પુષ્ટ બનતું જાય છે એકાંત આ,
મન, સમાલી લે આ વધતા મેદને.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

વિશ્વ-કવિતા:૧૩: જીવન અને સેક્સ (હિન્દી)- દેવીપ્રસાદ વર્મા (અનુ. – સુરેશ દલાલ)

તું નહીં શકુન્તલા
હું નહીં દુષ્યન્ત
તું નહીં કામિની
હું નહીં કંથ
સાધારણ નારી-નર
આપણે નહીં અનંત
રોજી અને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત.
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.

– દેવીપ્રસાદ વર્મા
અનુ. સુરેશ દલાલ

3 Comments »

  1. pragnajuvyas said,

    December 11, 2007 @ 4:24 PM

    સુંદર કવિતા
    તેમાં સુરેશ દલાલ જેવાં ઘડાયલાએ કરેલું ભષાંતર-જાણે આપણા સમાજનાં
    સાધારણ નારી-નરની રોજની વાત
    સાધારણ નારી-નર
    આપણે નહીં અનંત
    રોજી અને રોટીના ચક્કરમાં
    જીવનનો અન્ત.
    (જીવ્યા વિના)
    મરણ પછી આપણે એકાંતમાં
    સેક્સ વિશે વિચારશું.
    નથી સમજાતું કે કોઇ લાગણીયોને
    આટલી સહજતાથી કેવી રીતે લખતું હશે ?

  2. ઊર્મિ said,

    December 13, 2007 @ 12:18 PM

    આધુનીક ઉષ્માહીન દામ્પત્ય જીવનની જ ઝલક નથી આ?

  3. Group2Blog :: Fourteen wonders of the world… said,

    December 14, 2007 @ 6:01 AM

    […] Hindi, India – Deviprasad Verma : https://layastaro.com/?p=987 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment