મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.
મેગી આસનાની

ગઝલે સુરત (કડી-૨)

ગઈકાલે આપણે ‘ગઝલે સુરત’ પુસ્તિકામાં સમાવિષ્ટ કુલ 41 શાયરોના પ્રતિનિધિ કલામ કડી-1 અંતર્ગત જોયા. સુરતની ગઝલ-ગલીઓમાંની આપણી અધૂરી રહી ગયેલી યાત્રા આજે આગળ વધારીએ…

શ્વાસ પર નિર્ભર રહે છે,
ને હવાને રદ કરે છે.
-મનસુખ નારિયા

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખતો
હારની પીડા ખમી લે તે જ ઊંચે સંચરે…
-દિલીપ ઘાસવાલા

રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-‘ગુલ’ અંકલેશ્વરી

માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી

સુખની ગઝલો લખવા મેં,
ફેલાવી અંતે ચાદર.
-જનક નાયક

બિંબને જોતાં જ હું ચમકી ગયો
યાદને પણ કેટલાં દર્પણ હતાં !
-મહેશ દેસાઈ

આકાશમાં રહીને એ કંકોતરી લખે;
જૂઈને માંડવે એ વધાવાય, શક્ય છે.
-ડૉ. પ્રફુલ્લ દેસાઈ

ઊગે પણ આથમે ન ક્યારેય જે,
એક એવી સવાર શોધું છું.
-પ્રજ્ઞા વશી

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
-યામિની વ્યાસ

હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા

ચોક્કસ પ્રસંગે પહેરવા અકબંધ રાખી ખાસ
જોડી વ્યથાની રક્તથી રંજિત કબાટમાં.
-પંકજ વખારિયા

બીજું બધું હું કાંઈ ન જાણું, હું તો એટલું જાણું;
બે હોઠોનું સ્મિત એટલે લીલુંછમ ચોમાસું !
– વિપિનકુમાર કિકાણી

શંકા પડે છે લોહીના ધાબાઓ જોઈને,
આવીને અહીંયા કોણ ઘવાયું છે વાવમાં ?
-પ્રભાકર ધોળકિયા

આ ઉંબર પર નિશાની સાથિયાની એની સાક્ષી છે,
જાવન ક્યારેક તો ધબકી ગયાં છે મારા આંગણમાં.
-પ્રકાશ મહેતા

વણી લીધી કુદરતે તો બધા જીવોમાં વેદના,
બધું જ છે વણાટ પર, આ સહ્ય શું, અસહ્ય શું?
-ગુણવંત ઠક્કર

પાણી ભરેલાં વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
-વિવેક મનહર ટેલર

એક વેળા રડતી જોઈ મેં તને !
શ્હેરમાં ગમગીન કૈં પડઘા મળ્યા !
-જય નાયક

આ સમયની ચાલ સાથે ચાલજે મૂંગો રહીને,
રોજ ક્યાં સોળે કળાએ ચંદ્ર પણ ખીલી શકે છે ?
-સુરેશ વિરાણી

યાદ આવો છો તમે પણ હરકદમ,
કે સફરમાં રોશની પણ જોઈએ.
-ડૉ. સુષ્મા અય્યર

નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.
-ડૉ. હરીશ ઠક્કર

16 Comments »

 1. pragnaju said,

  February 3, 2008 @ 2:52 pm

  દરેક શાયરોના પ્રતિનિધિ કલામ સુંદર
  આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
  જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
  આ વાંચતા જુદો જ િવચાર આવ્યો.કદાચ ગુસ્તાખી લાગે પણ લખી દઉં..
  હેલી પહેલાના ઉનાઈના ગોરંભાયલા વાતાવરણમાં,૧૦મી જુન ૧૯૬૦ને િદને હું મરોલીઆ હો.નવસારીં ચેક અપ માટે ગઈ તો ડો.બામજીએ તરત તપાસનાં ટેબલ પર જ કહ્યું કે પુરેપુરું ડાયલેટેશન થઈ ગયું છે, તરત લેબર રુમમાં લઈ ગયાં અને કાંઈ િવચારીએ તે પહેલા કહે કેવું મજેનું બેબી છે! તે યાિમની-તેના સંસારમા,લેખો,કાવ્યો,નાટક લખવા-ભજવવા,રાસ ગરબા કરવા-કરાવવા,આવા સમારંભોનું સંચાલન કરવું િવ.પ્રવૃિતમાંથી બ્લોગ જગતમાં લાવવા બદલ લયસ્તરોનો આભાર

 2. વિવેક said,

  February 4, 2008 @ 1:13 am

  અરે ! હું લખવાનું ભૂલી ગયો… આ પુસ્તિકાના વિમોચન સમારંભનું સંચાલન શ્રી પ્રજ્ઞાબેનના સુપુત્રી યામિની ગૌરાંગ વ્યાસે કર્યું હતું અને કાર્યક્રમની ગતિને અનુરૂપ રસપ્રદરીતે કર્યું હતું….

 3. ઊર્મિ said,

  February 4, 2008 @ 1:19 am

  સુંદર અને સ-રસ સંકલન.

 4. Keyur patel said,

  February 4, 2008 @ 1:52 am

  લયસ્તરો ની રચનાઓ માણવી ગમે તેવીછે.
  ડૉ વિવેક ના રસદર્શન રચનાને પ્રકાશ આપીજાયછે
  ગઝલ ના તમારા પ્રેમે ,ગઝલની સૌરભ સૌને વહેંચીછે
  સુરતીજમણ જેવા ગુજરાતીકવન પણ બ્લોગમાં
  માણી આનંદ થયો.ઝરમર ઝરમર સંધ્યાએ- મનભાવન કૃતિ,
  સૌને ગમી જાય એવા શબ્દો ભીંજવી ગયા.
  કેયુર પટેલ

 5. KAVI said,

  February 4, 2008 @ 5:41 am

  ા પુસ્તક વિશે જાણીને આનન્દ થયો.
  આવુ પુસ્તક ગુજરાતના બધા કવિઓ માટે પણ થાય તો વિશ્વને ગુજરાતની અસ્મિતાથી વાકેફ કરાવી શકાય્.ાવુ ક્યરેક થયુ પણ છે પણ દરેક વખતે પસન્દગીકારોની પસન્દગીનુ સ્તર સારુ જ હોય તેવુ બન્તુ નથિ એટલે સારા પસન્દગીકારો આ કાર્ય કરે તો સાહિત્ય ને નક્કર વસ્તુ મળે માટે સુરત્ના સારા પસન્દગીકારોને આ ટહેલ છે.

 6. શબ્દો છે શ્વાસ મારા · ગઝલે સુરત said,

  February 4, 2008 @ 8:07 am

  […] કોઈ પણ શહેરના હયાત તમામ ગઝલકારોને એક જ જગ્યાએ સમાવી લે એવો જાજરમાન મુશાયરો બે પૂંઠાની વચ્ચે કદાચ આ અગાઉ થયો નથી. ૨૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે સુરતના હયાત ૪૧ જેટલા ગઝલકારોની કુલ ૭૬ જેટલી રચનાઓને સમાવી લેતી પુસ્તિકા “ગઝલે સુરત”ના લોકાર્પણવિધિ નિમિત્તે યોજાયેલા કવિ સંમેલનમાં પુસ્તકમાં સ્થાન પામેલા મોટા ભાગના કવિઓએ પોતાની રચના જનસમુદાય સમક્ષ રજુ કરી હતી. કોઈ પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાના પુસ્તકમાં મારી ગઝલો પ્રગટ થવાનો આ મારો પ્રથમ અનુભવ હતો. આ પુસ્તકમાં પ્રગટ થયેલી મારી ગઝલો અહીં રજૂ કરી છે અને આ તમામ ગઝલકારોના ચુનંદા શેરનું સંકલન પણ આપ ‘લયસ્તરો’ ખાતે કડી-1 અને કડી-2 મુકામે માણી શકો છો… […]

 7. વિવેક said,

  February 4, 2008 @ 8:12 am

  “ગઝલે સુરત”

  (સુરતના હયાત ગઝલકારોની ગઝલોનો સંગ્રહ)
  સંપાદક : જનક નાયક

  પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
  ફોન. 0261-2597882/2592563
  મૂલ્ય: રૂ. 25/=

 8. Niraj said,

  February 4, 2008 @ 8:45 am

  સુંદર સંકલન…

 9. dilip ghaswala said,

  February 4, 2008 @ 9:28 am

  Pragnaben Vashi Yaminiben na mother thay chhe?
  Yamini anchor tarike have jaamta jai chhe..
  Abhinandan
  dilip

 10. Pinki said,

  February 4, 2008 @ 10:20 am

  અભિનંદન….. !!
  સ-રસ સંકલન ….!!

 11. ડૉ. મહેશ રાવલ said,

  February 4, 2008 @ 6:02 pm

  વિવેકભાઈ,
  અહીં પ્રસ્તુત થયેલા કવિઓને સહિયારા અભિનંદન પાઠવતાં,એક કવિ તરીકે હર્ષ, ગૌરવ,અને રોમાંચનીં લાગણી અનુભવું છું!
  સહુથી પહેલાં તો આ વિચાર જે મહાનુભાવ (ડૉ.વિવેક?)-ને આવ્યો એને સેલ્યુટ્ કરવાનું મન થાય છે!
  બીજી સેલ્યુટ્, વિચારને વાસ્તવિક સ્વરૂપે પ્રસ્તુત કરી શકાય ત્યાંસુધીનીં સળંગ પ્રક્રીયામાં સીધી કે આડકતરી રીતે સહયોગ આપનાર દરેક સહભાગીનેં.
  અહીં રજૂ થયેલાં શૅર વાંચીનેં, ગુજરાતી કવિતા અત્યારે કેવી લાવણ્યમય રીતે પાંગરી રહી છે એનો પરિચય થઈજાય છે!
  અને,સાચું કહું તો,
  આ બધું જાણ્યા-માણ્યા પછી,(બીજાનીં ખબર નથી!) કવિ તરીકે આપણેં ક્યાં છીએ એ ચકાસવા માટે
  નવું જોમ અને નવો ઉત્સાહ પ્રબળ બને છે,
  સરવાળે,
  હજૂ પણ સતત એમ લાગી રહ્યું છે
  મને, કોઈ આજે ય તાગી રહ્યું છે !

 12. Bharat Dave said,

  March 14, 2008 @ 4:28 am

  આજે ખરેખર ઇમેઇલ નો સાચો સદઉપયોગ્ થયો.
  મારી રચના મોકલવા માટે શુ ક્રરવુ…..

  ભરત દવે….

 13. Bharat Dave said,

  March 14, 2008 @ 5:04 am

  જોઇ તને નિકળી જવુ મુજ ભાગ્ય મા બાકી રહ્યુ
  હુ તુ કદિ સાથે હતા એ યાદ બસ બાકિ રહ્યુ

  તારા રુપાળા દેહ ને હુ સ્પર્શ ના પામી શકુ
  મારા વિશે તારા દિલે ના લાગણી જાણી શકુ…….. ….

  ભરત દવે….

  વષો થી મારા અન્તર મા ધરબાયેલિ લાગણીઓ ને નાની નાની ચબરખિઓમા ઉતારતો હતો… એક મિત્ર એ એને વ્યવસ્થિત કરિને સાચવવા કહ્યુ… મારી લાગણી….વ્યથા… અને અભિલાશા…ઠલવતો રહ્યો….ધીરે ધીરે સન્ગ્રહ બની ગયો જે આજ સુધિ માત્ર અને માત્ર મારા ખાસ સ્વ્જનો થી પણ અળગો રાખી મારા જીવન ની મહામુલી મુડી ની જેમ સાચવી રાખી છે… આજે બધા ની રચનાઓ જોઇને મને પણ મારી રચના ને જગત સમક્ષ મુકવા નુ મન થયુ…

  મારી ક્રુતીઓ મા હોઇ શકે ભાષાદોશ… રચના .. ના નિયમો નહી હોય પરન્તુ મારિ ઉમ્રિઓ .. મારા અરમનો…જોવા મળશે…
  આભાર…

 14. Neo said,

  April 25, 2010 @ 11:30 am

  aztec warrior blank
  candice michael video
  burner for pig cooker
  alberto alpo martinez
  bullet path of 257 wby mag
  decuidos de famosas mexico
  braless girl
  roadrunnerfreight lines
  alicia keis videos sexis
  allegheny state park cabin rental
  bullmastiff puppies in pueblo co
  brown fawn pitbulls
  american airlines amrmail
  avacado tree in northern california
  buca de pepo ca
  big thighs and ass cherokee pinky free
  adult animay
  catchy business card phrases
  9mm stallard arms inc
  bb loli s

 15. Arnie said,

  May 28, 2010 @ 3:30 am

  abpept groups
  armi tanfoglio giuseppe
  ammunttion picture comparison
  artistas famosas de colombia teniendo sexo
  458 socom cartridges for sale
  270 caliber vs 7 62 x 39
  amc theaters santan anita arcadia mall
  2010 cinn reds schudle
  2001 ezgo club cart wire diagram
  allen and roth wall plates
  10 little indian songs pictures
  anyssa marie
  att email servers
  balistics 7 5×55 swiss
  93 chevy 5 3 wiring diagram
  1999 mercury cougar repair online manual free
  2 lbs converted to cups
  4000 ml gal
  <a href= http

 16. nilam doshi said,

  January 7, 2013 @ 7:22 am

  ઘણા સમય બાદ આજે નિરાન્તે લયસ્તરોનેી ઘણેી મજાની રચનાઓ માણેી..

  બધા સન્પાદકોનો દિલથી ખૂબ ખૂબા આભાર અને અભિનઁદન.. .
  જમણા હાથમાં ફ્રેકચરની તકલીફ ને લીધે દરેકમાં અલગ પ્રતિભાવ નથી આપી શકી. પરંતુ અહીં હાજર દરેક કવિને સલામ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment