મળ્યો હાથ તારો તો લાગી છે તાલી,
વિના રાસ નાચું હું કરતાલ ઝાલી.

હરિતકુંજ બાજુ નિહાળે છે ગોપી,
અને રંગ લીલો બની જાય લાલી.
કાલિન્દી પરીખ

તે ગૌણ બાબત છે -ભરત વિંઝુડા

સતત   ઘડિયાળના  કાંટા  ફર્યા તે  ગૌણ  બાબત છે
પળોના    મુડદાં  ટપટપ  ખર્યા તે  ગૌણ  બાબત છે

છે   બાબત  બંધ   મુઠ્ઠીથી   ટપકતાં    ઝાંઝવાઓની
હથેળીમાં   કંઈ   રણ   વિસ્તર્યા   તે  ગૌણ બાબત છે

ઝીલી લે છે કે નહીં વાતાવરણ પડઘા અવાજોના
ખીણો   કંપી,   પહાડો   થરથર્યા તે   ગૌણ  બાબત છે

તમે  ક્યા  કારણોસર  સાંભર્યા  તે   મુખ્ય  બાબત છે
અચાનક-અણઅચાનક   સાંભર્યા તે ગૌણ બાબત છે

ખરેખર   મોરમાં   આશ્ચર્ય   જેવું   હોય  તો    -ટહુકો,
ને    એના   કેટલાં   પીછાં   ખર્યાં  તે ગૌણ બાબત છે.

-ભરત વિંઝુડા

8 Comments »

 1. Amit Trivedi said,

  October 19, 2005 @ 7:47 am

  Good Ghazal by Bharat Vinzuda
  You can read his more ghazals
  on http://www.gujaratigazal.com

 2. લયસ્તરો » છે, હતાં ને રહેવાનાં - ભરત વિંઝુડા said,

  September 16, 2006 @ 5:27 am

  […] મનભરીને માણવા જેવી ગઝલ…. વધુ તો શું કહું?   હું નહીં હોઉં એ જ નક્કી છે, આ બધાં છે, હતાં ને રહેવાનાં. આજ કવિની એક બીજી ગઝલ અહીં વાંચી શકશો. […]

 3. Jayshree said,

  September 17, 2006 @ 2:51 am

  વાહ ધવલભાઇ… મજા આવી હોં…

  છે બાબત બંધ મુઠ્ઠીથી ટપકતાં ઝાંઝવાઓની
  હથેળીમાં કંઈ રણ વિસ્તર્યા તે ગૌણ બાબત છે

  ખરેખર મોરમાં આશ્ચર્ય જેવું હોય તો -ટહુકો,
  ને એના કેટલાં પીછાં ખર્યાં તે ગૌણ બાબત છે.

 4. Debrevan said,

  April 11, 2008 @ 2:25 am

  Your blog is very informative, I have learned so much from it. It is like daily newspaper :). Added to fav’s.

 5. Gaurang Thaker said,

  March 25, 2009 @ 10:09 pm

  તમે ક્યા કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે
  અચાનક-અણઅચાનક સાંભર્યા તે ગૌણ બાબત છે

  ખરેખર મોરમાં આશ્ચર્ય જેવું હોય તો -ટહુકો,
  ને એના કેટલાં પીછાં ખર્યાં તે ગૌણ બાબત છે.
  વાહ વાહ ને વાહ….બહુ સરસ ગઝલ…

 6. Abhijeet Pandya said,

  September 10, 2010 @ 12:43 pm

  ગઝલ સુંદર છે. ખુબ સરસ રચના.

  ગઝલનું છંદિવધાન લગાગાગાના ચાર આવર્તન છે.

  પળોના મુડદાં ટપોટપ ખર્યા તે ગૌણ બાબત છે

  ઉપરોક્ત િમસરામાં ” ટપોટપ ” લગાગા થતું જોવા મળે છે જ્યાં ગાગાની આવશ્યક્તા જણાય છે. જેથી
  છંદ જાળવી શકાય. આ ઉપરાંત ત્રીજા શેરમાં ” વાતાવરણમાં ” ના બદલે માત્ર ” વાતાવરણ ” રાખતાં
  છંદ જળવાય છે અને શેર પણ અર્થસભર બનતો જોવા મળે છે.

  અિભજીત પંડ્યા ( ભાવનગર ).

 7. bharat vinzuda said,

  September 10, 2010 @ 1:13 pm

  Aa gazal -sahej ajavalu thayu- gazal sangrah ma vancava vinnti chhe.

 8. વિવેક said,

  September 11, 2010 @ 2:08 am

  પ્રિય અભિજીતભાઈ,

  ગઝલમાં છંદ-દોષ નથી પણ ટાઇપો છે… બંને પંક્તિમાં કવિશ્રી સાથે વાત કરીને ભૂલ સુધારી લીધી છે… ‘લયસ્તરો’ વતી આભાર માનું છું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment