પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની
રમેશ પારેખ

વિશ્વ-કવિતા:૦૭: ભાગીદારી (ટર્કી) – ફૈયાઝ કયકન

મારે ઘણા દુ:ખ છે
હું મારા બધા દુ:ખને સારી રીતે જાણું છું
અને એ બધા પણ મને સારી રીતે ઓળખે છે
અમને એકબીજા સાથે સારું બને છે
એ મને કનડે તે મને જરાય ખૂંચતું નથી

કોઈ વાર પુસ્તક વાંચતા વાંચતા
માથું ઊંચું કરીને હું
એમને સલામ કરી લઉં છું.

કોઈ નવી મુસીબત આવી પડે તો
એ બધા એમનું માથું ઊંચું કરીને
મારી સામે જુએ છે અને શાંત થઈ જાય છે.

– ફૈયાઝ કયકન

દુ:ખ માણસને એટલો બધો લાંબો સમય સાથ આપે છે કે એ પોતાના અંગત માણસ જેવા જ થઈ જાય છે. કેટલીક વાર તો એ એટલા પોતિકા થઈ જાય છે કે નવી મુસીબતમાં એ ભાગીદારી કરાવે છે. દર્દકા હદસે ગુઝર જાના… જેવી જ વાત છે પણ બહુ અંગત દૃષ્ટિકોણથી કરી છે.

2 Comments »

  1. વિવેક said,

    December 7, 2007 @ 2:38 AM

    વિશ્વ-કવિતાઓના ઉપક્રમે દેડકો કૂવામાંથી નીકળે અને જે આશ્ચર્ય અનુભવે એમાંથી સતત પસાર થઈ રહ્યો છું… લયસ્તરો માટે કવિતા પસંદ કરવા માટે ઢગલાબંધ પુસ્તકો અને કવિતાઓમાંથી પસાર થવાનો અનુભવ એક ઉત્ક્રાંતિ સમો લાગે છે… કવિતા તરફ જોવાની આખી દૃષ્ટિ જ બદલાઈ ગઈ જાણે…

  2. pragnajuvyas said,

    December 7, 2007 @ 4:36 PM

    આદિલ સાહેબને
    દુ:ખ કણસતા શબ્દનાં વ્યહવારનું.
    દુ:ખ અછડતા અર્થના વિસ્તારનુ.
    દુ:ખ પળેપળ શ્વાસનાં થડકારનું.
    દુ:ખ સમયની સાંકળોના ભારનું.
    તો માતરીને
    ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
    દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે
    ત્યારે બાલાશંકર તેને સહજતાથી
    દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
    જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
    બાકી ગઝલ કે મધુર ગીત…
    હૈ સબસે મધુર વો ગીત, જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ.
    જબ હદસે ગુજર જાતી હૈ ખુશી, આંસુ ભી નીકલતે આતે હૈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment