જાય છે ? – રમેશ પારેખ
જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?
પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !
જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે.
ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.
તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.
તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.
– રમેશ પારેખ
JAFFER KASSAM said,
February 17, 2013 @ 7:06 AM
ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.
manilalmaroo said,
February 17, 2013 @ 7:27 AM
good
dr.jagdip said,
February 17, 2013 @ 7:48 AM
ક્યાં છે રમેશ….!!!!!!!!
ડૉ.મહેશ રાવલ said,
February 17, 2013 @ 8:01 AM
ર.પા.ની ભાવગુંથણી અને ચમત્કૃતિ સુધી લઈ જવાના કસબને સો સો સલામ…..
pragnaju said,
February 17, 2013 @ 9:17 AM
સરસ ગઝલના આ શેર
ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.
તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.
વાહ્
vijay joshi said,
February 17, 2013 @ 11:09 AM
યુ ટ્યૂબ ઉપર જગજીત સિંહ નો એક જૂની મુલાકાત જોવા મળી. એક સવાલના જવાબમાં એમણે ઉત્તર આપતા કહ્યું કે ઉર્દૂ/હિન્દી પછી સર્વોત્તમ ગઝલો ગુજરાતી ભાષામાં લખાય છે એની પ્રચીતી ૨.પા. ની આ ગઝલો વાંચતી વખતે થાય છે.
વિવેક said,
February 18, 2013 @ 2:23 AM
सरस !
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
February 18, 2013 @ 10:06 AM
તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.
પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !
અને છતાં …. જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ? અને જવાબ પણ શ્રી રમેશ પારેખે આપીજ દીધો !
જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે. આંતર વલોણું ની ગરજ સારતી ( કે શારતી ?) ગઝલ છે!
sudhir patel said,
February 18, 2013 @ 10:34 AM
ખૂબ જ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
rajesh mahant said,
February 18, 2013 @ 11:53 AM
ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે
મારી ગમતી ટોચની બે પન્ક્તિઓ.
Maheshchandra Naik said,
February 20, 2013 @ 4:39 PM
સરસ ગઝલ, શ્રી રમેશ પારેખને શ્રધ્ધાસુમન……………
shivani shah said,
June 8, 2017 @ 2:19 PM
“તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.”
વાહ કવિ ! સુન્દર શેર ! વિચાર કરતા કરિ મુકે એવો !