સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગિરીશ પરીખ

ગિરીશ પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગામડાનું બજાર - ગિરીશ પરીખગામડાનું બજાર – ગિરીશ પરીખ

ગામડાનું આ બજાર
હારમાળા શી ખડી દુકાનની, બે બાજુએ.
નવરંગી ‘સાઈનબૉર્ડ’ની અહીંયાં નથી વણઝાર ને
‘શો કેઈસ’ ને ‘શો વિન્ડોં’નાં ના કોઈ જાણે નામને
તોય વહે છે ગ્રાહકોની અહીં સદા વણઝાર
ગામડાનું આ બજાર!

અહીં સદાયે વ્હોરનારાઓની લાંબી હારમાળા
સાવ નાનાં ગામડેથી લોક આવે
ને ખરીદીમાં કલાકો અહીં ગુમાવે
અહીં શહેરના જેવી સડક ક્યાં?
અહીં તો ઊડે છે ને ચડે છે આસમાને ધૂળના ગોટા!

ને પેટીમાંથી શોધી કાઢી બંગડી
કોઈ ઉડાવે ધૂળ મોંથી ફૂંક મારી
આંખડી ઉંચી કરી જોતો એ પેલી યૌવના પર
એ આંખડીમાં વિષ નથી અમૃત છે
અખંડ હેવાતન તણું સૌંદર્ય છે
બંગડીને હાથથી એ લૂછતો
પ્રીતના સૌંદર્યને એ પ્રીછતો
આંખડીની વાત ને વિશ્વાસથી
એ બંગડીઓ વેચતો
ઝણકી ઊઠે એ બંગડી સૌભાગ્યનો શણગાર
ગામડાનું આ બજાર!

વધુ આગળ વાંચો…

Comments (7)