શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.
રઈશ મનીઆર

આયનો ચૂમી રહ્યો છું ! – શૈલ પાલનપુરી

હું તને સમજી રહ્યો છું;
આયનો ચૂમી રહ્યો છું !

પ્રેમ પણ કેવી નિસરણી ?
તારલા તોડી રહ્યો છું !

કોણ કહે છે નગ્ન છું હું ?
રોશની પ્હેરી રહ્યો છું !

લાજ રાખું છું સૂરાની;
નિજ તરસને પી રહ્યો છું.

રાહ ખુદ દોડ્યા કરે છે,
રાહમાં બેસી રહ્યો છું.

શૂન્યનો છું ‘શૈલ’ ચેલો,
એકડો ઘૂંટી રહ્યો છું.

– શૈલ પાલનપુરી

પહેલો શેર ગઝલનો શિરમોર શેર (મારી દૃષ્ટિએ!) છે. સામાને સમજવાની પ્રક્રિયામાં મોટેભાગે માણસ પોતાનું જ પ્રતિબિંબ શોધતો હોય છે ! આગળ રજૂ કરેલી વિખ્યાત કવિતા દિલોજાનમાં આવી જ વાત હળવા અંદાજમાં રજૂ કરેલી છે.

7 Comments »

 1. વિવેક said,

  May 21, 2008 @ 2:43 am

  ગઝલનો મત્લાનો શેર જ એટલો સુંદર અને સૂચક બન્યો છે કે બાકીની ગઝલ લખી ન હોત તો પણ ચાલત…

 2. RAZIA MIRZA said,

  May 21, 2008 @ 5:08 am

  આટલા સુંદર મત્લા ના શેર માટે શૈલ પાલનપૂરી ને અભિનંદન આપવા ઘટે

 3. pragnaju said,

  May 21, 2008 @ 8:46 am

  હું તને સમજી રહ્યો છું;
  આયનો ચૂમી રહ્યો છું !
  આ ફ રી ન
  હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
  સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.
  બેદિલ યાદ આવ્યા
  શૂન્યનો છું ‘શૈલ’ ચેલો,
  એકડો ઘૂંટી રહ્યો છું.
  વાહ્
  આજ્ઞાતનું કહેવું કે
  કહે બધા શૂન્યના સરવાળા કરે કંઈ ના વળે
  જો શૂન્યની અવગણના કરો, પૂર્ણ વિરામ પામો તે ક્ષણે

 4. Pinki said,

  May 21, 2008 @ 11:43 am

  આપણી જીવનની શૈલી શૈલ પહેલા જ શેરમાં
  બખૂબી ખોલી નાંખે છે.

  અને છતાં છેલ્લા શેરમાં કહે છે

  શૂન્યનો છું ‘શૈલ’ ચેલો,
  એકડો ઘૂંટી રહ્યો છું.

  .

 5. Dilipkumar K. Bhatt said,

  May 21, 2008 @ 4:22 pm

  શુન્યમાથી સર્જન એટલે પાલનપુરીની હથરોટી.

 6. harish khatri said,

  May 24, 2008 @ 7:32 am

  ુ પેર્બ ગઝલ

 7. 'ISHQ'PALANPURI said,

  June 11, 2008 @ 6:57 am

  સરસ!!!!!….. મજા પડી ગઈ ,મને તમને મળવુ ગમશે ,
  તમારુ પાલનપુર નુ હોવા નુ મને ગર્વ છે.
  ‘ઇશ્ક’પાલનપુરી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment