દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કલાપી

વાંસલડી ડૉટ કૉમ… – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં ૪-૯-૧૯૬૩ ના રોજ જન્મેલાં કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં. કાવ્યસંગ્રહો: ‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની (બાળકાવ્યો)’.

14 Comments »

  1. radhika said,

    March 5, 2006 @ 4:04 AM

    વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
    કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

    અમારા જેવા ઈન્ટરનેટ રસીઆઓના રસના વિષયને આ કાવ્યમાં સુંદર રીતા રજુ કર્યુ છે.

  2. Siddharth said,

    March 5, 2006 @ 10:13 AM

    શ્રી કૃષ્ણ દવેની આ રચના ખરેખર સુંદર છે. વાંસલડી ડોટ કોમમાં રજૂ થયેલા બીજા અનેક કાવ્યો કટાક્ષરસથી ભરપૂર છે. તેઓએ આજની સામાજીક અને રાજકીય પરિસ્થિતી પર સુંદર ચાબખા મારેલ છે.

    સિદ્ધાર્થ શાહ

  3. વાંસલડી ડૉટ કૉમ - કૃષ્ણ દવે | રણકાર said,

    June 9, 2008 @ 2:39 AM

    […] એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ? ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું. કાનજીની વેબસાઇટ.. ————————————————— આભાર: લયસ્તરો Posted in Uncategorized, કૃષ્ણ દવે, કૃષ્ણગીત RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

  4. RAMESH K. MEHTA said,

    December 25, 2008 @ 2:42 AM

    EXCELLENT, SUPERB AND KABILE TARIF

  5. pravin chavda said,

    January 9, 2009 @ 3:47 AM

    i like ur poem very much and sahid are also i like very much. pls send me ur poem ”THUTHHA A THUTHHA CHHAYDO SU DETA TA THUTHA”

  6. pravin chavda said,

    January 9, 2009 @ 3:52 AM

    PLS send me ur poem ”THUTHHA A THUTHHA” I like very much this poem. u know who am i? i am pravin chavda from rajkot. i and u meet at chalala u come with moraribapu and u lisent thuthha’s poem. so i request by heartly pls sent me ur poem on my this mail id. my mail id. pc0246@gmail.com thanks and go ahed very chilly poem on our politician and heart less of our country members thanks.

  7. Dushyant Barot said,

    October 18, 2009 @ 11:02 AM

    If we want to listen this song, what can we do??
    This is a very nice song and I like thissong so much.

  8. Darshan Vyas said,

    March 5, 2010 @ 1:13 AM

    Shree Krushnabhai Dave Tamari Aa Kavita thi Hu Khub j Prabhavit Thyo 6u. Mane Saurashtra Baaz Khedaval Hovano Garv 6.

  9. sanketsinh said,

    March 10, 2010 @ 8:45 AM

    namaskar,
    aa patra krushna uncle ne male,

    tamari aaple to aaval baaval ne bordini jaat kavita no hu bahu moto fan chu.. pan ene layastara ma jova magu chu

  10. HETAL said,

    April 15, 2010 @ 5:25 AM

    ખુબ જ સરસ ,
    એક્દમ અદ્ભુત કાવ્ય રચના

    આવી સરસ મજાની કાવ્ય રચના
    અમારી સમક્ષ રજુ કરવા બદલ
    આપનો ખુબ ખુબ આભાર

  11. bhadrasinh rathod deodar said,

    September 1, 2010 @ 2:08 PM

    fantastic

  12. brinda said,

    March 26, 2011 @ 1:15 PM

    કાન્જિનિ વેબ્સાઈટ વરસો પછી પણ એટલી જ મજાનીને સરસ છે.

  13. lalji said,

    March 27, 2011 @ 8:06 AM

    શુવાત ૬ ? વિશાલ ને વ્યાખ્યા હોય? પણ ૬ ને કાનજિ..

  14. Navinchandra k Umrania said,

    April 24, 2015 @ 11:00 AM

    Bhinjata bhinjata Av..ta..re..jo be man na mala ne matharta rejo………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment