સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

કોઈ તો કહો !

જ્યારે ગ્રહોને રમાડવાનું
મન થયું
ત્યારે મેં એક પ્લેનેટોરિયમ બાંધી લીધું છે !

સ્કાયસ્ક્રેપરની
અગાસી પર
વાસી વસંતોને મ્હોરવા દીધી છે !

ભૂતકાળને મેં તસવીરમાં મઢી લીધો છે
અને એ તસવીરનું પ્રદર્શન કરી
મેં લોપ્યા છે કાળના સીમાડા.

એક સ્વીચ ઑન :
– અને બળબળતા ઉનાળામાં
ઊતરી પડી છે શીતળ અનુકૂળતા.

પાતળા તારમાં પૂર્યા છે શબ્દો
અને એને મુક્ત કરવાની
ચાવી મારા હાથમાં રાખી છે !

દવાની શીશીઓમાં
તંદુરસ્તી ભરી
મેં મૃત્યુ સામે પણ ચાલ ચાલી લીધી છે !

મારા બેચેન આકાશમાં
સૂર્ય-ચંદ્રને મેં સાથે પ્રગટાવ્યા… …

… … પણ
કોઈ તો કહો 
               – હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું ?

– જગદીશ જોષી

We have managed to answer all the ‘Hows’ in the world but none of the ‘Whys’. દુનિયા આખીને નાથીને મગરૂર થતો માણસ પોતાની જાત વિષે ખાસ કાંઈ જાણતો નથી.

16 Comments »

  1. Jina said,

    October 21, 2008 @ 2:05 AM

    માણસે ઋતુઓને obedient બનાવી છે… એક ચાંપ દબાવો એટલે શિયાળો અને એક ચાંપ દબાવો એટલે ઉનાળો… પણ કુદરતને નાથવાની આ હોડમાં માણસે પોતાની સાહજિકતા ગુમાવી દીધી છે…. આ સત્યની કેટલી સાહજિક રજૂઆત!!

  2. Mansi Shah said,

    October 21, 2008 @ 6:43 AM

    very effective. Jagdish Joshi hamesha avu j lakhe chhe.
    Dharo ke ek saanj apne malya…

    Mansi Shah

  3. Shah Pravinchandra Kasturchand said,

    October 21, 2008 @ 8:26 AM

    જન્મશે ત્યારે હર્ષનાં ગીતો ગવાશે.
    મરશે ત્યારે પણ ગવાશે મરશિયા.
    બસ,અમર રહેવાની ફક્ત કવિતા.
    વિકલ્પ કવિતાના ન કોઈ સર્જાયા.

  4. preetam lakhlani said,

    October 21, 2008 @ 8:47 AM

    પ્રિય માનશી, કવિ જગદીશ જોશી ને ગુજરિ ગયા ૩૧ વરસ થયા, હુ અમેરિકા આવ્યો તેના ૧ અઠ્વાડિયા પહેલા અટ્લે કે ગયા મહિને મને અમેરિકા મા ૩૧ વસ પ્રુણ થયા.

  5. pragnaju said,

    October 21, 2008 @ 9:03 AM

    દવાની શીશીઓમાં
    તંદુરસ્તી ભરી
    મેં મૃત્યુ સામે પણ ચાલ ચાલી લીધી છે !
    સુંદર
    યાદ આવી
    મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ,
    આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઇ ગઇ.
    દિવસનો થોડો સમય માણસ જો કદાચ પોતાની જાત માટે કાઢી શકે તો એના ઘણા વણઉકેલાયેલા પ્રશ્નોનો આસાન ઉકેલ મળી શકે. થોડો સમય એટલે દસથી પંદર મિનિટ પણ પોતાને માટે નીકળી શકે તો બસ થઇ જાય. આપણને ખબર પણ હોતી નથી કે યાદ નથી હોતુ કે આપણને શેના શોખ હતા.

  6. Pinki said,

    October 21, 2008 @ 9:49 AM

    excellent !!

    જુઓને, ચાંદ પર જઈ આજ માણસ આભ માપે છે,
    એ પંખી જેમ તોયે પાંખ ફેલાવી નથી શકતો.

    દીવાને રાખવાનાં સૌ પ્રયત્ન છે જ મારાં પણ,
    હવાને તેજ ફૂંકાતી હું અટકાવી નથી શકતો. – સુનિલભાઈ શાહ.

    માણસ ચાંદ પર પહોંચી શકે પણ પ્રયોગશાળામાં ચાંદ બનાવી નહીં શકે …

  7. Lata Hirani said,

    October 21, 2008 @ 2:17 PM

    દઝાડી દેતી કવિતા…

  8. uravshi parekh said,

    October 21, 2008 @ 7:29 PM

    માણસ ઘણુ બધુ કરિ શકે છે.પણ…
    સાયન્સે ઘણુ બધુ અપ્યુ છે,તેના વડે ઘણુ બધુ જાણી શકે છે,
    પરન્તુ પોતાની જાત ને ઓળખી નથી શક્તો.
    સરસ કહેવાણુ છે.
    સરસ…

  9. વિવેક said,

    October 22, 2008 @ 2:48 AM

    સુંદર રચના… નિઃશબ્દ કરી દે એવી!

  10. Babu said,

    October 22, 2008 @ 9:55 AM

    વાસ્તવિકતાની બહુંજૂ સુંદર રજુઆત કરી છે.

    જે જોવાનુ છે જગમા એ નિરખી નથી શકતો
    જે જોયું છે આ જગમા એ જીરવી નથી શકતો
    અરે, આ દુનિયાને જાણવા હું દોટ મૂકું છું
    પણ કોણ છું હું એ હજી સમજી નથી શકતો

  11. ઊર્મિ said,

    October 23, 2008 @ 10:04 PM

    …જેટલીવાર વાંચો એટલીવાર કંઈક નવું ઉઘડે છે… કે અધિક નવીનતમ લાગે છે!!

  12. jiny said,

    December 3, 2009 @ 1:21 AM

    hi,

    its a wonderful collection. I just hit it by chance 🙂
    i m searching for the lyrics of ‘Dharo ke ek saanj aapde malya’ by Shri Jagdish Joshi.
    Is it possible for you to email that ? or put it on here..

    Thank you.

  13. વિવેક said,

    December 3, 2009 @ 1:47 AM

    ધારો કે એક સાંજ આપણે મળ્યા ગીત આપ અહીં માણી શક્શો:

    એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી

  14. Jiny said,

    January 27, 2010 @ 11:38 PM

    Hey Vivek,

    Thank you so much buddy..
    That was a great help !

    Thanks again

  15. shashikant vanikar said,

    January 28, 2010 @ 12:01 AM

    ખુબ જ સુન્દર કવિતા મઝા આવિ ગૈ. આભાર.

  16. Rina said,

    October 28, 2011 @ 1:30 AM

    awesome…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment