તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
મુસાફિર

ઝીલનારો જોઈએ -દાન વાઘેલા

કોક તો પડકારનારો જોઈએ;
મોતને પણ મારનારો જોઈએ !

એ હિમાલયમાં રહે કે હાથમાં;
ભાગ્યને સમજાવનારો જોઈએ !

કાળજું કોરી અને રાખી શકું,
શબ્દ પણ કોરો કુંવારો જોઈએ !

સાવ કોરો પત્ર હું કયાં મોકલું ?
મોકલું તો વાંચનારો જોઈએ !

‘દાન’ તારી વાતમાં છે વીજળી;
મેઘ જેવો ઝીલનારો જોઈએ !

3 Comments »

 1. Abhijeet Pandya said,

  August 29, 2010 @ 2:57 am

  ગઝલ છંદોબધ્ધ છે. રચના સુંદર છે. દાન વાઘેલા ભાવનગરના આગળ પડતાં ગઝલકારોમા સ્થાન ધરાવે છે.
  ગઝલમાં એકમાત્ર ” કુંવારો ” કિફયામાં દોષ જોવા મળે છે. ગઝલના અન્ય શેરોના કાિફ્યાઑં જેવા કે
  પડકારનારો , મારનારો , સમજાવનારો વગેરેમાં અંતમાં ” નારો ” ની પરંપરા જળવાતી જોવા મળે છે.
  ગઝલના પ્રથમ શેરમાં ઉલા અને સાની િમસરામાં કાિફ્યાઓમાં અંતે “નારો ” થી કાિફ્યાઓ જળવાતા
  જોવા મળે છે. ” કુંવારો ” કાિફ્યામાં અંતે ” વારો ” આવ્તું જોવા મળે છે. લયસ્તરોમાં મુકાતી દરેક ગઝલ
  જો ગઝલશાસ્ત્રના િનયમોને ધ્યાનમાં રાખીને ચકાસીને મુકવામાં આવે તો છંદ રચના અથવા બીજી કોઇ
  અન્ય ભુલો મળે જ નહીં એમ હું માનું છું. મારું સુચન જો ધ્યાન્માં લેવામાં આવે તો વાંચકોને ગઝલ માણવામાં વધુ
  આનંદ મળી શકે એમ હું માનું છું.

  અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

 2. bharat vinzuda said,

  August 29, 2010 @ 7:22 am

  pathya pustako ma pan vividh prakar na dosho vali rachanao hoy chhe !

 3. વિવેક said,

  August 30, 2010 @ 12:37 am

  પ્રિય અભિજીત,

  આપની બાજનજર તરફ મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે. આપ આટલા વર્ષો પહેલાં મૂકાયેલી રચનાઓ પણ એક પછી એક ચકાસી રહ્યા છો એ જોઈ સગર્વ આનંદ થાય છે. હકીકતે તો આ ખજાનો છે જ ફંફોસવા માટે. પ્રસ્તુત ગઝલમાં જે કાફિયા દોષ આપે સૂચવ્યો છે એ બરાબર જ છે. પણ મને લાગે છે કે કવિએ પોતે પોતાની કાવ્યકૃતિ અંગે સાવચેત રહેવું જોઈએ.

  લયસ્તરો પર મારા સિવાય લયસ્તરોના સ્થાપક ધવલ શાહ, અને એ ઉપરાંત બે નવા મિત્રો ઊર્મિ અને તીર્થેશ સંપાદક તરીકે કાર્ય કરે છે જેમાંથી હું અને મોના જ ગઝલશાસ્ત્ર વિશે થોડું ઘણું જ્ઞાન ધરાવીએ છીએ. સંસ્કૃત વૃત્તોની વાત કરીએ તો એમાં તો અમે બે પણ સાવ ‘ઝીરો’ છીએ.

  અમારું મુખ્ય લક્ષ્ય કવિતાનો આત્મા કેવો છે એ તરફ રહે છે એટલે ગઝલમાં કેટલાક સ્વરૂપગત દોષ હોય તો પણ સારી કૃતિ ભાવક સાથે વહેંચવાની લાલચમાં એ જતા કરીએ છીએ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment