નકી પંડિતાઈનું મડદું હશે અહીં,
નહીં તો દલીલોની બદબો ન આવે.
મકરંદ દવે

ગઝલ – અદમ ટંકારવી

યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.

તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.

આજકાલ તો તારા બદલે,
નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.

પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.

તારા શહેરની રોનક કેવી,
સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.

– અદમ ટંકારવી

ગુજલિશ ગઝલોથી આપણી ભાષામાં એક અલગ જ ચોકો ચાતરનાર અદમ ટાંકારવીની એક રમતિયાળ ગઝલ… આજે તો જો કે ટાઇપરાઇટર પણ રિટાયર્ડ થઈ ગયા છે પણ ગઝલનું પર્ફ્યુમ હજી પણ એવું જ મઘમઘ થાય છે…

3 Comments »

 1. ravindra Sankalia said,

  October 24, 2013 @ 8:15 am

  રમતિયાળ પણ નખશીખ મોડર્ન કહેવાય એવી આ ગઝલ ગમી .

 2. Harshad Mistry said,

  October 24, 2013 @ 7:32 pm

  સુન્દર્!!

 3. Laxmikant Thakkar said,

  October 28, 2013 @ 11:33 pm

  એક લહર ચલી …. હમ ચલે …. જહાન ચલા ..હમારે સથ સાથ …
  -લા ‘ / ૨૯-૧૦-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment