ભટકે છે – બરકત વીરાણી ‘બેફામ’
વીતેલ પ્રસંગો એ રીતે જીવનની કથાના ભટકે છે,
જાણે કે મારા પુસ્તકના ફાટેલાં પાનાં ભટકે છે .
રસ્તા જ જગતના છે એવા,સૌ મોટા-નાના ભટકે છે,
કોઈ ભટકે છે છતરાયા,તો કોઈ છાના ભટકે છે .
સૌ વિહ્વળ છે, સૌ ચંચળ છે,કેવળ સૌનાં નોખાં સ્થળ છે,
રણમાં દીવાના ભટકે છે,ઉપવનમાં દાના ભટકે છે .
એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .
આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .
– બરકત વીરાણી ‘બેફામ’
pragnaju said,
February 11, 2013 @ 1:18 PM
આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .
વાહ્
perpoto said,
February 11, 2013 @ 10:53 PM
તુ ગયો પછી
ભટકે યાદો હવે
શ્વાસે નિઃશ્વાસે
વિવેક said,
February 12, 2013 @ 12:27 AM
સુંદર ગઝલ…
Suresh Shah said,
February 12, 2013 @ 4:35 AM
અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .
અસંતુષ્ટ જીવો ની વાત માત્ર નથી. કાંઈ કેટલુય ન પામી શકવાની વાત છે. સમય ઓછો પડે છે કે જીજિવિષા મોટી છે વીરાણી સાહેબનની રચના માટે કોમેન્ટ ક્રરવાની ક્ષમતા નથી.
એનો તો રસ માત્ર પી શકાય એ જ ઘણુ છે.
આસ્વાદ કરાવવા માટે આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર
jagdish48 said,
February 12, 2013 @ 7:15 AM
છેલ્લી પંક્તિઓ ‘જીવન’ નો અર્ક !
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
February 12, 2013 @ 9:26 AM
આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે
નામ ઃ- બરકત = ગુજરાતી માટે અર્થ અજાણ્યો નથી!
અટકઃ- વીરાણી = ટી.વી. સીરીયલો માં વીરાણી પરિવાર અને નાણાવટી પરિવાર જેમ લબ્ધ પ્રતિષ્ઠિત
છે , તેમ , શબ્દો ના તેમ અર્થ ની અભિવ્યક્તી ના સ્વામી કહો તો પણ ઓછું પડે!
તખલ્લુસ ઃ- ” બેફામ ! બેફામ ? નહીં તે અર્થ માં નહીં , હિંમ્મતવાન કે બૉલ્ડ ના અર્થ માં એમની
રચના હોવી ,તે તેમની આગવી ઓળખ છે , જેવી રીતે ” ગની દહીંવાલા” ની ઓળખ ર્હદ્યસ્પર્શી છે, એવું જ સમજો ને! રહી વાત ટીપ્પણી ની તો હું શ્રી સુરેશ શાહની બરોબ્બર પાછળ જ છું!
kartika desai said,
February 12, 2013 @ 1:58 PM
Dhavalbhai,Jay Shree Krishna.
aapno aajno din khushrang ho.
sundar gazalno tame aasvaad karavyo!!!
Maheshchandra Naik said,
February 13, 2013 @ 7:31 PM
બેફામ સાહેબની ગઝલ તેમની વિશીષ્ટ ઓળખ બની રહે છે…….
narendrasinh chauhan said,
February 14, 2013 @ 3:29 AM
એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .
અત્યત સરસ
Jigar said,
March 5, 2016 @ 8:51 AM
Wah wah wah
Adbhut rachna !!
એક એક શેર લાજવાબ