દોસ્ત ટુચકાનો પણ દુકાળ છે નહીતર ગુજરાતી સાહિત્ય જગતને અદભુત બાળ સાહિત્ય મલ્યુ હોત્..તમારો અભિપાય મને ગમ્યો, બાકી આ બ્લોગ જગતમા મોટા ભાગના વાચક મિત્રો Yes man છે.

 16. harkant said,

  September 2, 2009 @ 1:25 pm

  બોલો લખલાણી સાહેબ આ કેવું લાગે છે?

  આપ વડાઈયે હું હુંશિયાર; ગામ આખું તો છે ગમ્માર,
  નકરો ચૌદસિયો વ્યાપાર; અછાંદસિયાનો વ્યભિચાર.

 17. Pancham Shukla said,

  September 3, 2009 @ 2:26 pm

  ખરેખર, લોકશાહીની તકલીફનું સચોટ નીદાન.

 18. eywsytd said,

  September 23, 2009 @ 5:15 am

  mkynnyu- Thank you,eywsytd.Great site.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment