પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.
મુકુલ ચોક્સી

ગઝલ – ચિરાગ ત્રિપાઠી

ફૂલની સાથે અણી તો જોઈએ
છે ગઝલ, એમાં ટણી તો જોઈએ

સ્વપ્ન છે, એક આંખમાં રહેતું હશે ?
એને જગ્યા બે ગણી તો જોઈએ

કો’ક આવીને ઈમારત બાંધશે
આપણે પાયો ચણી તો જોઈએ

હું ઈબાદત એટલે કરતો નથી
કોક એવી માંગણી તો જોઈએ

શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ
એક સુખને અવગણી તો જોઈએ

જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
એમ ગુજરાતી ભણી તો જોઈએ

-ચિરાગ ત્રિપાઠી

કેરીના રસની જેમ સીધીસટ્ટ ગળે ઊતરી જાય એવી મજાની રસદાર ગઝલ… ઈશ્વરની ભક્તિ નહીં કરવાનું કારણ પણ કેટલું મજાનું છે ! અને મને તો ગુજરાતી ભણાવવાની આ રીત પણ ખૂબ અસરદાર લાગી…

15 Comments »

 1. jayesh upadhyaya said,

  June 8, 2008 @ 3:43 am

  કોક એવી માંગણી તો જોઈએ
  વાહ

 2. Pravin Shah said,

  June 8, 2008 @ 9:08 am

  શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ
  એક સુખને અવગણી તો જોઈએ

  સરસ વાત કરી.

 3. pragnaju said,

  June 8, 2008 @ 9:12 am

  બધાને મઝા આવે તેવી ગઝલ્
  તેમા આ બે=ત્રણ શેર—
  હું ઈબાદત એટલે કરતો નથી
  કોક એવી માંગણી તો જોઈએ
  વાહ્
  ઠારી નરકની આગને, બાળી દે સ્વર્ગને
  મતલબ સિવાય કોઈ ઈબાદત રહી નથી.
  જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
  એમ ગુજરાતી ભણી તો જોઈએ
  અમારા ઘરની વાત્
  તું પહેલો શબ્દ મા નહીં પણ” પા પા” બોલતા શીખી હતી..
  આજ સુધી પપ્પા એ વાતનો રોફ મારી આગળ માર્યા કરે છે!

 4. ankur said,

  June 8, 2008 @ 9:14 am

  ઘણિ વાર સાચિ લાગે આ વાત …………….

  શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ
  એક સુખને અવગણી તો જોઈએ

 5. ankur said,

  June 8, 2008 @ 9:16 am

  દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
  એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
  ધ્વનિલ પારેખ

  આ આખિ ગઝલ ક્યાથિ મલશે??? વિવેકભાઇ

 6. pragnaju said,

  June 8, 2008 @ 10:20 am

  મારા દેશના સહુ શોષિતો
  દુનિયાના પીડિતો પાપિતો
  ખૂણે-ખૂણે ગાય તારા ગીતો
  મારા દેશના સહુ શોષિતો
  એના ભૂખ્યા પેટ છતાં એને
  કેવી મોંઘી તું કેવી મીઠડી
  એના બેડી બંધન તૂટશે
  એવી આશે ખ્લ્ક બધી ખડી….તારા…
  સુંદર- શબ્દોને અનુરુપ સેજલની ગાયકી અને જલીઆનવાલાની ક્રૃર કતલનો ફોટો!

 7. ધવલ said,

  June 8, 2008 @ 11:53 am

  જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
  એમ ગુજરાતી ભણી તો જોઈએ

  – બહુ સરસ વાત !

 8. Ramesh Patel said,

  June 8, 2008 @ 12:53 pm

  ગઝલની ટણી નહીં પણ ગઝલની સુરખી માણી.

  રમેશ પટેલ (આકાશદીપ)

 9. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

  June 9, 2008 @ 7:49 am

  થઇ જશે પ્રેમ આમ મળતાં મળતાં
  ચાલ, આપણે બે પરણી તો જોઇએ!!!

  દાખલો કદાચ ખોટો પણ પડી શકે.
  ચાલ, પહેંલાં થોડું ગણી તો જોઇએ!!

  આ તો રોજની ટેવ તે ઓફિસમાં આવી પહેલાં લયસ્તરો કે પછી વિવેકભાઇનો બ્લોગ પર લોગ ઇન થઇ જવાની આદત પડી ગઇ છે. એમ કરતાં કરતાં લખતાં આવડી ગયુ…..
  .
  મને પણ ગુજરાતી ભણાવવાની આ રીત પણ ખૂબ અસરદાર લાગી!!!!

 10. સુનીલ શાહ said,

  June 9, 2008 @ 9:48 am

  સરસ..સરળ બયાની.
  ચિરાગભાઈનો પરિચય આપશો..?

 11. વિવેક said,

  June 9, 2008 @ 11:18 pm

  કવિનો સાચો પરિચય એની કવિતા જ છે, સુનિલભાઈ ! ખેર… આ કવિની આ પહેલી જ રચના મારા જોવામાં આવી છે. એટલે આ ગઝલથી વિશેષ કોઈ માહિતી મારી પાસે પણ નથી. કોઈ વાચકમિત્ર એમના વિશે પ્રકાશ પાડી શક્શે તો આનંદ થશે…

 12. Pinki said,

  June 11, 2008 @ 2:53 am

  સુનીલભાઈ તથા વિવેકભાઈ,
  ચિરાગ ત્રિપાઠી-
  પોતાના અભ્યાસકાળથી જ લખતા આવ્યા છે અને
  હાલ, ૨૮ વર્ષની નાની ઉંમરે રેડિયો મિર્ચી – અમદાવાદ ખાતે
  creative head તરીકે કાર્યરત છે. હજુ સુધી તેમણે
  કોઈ પુસ્તક પ્રકાશિત કર્યું નથી.

 13. Neha Tripathi(Bhatt) said,

  June 13, 2008 @ 9:22 am

  I am fan of his radio mirchi script. even I got chance to meet him personally in functions.But I never know that ,he writes gazals and poems as well.

  It’s real nice to see the creation of chirag on layastaro!

  Keep it up chirag.

  Thanks Vivek & Dhaval.

 14. JAHAL said,

  September 23, 2009 @ 11:04 am

  hi
  grate Chirag sir from H.A.COLLEGE NU GARVE I PROUD OF HIM AMNE NAJIK THI JOYA NO MANE ANAND CHE AJE RITE AMNI SATHE KAM KARYA NO PAN ANAND 6

  I CANT FORGET A PLAY AGNISHIKHA WRITER IKBAL MUNSHI

  COLLEGE YAD AVI GAI

 15. Siddharth J Tripathi said,

  August 7, 2015 @ 4:23 pm

  Gazal Ruabdar hovi te vaat ni pratiti pratham thij karine aakhiye Gazal vanchava talaveli jage .

  Vah khub sunder mijaj

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment