સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.
વિવેક મનહર ટેલર

અભિનંદન, વિવેક !

ગુજરાતી ભાષામાં બે સામાયિકો એવા છે કે જેમાં પોતાની કવિતા પ્રકાશિત થાય તો કોઈ પણ કવિને ગર્વ થાય. એક છે ‘કવિતા’ અને બીજું છે ‘કુમાર’. વિવેકની એક સુંદર ગઝલ ‘કવિતા’ના છેલ્લા અંકમાં પ્રકાશિત થઈ છે. અભિનંદન, વિવેક ! 

વિવેકની વધુ રચનાઓ આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા પર માણી શકો છો.

2 Comments »

  1. જયશ્રી said,

    October 4, 2006 @ 9:54 AM

    વ્હાલા વિવેકભાઇ,
    ફરી એક વાર અભિનંદન…

    શૂન્ય પાલનપુરીનું એક મુક્તક, ખાસ તમારા માટે…

    પીડા શમી ગયાનું કદી છ્ળ નહીં કરે
    સેવાના કોઇ યત્નને નિષ્ફળ નહીં કરે
    સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર
    સાજા થવાની કોઇ ઉતાવળ નહીં કરે

  2. nilamdoshi said,

    October 5, 2006 @ 11:05 AM

    સ્વાતિનુ નક્ષત્ર લઇ ને કોઇ ક્ષણ તો આવશે….

    ખૂબ સુન્દર.અભિનન્દન વિવેકભાઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment