આપી દઉં – ઉદયન ઠક્કર
રૂપ રહેવા દે મ્યાન, આપી દઉં
ખંડણીમાં ગુમાન આપી દઉં
ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
આખે આખી દુકાન આપી દઉં
મોસમે પૂછ્યું, આંખ મિચકારી
‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’
પાનખર આવે તો ભલે આવે
એને પણ માન-પાન આપી દઉં
કાં તો ભમરાને ગાન ના આપું
કાં તો કળીઓને કાન આપી દઉં
બોલ્યા પંડિત પતંગિયું જોઇ
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’
– ઉદયન ઠક્કર
રમતિયાળ ગઝલ ……
Bhadreshkumar said,
February 24, 2013 @ 10:13 AM
Too Good. Let me have all comments.
Maheshchandra Naik said,
February 24, 2013 @ 2:24 PM
પાનખર આવે તો ભલે આવે
એને પણ માન-પાન આપી દઉં કેવી ઉદાત્ત ભાવની રચના……………….
ઉદારતાની સરસ વાત કવિશ્રીએ કરી છે………………
ધવલ said,
February 24, 2013 @ 3:09 PM
બોલ્યા પંડિત પતંગિયું જોઇ
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’
– વાહ !
pragnaju said,
February 24, 2013 @ 6:28 PM
સુંદર ગઝલ
પાનખર આવે તો ભલે આવે
એને પણ માન-પાન આપી દઉં
કાં તો ભમરાને ગાન ના આપું
કાં તો કળીઓને કાન આપી દઉં
વાહ્
વિવેક said,
February 25, 2013 @ 6:52 AM
પતંગિયુ તો ભઈ મજાનું ! લાગે રમતિયાળ પણ કેવી ચોટ છે ! આપણે પતંગિયાંઓને પકડી પકડીને ભણતર વગરના ભારથી જ્ઞાની જ બનાવવા બેઠા છીએ ને?
jigna trivedi said,
February 25, 2013 @ 9:41 PM
ખૂબ સુંદર ગઝલ .
Harshad said,
February 27, 2013 @ 7:45 PM
Bhai Khuba j Saras, like it.