નડતર – જવાહર બક્ષી
જો ચાલવા ચાહીશ તો રસ્તો થઈ જશે,
પગલાં જો હું ભરીશ તો નડતર હટી જશે.
નિષ્ફળ જશે આ રણ, મને તરસાવવામાં પણ,
રેતીની પ્યાસ આખરૅ મૃગજળને પી જશે.
– જવાહર બક્ષી
જો ચાલવા ચાહીશ તો રસ્તો થઈ જશે,
પગલાં જો હું ભરીશ તો નડતર હટી જશે.
નિષ્ફળ જશે આ રણ, મને તરસાવવામાં પણ,
રેતીની પ્યાસ આખરૅ મૃગજળને પી જશે.
– જવાહર બક્ષી
RSS feed for comments on this post · TrackBack URI
perpoto said,
January 30, 2013 @ 3:31 AM
ચાલવા ચાહીશ….
pathless
journey without road
birds are on the tree
Suresh Shah said,
January 30, 2013 @ 4:46 AM
મનોબળ અને આત્મવિશ્વાસની વાત છે.
મન હોય તો માંડવે જવાય ….
– સુરેશ શાહ, સિંગાપોર
Chetan V Bhanushali said,
January 30, 2013 @ 7:28 AM
જવાહર ભાઈની આ કવિતા એકદમ સાચી છે.
માણસ ધારે તે બધું જ કરી શકે તેમ છે.કોશિશ કરનાર નડતર ને તક સમજી એમાંથી રસ્તો કાઢવાની ઝુંબેશ ચલાવે છે.
જો મને મારી કવિતાઓ પોસ્ટ કરવી હોય તો હાવ ટૂ ડુ??
મને જણાવો.
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
January 30, 2013 @ 1:25 PM
હિંમ્મત અને આત્મવિશ્વાસ છલ્લો છલ્લ ઉભરાતો હોય એ સોરઠ ના પાણી નો પ્રતાપ બીજુ શું ?!રસ્તો બનાવવો પડે!આગળ વધતા નડતર પણ હટી જાય એ મિજાજ જ પ્રેરક છે,
Maheshchandra Naik said,
January 31, 2013 @ 5:25 PM
આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ આસમાનને પણ પામી શકે છે, સ્રરસ વાત ટુંકમા કહી દેતી કવિતા……………………..