‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.

નિનાદ અધ્યારુ

લઈ લઉં છું – ભરત વિંઝુડા

તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું

તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું

સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું

વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું

કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું

– ભરત વિંઝુડા

10 Comments »

 1. Rina said,

  June 6, 2013 @ 1:23 am

  Waaaah

 2. Jagdip said,

  June 6, 2013 @ 5:19 am

  ………………….. …

 3. sweety said,

  June 6, 2013 @ 6:14 am

  કામ તો કોઈ મેં કર્યું જ નથી
  આ હું શેનો ખિતાબ લઈ લઉં છું
  વાહ વાહ

 4. Pravin Shah said,

  June 6, 2013 @ 6:29 am

  ભવિની વધુ એક સુંદર રચના !
  તું મને લે ગણી ગણી ત્યારે
  હું તને બેહિસાબ લઈ લઉં છું …વાહ !

 5. urvashi parekh said,

  June 6, 2013 @ 6:56 am

  saras, bharat bhai,tamari rachnao sundar ane saras hoy chhe.
  tu mane le gani gani tyare,
  hu tane behisab lai lau chhu.

 6. perpoto said,

  June 6, 2013 @ 7:14 am

  કામ તો કોઇ કર્યું જ નથી….

  અચાનક ..બસ હું તો ફરવા આવ્યો છું..પંક્તિ યાદ આવી ગઇ..

 7. pragnaju said,

  June 6, 2013 @ 2:47 pm

  સ રસ ગઝલ

  તો પછી અમે પણ

  કરતી હતી જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
  લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

 8. bharat vinzuda said,

  June 7, 2013 @ 12:56 am

  એક તો નામ-ઠામ વગરના

  ને એને જે-તે યાદ આવી જાય એ માળું નવીન !

 9. હેમંત પુણેકર said,

  June 7, 2013 @ 2:54 am

  સુંદર ગઝલ!

 10. RASIKBHAI said,

  June 7, 2013 @ 9:22 pm

  ભરત્ભય ગુલાબિ ગઝલ અને કોઇ નિ યાદ્.મઝ આવિ ગૈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment