મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
બરકત વિરાણી 'બેફામ'

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચિરાગ ત્રિપાઠી

ચિરાગ ત્રિપાઠી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - ચિરાગ ત્રિપાઠીગઝલ – ચિરાગ ત્રિપાઠી

ફૂલની સાથે અણી તો જોઈએ
છે ગઝલ, એમાં ટણી તો જોઈએ

સ્વપ્ન છે, એક આંખમાં રહેતું હશે ?
એને જગ્યા બે ગણી તો જોઈએ

કો’ક આવીને ઈમારત બાંધશે
આપણે પાયો ચણી તો જોઈએ

હું ઈબાદત એટલે કરતો નથી
કોક એવી માંગણી તો જોઈએ

શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ
એક સુખને અવગણી તો જોઈએ

જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
એમ ગુજરાતી ભણી તો જોઈએ

-ચિરાગ ત્રિપાઠી

કેરીના રસની જેમ સીધીસટ્ટ ગળે ઊતરી જાય એવી મજાની રસદાર ગઝલ… ઈશ્વરની ભક્તિ નહીં કરવાનું કારણ પણ કેટલું મજાનું છે ! અને મને તો ગુજરાતી ભણાવવાની આ રીત પણ ખૂબ અસરદાર લાગી…

Comments (15)