શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક ટેલર

મને ભૂલી તો જો…! – વિનોદ જોષી

મને ભૂલી તો જો,
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !

લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તું ય હજી આંજે અણસાર, અને મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !

છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !

-વિનોદ જોષી

મીઠ્ઠું-મધુરું ગીત ……

10 Comments »

  1. narendrasinh chauhan said,

    March 18, 2013 @ 3:09 AM

    છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
    થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય ભલે કહેવાતો બ્હાવરો;
    હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
    અતિ સુન્દર રચના હ્રુદય સ્પર્શિ

  2. Chandresh Thakore said,

    March 18, 2013 @ 10:22 AM

    મને ભૂલી તો જો…!
    તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો ! … અસ્સલ વિનોદભાઈ, અને ગમી જાય એવા મિજાસથી ભરપૂર પડકાર!

  3. Pravin Shah said,

    March 18, 2013 @ 10:27 AM

    સુંદર ગીત !

  4. RASIKBHAI said,

    March 18, 2013 @ 10:32 AM

    હોથ ન હિસબ નિ વાત વાહ વિનોદ્ભઐ મઝા આવિ ગૈ.

  5. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    March 18, 2013 @ 11:36 AM

    થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય ભલે કહેવાતો બ્હાવરો;
    હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !

    થોડા ઘેલા કહેવાય, કે થોડા બ્હાવરા !

    પણ હોઠના હિસાબ જે હૈયે હોય તો પણ… “વસૂલી તો જો “નું આહવાન ?
    કે જ્યાં હકિકત એવી છે, કે, ” મને ભૂલી તો જો…! કે પછી..”તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !” આ બધી વાત ” તુમ રુઠે રહો ! મૈં મનાતા રહું !”વાળી વાત ગીત નો હાર્દભાગ છે અને શ્રી વિનોદ જોષી નો મિજાજ પણ! ખરેખર બહુ મજાનું વળી મીઠ્ઠુ ગીત છે!

  6. pragnaju said,

    March 18, 2013 @ 11:38 AM

    સરસ ગીત
    છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
    થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય ભલે કહેવાતો બ્હાવરો;
    હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
    ખૂબ મધુર

  7. snehi parmar said,

    March 18, 2013 @ 1:43 PM

    છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
    વાહ વિનોદ ભાઈ.
    કાગલ …..ને કન્કોતરિ બનાવનાર કલમ્,
    વિનોદ જોશિ આપ્નિ ગેીત કવિતા માટે સૌભગ્ય્.

  8. M.D.Gandhi, U.S.A. said,

    March 18, 2013 @ 2:56 PM

    બહુ મસ્ત ગીત છે.

  9. jigna trivedi said,

    March 19, 2013 @ 2:32 PM

    ગીત માણવાની મજા આવી.

  10. La'Kant said,

    March 21, 2013 @ 2:43 AM

    એક દિલ તોડ આશિકની ખુમારી ?- ”
    “જેમ મારામાં હું ય ભરું ડાયરો ;”

    આ સ્વગત સંવાદ તો નહિ હોય ને ?

    હોઠ…હૈયું…હિસાબ..
    -લા’. ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment