નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?    

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

3 Comments »

  1. pragnajuvyas said,

    November 18, 2007 @ 11:00 AM

    વારંવાર સીડી પર સાંભળી કંઠસ્થ થઈ ગયેલું ગીત એકવાર ફરી ગણગણાવ્યું

  2. rahul said,

    November 22, 2007 @ 2:27 AM

    who has sung these song?

  3. Pinki said,

    December 2, 2007 @ 2:53 PM

    પણ ઝૂરતા ઓરતાની માંડેલી વારતાને બળબળતી રેખા શું રાજ કરવા દેશેને ?!!
    સર્વકાલીન વારતા પ્રેમની શું આજ હોય શકે ??!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment