એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.
વિવેક મનહર ટેલર

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

એષા દાદાવાળાની રચના ડેથ સર્ટિફિકેટ થોડા વખત પર રજુ કરેલી. એજ સૂરમાં લખાયેલી આ બીજી રચના.

13 Comments »

 1. PlanetSonal said,

  December 21, 2005 @ 5:59 am

  very touching!

 2. radhika said,

  December 21, 2005 @ 6:23 am

  rahday sparshi racna chhe

 3. Siddharth said,

  December 25, 2005 @ 10:14 am

  “દીકરી” વિશેની રચનાઓ આમ પણ મારી પ્રિય છે અને તેમા આ કરૂણરસથી સભર રચના ખરેખર બે ઘડી વિષાદમાં લઈ જાય છે.

  સરસ પસંદગી છે.

  સિદ્ધાર્થ

 4. Anonymous said,

  January 5, 2006 @ 9:47 pm

  rahday ma unde thi tis uthe evi rachana che. Good selection.

 5. nilamdoshi said,

  November 12, 2006 @ 9:37 am

  હમણા જ “પગફેરા ” વિષે લખ્યુ અને અહીં જોવા મળ્યુ.આભાર

  મને કૃષ્ણ…કનૈયા વિષેની રચનાઓ …કાવ્યો..પ્રાચીન કે અર્વાચીન…જોઇએ છીએ.અહીં લયસ્તરોમાં મળી શકશે?કેમ શોધવા?

 6. sanjay said,

  January 5, 2007 @ 9:39 am

  આ ગઝલ એ આંખ ભિનિ કરિ નાખિ. ખરેખર અદ્ભભુત ગઝલ છે.

 7. digisha sheth parekh said,

  March 18, 2008 @ 3:08 am

  એષાજી ની આ રચના ઈમેજ ના એક પ્રોગ. માઁ સભંળી હતી…ત્યારે આજુઁ બાજુઁ બેઠેલા બધા જ મુગ્ધ થઈ ગયા હતા…ને વાહ વાહ તો થાય જ અને..ખરેખર એમની વિચાર શક્તિ બહું સખત છે..

  અભિનંદન…

 8. jignesh hingu said,

  May 1, 2008 @ 5:25 am

  વાહ એશા વાહ …….

  રડાવી દિધો યાર્

  માઇન્ડ બ્લોવીન્ગ

 9. Pragna said,

  November 9, 2009 @ 5:49 am

  વાંચ્યા પછી આંસુને રોકી ના શકી………..

  પ્રજ્ઞા.

 10. amul said,

  January 5, 2010 @ 1:54 am

  this is a very good thought.. u just describe a very big things in just a small letters…
  i really appreciate what u have wrote…

 11. ravi said,

  February 19, 2010 @ 2:13 am

  પહેલિ વાર કૈક લખવા મા હાથ ધ્રુજયા….
  ખરેખર અદ્ભભુત..

 12. praful patel said,

  January 7, 2011 @ 12:36 am

  exellent ben, tame aaj roj ni jem aankho bhini karavi.

 13. Esha Dadawala said,

  December 16, 2014 @ 1:52 pm

  સર્વોનો ખુબ ખુબ આભાર….

  મારી વેબસાઈડની મુલાકાત લેવા સર્વોને આમંત્રણ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment