આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.
ભગવતીકુમાર શર્મા

ગઝલ – વિહંગ વ્યાસ

Vihang Vyas_Anaayaas ne kalpanaatit
(લયસ્તરો માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ કૃતિ)

અનાયાસ ને કલ્પનાતીત થયું છે
નરી આંખે સપનું ઉપસ્થિત થયું છે

ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે

અનુમાન તું સાવ ખોટા કરે છે
જગત સામટું ક્યાં પરિચિત થયું છે

સ્મરણ કોઈનું કેમ રાખીશું ગોપિત
અહીં અશ્રુ પણ સર્વવિદિત થયું છે

ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
હવાનું હલેસું તો નિમિત્ત થયું છે

ખરેખર તમારા જ હોવાનું નાટક
તમારાથી થોડું અભિનિત થયું છે

-વિહંગ વ્યાસ

ઢસા (ભાવનગર)ના યુવાન કવિ વિહંગ વ્યાસ કરિયાણું, ફરસાણ અને મીઠાઈ બાંધવાની સાથોસાથ પડીકામાં ગીત-ગઝલ પણ બાંધી આપે છે. ગુજરાતીમાં સ્નાતક થયા હોવાની છાપ આ ગઝલમાં ડગલે ને પગલે ચાડી ખાય છે. અહીં જે પ્રકારના કાફિયા એમણે પ્રયોજ્યા છે એ પોતે અનાયાસ અને કલ્પનાતીત છે ! આખી ગઝલ પહેલા વરસાદના છાંટા જેવી તાજી-ભીની છે પણ છેલ્લા બે શેર યાદગાર નીવડ્યા છે. એની ઇચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી એ વાત કેવી રોચક રીતે લઈ આવ્યા છે. સૃષ્ટિમાં જે પણ કંઈ થાય છે એ સઘળું હરિઇચ્છાથી જ થાય છે. પાંદડું ઝાડ પરથી ખરે યા એ રીતે સંસારમાં જે કોઈ બીના ઘટે એ બધી પૂર્વયોજિત જ હોય છે, હવા કે હોવાપણું એ માત્ર નિમિત્ત જ છે… એટલે જ નરસિંહે ગાયું છે ને કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા

32 Comments »

 1. P Shah said,

  August 1, 2009 @ 4:48 am

  સુંદર ગઝલ !
  બધા જ શેર ગમી ગયા.

 2. Kirtikant Purohit said,

  August 1, 2009 @ 5:25 am

  ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
  હવાનું હલેસું તો નિમિત્ત થયું છે

  સરસ ગઝલ છે.અભિનંદન.

 3. Pancham Shukla said,

  August 1, 2009 @ 7:10 am

  સાદ્યંત સુંદર ગઝલ. આવો કાફિયાવૈભવ જૂજ ગઝલોમાં જ આટલો અર્થઘન અંદાજમાં ઊઘડતો હોય છે.

 4. Pinki said,

  August 1, 2009 @ 8:07 am

  સરસ ગઝલ …. !!

  આમ તો દરેક શેર સરસ…. પણ –

  ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
  પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે

  ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
  હવાનું હલેસું તો નિમિત્ત થયું છે . બેમિસાલ !

 5. sapana said,

  August 1, 2009 @ 10:28 am

  પહેલી વાર આ કાફિયાનો ઉપયોગ જોયો.
  ખૂબ અર્થપૂર્ણ!
  સપના

 6. sapana said,

  August 1, 2009 @ 10:29 am

  સ્મરણ કોઈનું કેમ રાખીશું ગોપિત
  અહીં અશ્રુ પણ સર્વવિદિત થયું છે
  પંકતિ ગમી.
  સપના

 7. sudhir patel said,

  August 1, 2009 @ 11:20 am

  અંગ્રેજીમાં ‘Wow!!’ ગુજરાતીમાં ‘વાહ વાહ!!’
  ખૂબ જ સુંદર ગઝલ! ગક્ષલની દરેક લાક્ષણીકતા સુપેરે ઊભરી છે, જે સિધ્ધહસ્ત ગઝલકારોને પણ ઘણીવાર દુર્લભ હોય છે! નવીન તાજગીસભર કફિયાનો ઉત્તમ વિનિયોગ પણ ગઝલના સૌંદર્યને ચાર ચાંદ બક્ષે છે!
  વિહ્ંગ વ્યાસને હાર્દિક અભિનંદન!
  સુધીર પટેલ.

 8. Kavita Maurya said,

  August 1, 2009 @ 1:00 pm

  અનુમાન તું સાવ ખોટા કરે છે
  જગત સામટું ક્યાં પરિચિત થયું છે

  સ્મરણ કોઈનું કેમ રાખીશું ગોપિત
  અહીં અશ્રુ પણ સર્વવિદિત થયું છે

  સુંદર શેર !

 9. डॉ निशीथ ध्रुव said,

  August 1, 2009 @ 1:19 pm

  विहङ्गे गझलनी दुनियामां करेली यात्रानुं आ अनोखुं प्रवास-वर्णन. बधुं ज हरीच्छाने अधीन छे अने कशुंय गोपनीय नथी. अन्योथी छुपावीए तोय अन्तरात्माथी थोडुं छुपावी शकाय? परिचय अने अपरिचयना नाटकनुं नाम ज तो संसार छे. एटले शुं खरुं अने शुं खोटुं एनुं अनुमान पण कई रीते कराय? अर्थगर्भ जोईए एटलो वर्धमान करी शकाय. अतिशय सुन्दर. धन्यवाद, विहङ्ग.
  અનુમાન તું સાવ ખોટા કરે છે मां खोटाना टा पर अनुस्वार आवे : અનુમાન તું સાવ ખોટાં કરે છે
  नी ધાતુનું ભૂત-કૃદન્ત नीत બને માટે નીત – વિનીત – પ્રણીત – સુનીત – પરિણીત – અભિનીત એવી જોડણી થાય.

 10. pragnaju said,

  August 1, 2009 @ 6:58 pm

  સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો

  ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
  હવાનું હલેસું તો નિમિત્ત થયું છે

 11. mrunalini said,

  August 1, 2009 @ 7:03 pm

  ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
  પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે

  વાહ્

  શેરની પ્રથમ પંક્તિને ‘ઉલા મિસરા’ અને
  બીજી પંક્તિ ‘સાની મિસરા’ કહેવામાં આવે છે.
  અરબી ભાષામાં ‘ઉલા’ એટલે પ્રથમ

 12. ઊર્મિ said,

  August 1, 2009 @ 11:16 pm

  ખૂબ જ સુંદર ગઝલ થઈ છે.

  સાચે જ છેલ્લા બે અશઆર તો ખૂબ જ મજાના થયા છે, એમાંયે મક્તાનો શેર માટે તો ‘દોબારા’ કહેવું જ પડે !

  વિહંગ વ્યાસને અભિનંદન.

 13. ઊર્મિ said,

  August 1, 2009 @ 11:21 pm

  પ્રિય નિશિથભાઈ, તમારા પ્રતિભાવો મોટેભાગે educational હોય છે… કમ સે કમ મારા માટે ! પરંતુ કાયમ એક સવાલ સતાવે છે… કે તમે કાયમ હિન્દી ફોંટ વાપરીને પણ ગુજરાતીમાં જ લખો છો… તો પછી ગુજરાતી ફોંટ જ વાપરતા હો તો ?!

 14. डॉ निशीथ ध्रुव said,

  August 2, 2009 @ 3:03 am

  प्रिय ऊर्मिबहेन,
  तमने मारा प्रतिभावो शिक्षणात्मक लागे छे तेथी आनन्द थयो. ब्लॉग-मालिकोनी अनुमतिथी ज जोडणीनी भूलो निर्देशुं छुं – पण मनमां भीति होय ज छे के कविताना आस्वादमां आ निर्देश खलेल पहोंचाडशे तो! पण सद्भाग्ये बधांनुं मन खुल्लुं छे. पण मारो देवनागरी लिपिनो प्रयोग तमने शिक्षात्मक लाग्यो तेथी माफी मागुं छुं. एनी पृष्ठभू जराक जणावी दउं. हुं हिन्दी फॉन्ट नहि पण देवनागरी फॉन्ट वापरुं छुं. मारुं मानवुं छे के गुजराती भाषा पण देवनागरीमां ज लखीए तो अमारा जेवा गुजरातनी बहार वसता गुजरातीओने पोतानी आवनारी पेढीओने गुजराती भाषाथी परिचित राखवानुं काम आसान थई जशे. भारतनी बधी ज भाषाओने माटे देवनागरी लिपिनो स्वीकार एक राष्ट्रैक्यगामी कदम थशे. अन्य भाषाओने माटे देवनागरीनो स्वीकार कदाच कठिन थाय, गुजरातीनुं देवनागरी लिप्यन्तरण तो साव सीधेसीधुं छे. तमने खबर ज हशे के गांधीजी, किशोरलाल मशरूवाळा, स्वामी आनन्द वगेरेए देवनागरीना स्वीकारने समर्थन आप्युं ज हतुं ( मशरूवाळा तो रोमनने पण वधु स्वीकार्य गणता ). ए उपरांत काकासाहेब कालेलकर अने विनोबाजीए पण ए माटे आह्वान कर्युं हतुं. वळी सार्थ कोशनी आरम्भनी आवृत्तिमां मगनभाईए पण नोंध्युं छे के हवे पछीनुं काम नागरी लिपिमां थशे. पण केटलांक कारणोसर ए थई शक्युं नथी. गुजरात सरकारे पण देवनागरीने गुजराती भाषानी वैकल्पिक लिपि तरीके स्वीकारी छे ज अने सरकारी स्तरे ऑफिसोमां पाटियां वगेरे गुजराती भाषामां पण देवनागरी लिपिमां लखवानो आदेश क्यारनो आपेलो छे. पण आदेशोनो अमल करवामां आपणे ढीलां छीए. गुजराती लिपि माटे कोई अनादर करवानो आशय होई ज न शके. आशा छे मारी भावना समजी शक्या हशो. गुजराती फॉन्ट पण वापरुं ज छुं पण जवल्ले. युनिकोडना आगमन पूर्वे उपलब्ध गुजराती फॉन्टनो उपयोग करीने में केटलाक सज्जनोनो सहकार लईने लगभग 36 फॉन्टनुं कुळ पण बनाव्युं हतुं जे सौने निःशुल्क प्राप्त थाय ए उद्देश हतो. पण हवे युनिकोडे ए बधाने अनावश्यक करी मूक्या छे. पण ए बधाने युनिकोडमां परिवृत्त करीए तो घणाय आकर्षक अने वैविध्यपूर्ण युनिकोड फॉन्ट मळी शके. पण ए काम माटे युनिकोडनी आंटीघूंटी समजनार कोई साथी शोधी रह्यो छुं. आ ब्लॉग वांचनार दरेकने विनन्ति के अन्ते ए बधुं गुजराती जनताने मफत मळे एवी भावना धरावनार आ काम करवा तैयार कोईक होय तो मने जरूर जणावे.

 15. kirankumar chauhan said,

  August 2, 2009 @ 3:26 am

  વાહ!
  વિહંગ પણ લખે છે ગઝલ ખૂબ સુંદર,
  આ એક જ ગઝલથી એ સાબિત થયું છે.

 16. Sandhya Bhatt said,

  August 2, 2009 @ 4:30 am

  કિરણભાઈની વાત વિસ્તારતા કહુંતો,
  તમારું તો નામ જ કરે છે એ સાબિત,
  ગઝલના ગગનમાં તે અંકિત થયું છે.

 17. Pinki said,

  August 2, 2009 @ 4:31 am

  આદરણીય નિશીથભાઈ,
  આપની વાત તદ્.ન યોગ્ય છે. લિપિયાંતરણનું સૉફટવૅર વિશાલભાઈ મોણપરાએ બનાવ્યું છે, જેના થકી અલગ અલગ લિપિમાં ( દેવનાગરી,તમિલ,તેલુગુ ) ગુજરાતી ભાષાનું રુપાંતર થઈ શકે છે. જે ગુજરાતી સમજી/બોલી શકતાં પણ વાંચી નહિ શકતાં પરભાષી માટે આશીર્વાદરુપ છે.

  જ્યારે અમૃતા પ્રિતમની એક પંજાબી કવિતા મેં ગુજરાતી લિપિમાં વાંચવા અને સમજવા પ્રયત્ન કર્યો ત્યારે આ સૉફટવૅરની અગત્યતા સમજાઈ. તરત જ વિશાલભાઈ મોણપરાનો સંપર્ક કર્યો અને ટૂંક સમયમાં જ ( કદાચ એકાદ અઠવાડિયામાં જ ) મારી સાઇટ પર તે અપલૉડ કરવાની છું.
  vishal_monpara@yahoo.com પર આપ તેમનો સંપર્ક કરી શકશો.

 18. डॉ निशीथ ध्रुव said,

  August 2, 2009 @ 4:44 am

  प्रिय पिङ्कीबहेन,
  विशालभाईना सॉफ्टवेर विषे जाणुं छुं. एमनो सम्पर्क पण कर्यो ज छे. युनिकोडनी व्यवस्था ज एटली सरस छे के कोई पण भारतीय भाषानुं लिप्यन्तरण अन्य ब्राह्मीकुलीन लिपिमां थई शके. जो तमारी पासे बधी भारतीय लिपिना मूळाक्षरोना युनिकोड सङ्केतोनो चार्ट होय तो MSWordमां योग्य Macro बनावीने आ लिपियन्तरण करी शकाय. पण मारे जरूर छे फॉन्ट बनावनारनी जेने युनिकोडनी सम्पूर्ण पद्धतिनी माहिती होय. पण आभार.

 19. डॉ निशीथ ध्रुव said,

  August 2, 2009 @ 4:45 am

  पिङ्कीबहेन,
  तमारी साइटनी लिङ्क मोकलशो?

 20. મનહર એમ્.મોદી ('મન' પાલનપુરી) said,

  August 2, 2009 @ 8:37 am

  કાફીયા અઘરા પસંદ કર્યા છે અને સારી રીતે નિભાવ્યા પણ છે. સારી ગઝલ બની છે.

  મનહર એમ્.મોદી (‘મન’ પાલનપુરી)

 21. ASAL PALANPURI said,

  August 3, 2009 @ 3:14 am

  WAAH BAHOT ACHHE,,,,GHAZAL KO KYA KHUB NIBHAYA HE,AUR KHAYALI MAFHUM BHI BAHOT KHUBSURAT MIJAJ KO BAYA KAR RAHA HE…CONGRTS TO MY DR FRD MR.VIHANG VYAS…I M REALLY PROUD OF YOU….

  ISI SE TALLUK KUCHH MERA SHER YAD AA RAHA HE,,,

  NAGMA-E-GAM NHI LOGO KO SUNANE KE LIYE..
  HUMNE YE SHAIY NHI PAYI HE TMASHE KE LIYE..
  -ASAL PALANPURI

 22. VIMAL MEHTA [ SURAT] said,

  August 3, 2009 @ 11:43 pm

  VIHANGBHAI,…..BAHUT ACHHE….KHUB SARAS….MAJA AAVI GAI….HAVETHI KAYAM AA JAGYA UPAR TAMARI GAZALNI KAYAM RAH JOISHU……

 23. કુણાલ said,

  August 4, 2009 @ 4:37 am

  ખુબ જ સુંદર ગઝલ … !

  વિહંગભાઈને ખુબ ખુબ અભિનંદન… આશા રાખું કે એમની વધુ ગઝલો અહીં માણવા મળે…

  અને સાથે સાથે પ્રતિભાવો થકી થઈ રહેલી ગોષ્ઠી પણ એટલી જ રસપૂર્ણ…

 24. Pinki said,

  August 4, 2009 @ 5:22 am

  oh… just today, i read it Nishithbhai,

  my link is http://webmehfil.com/

  and i’ve already uploaded software and

  one can read gujarati site in other nine languages.

 25. VIMAL MEHTA said,

  August 8, 2009 @ 2:11 am

  DOST KHUB KHUB ABHINANADAN.

 26. Rajen Dave Bhavnagar said,

  August 23, 2009 @ 10:39 am

  hi,
  dear keep it up. go ahead we r p[roud of you.
  really its nice to hear such words from you.

 27. vishal joshi said,

  October 12, 2009 @ 1:20 am

  congrats,vihang for such an expession in your gazal!

 28. વિમલ અગ્રાવત said,

  December 13, 2009 @ 2:24 am

  વિહંગ ખુબ જ સરસ ગઝ્લ થઇ છે.અભિનન્દન.
  http://www.agravatvimal.wordpress.com

 29. Darshan Vyas said,

  March 5, 2010 @ 1:06 am

  Wah! Wah! Wah! Vihang Vyas Te to Vyas Parivar Nu Gaurav Vadhari Didhu Mara Bhai Hu Khub j Khush Thayo 6u.

 30. VIMAL MEHTA...surat said,

  September 8, 2010 @ 7:51 am

  આજ કોઈકને બિરદાવાનુ મન થયુ,

  કદાચ તારી ગઝલ વાચવાનુ મન થયુ

 31. Deval said,

  January 30, 2012 @ 1:57 am

  ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
  પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે

  ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
  હવાનું હલેસું તો નિમિત્ત થયું છે

  ખરેખર તમારા જ હોવાનું નાટક
  તમારાથી થોડું અભિનિત થયું છે
  વાહ્—-ખુબ ખુબ અભિનન્દન વિહન્ગ ભાઇ …

 32. vipul said,

  June 5, 2014 @ 8:38 am

  વાહ વિહન્ગ્ભાઈ ખુબ સુંદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment