કહ્યું કોઈનું એ નથી માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના
– સંજુ વાળા

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે !
કાં પછી સમજણનો કાયમ હોય છે !

ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી,
દબદબો તો રણનો કાયમ હોય છે !

કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..
પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે !

ચાસ ચહેરા પર સમય પાડે અને-
વાંક કાં દરપણનો કાયમ હોય છે ?

સાવ સાચી વાત કરવી હોય પણ,
ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે !

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક ગઝલો વાંચીએ અને આખો દિવસ સુધરી ગયાનું અનુભવાય… એક genuine poetry હાથમાં આવે ત્યારે એક આખો ખજાનો જડી આવ્યાનું અનુભવાય… આ ગઝલ વાંચો.. ફરી ફરીને વાંચો.. અને જુઓ, કે તમારી અંદર શાતાની લહેરખી દોડે છે કે નહીં?!

 

22 Comments »

  1. dr.ketan karia said,

    January 31, 2013 @ 3:28 AM

    ખરા અર્થમાં સરળ અને ગમી જાય તેવી ગઝલ લક્ષ્મીબેન.

  2. SURESHKUMAR G VITHALANI said,

    January 31, 2013 @ 3:36 AM

    AN EXCELLENT GAZAL . I LIKED IT A LOT. THANKS.

  3. Suresh Shah said,

    January 31, 2013 @ 4:26 AM

    વાંક કા દર્પણનો કાયમ હોય છે?
    તમારા ચહેરા પર પડેલા ચાસ દેખાડે છે.

    સુંદર રચના.

    આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  4. Jayshree said,

    January 31, 2013 @ 5:10 AM

    સાવ સાચી વાત કરવી હોય પણ,
    ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે ! 🙂

  5. perpoto said,

    January 31, 2013 @ 6:05 AM

    સાવ સાચી વાત કરવી હોય પણ….

    સૂરજ ઢળે

    આથમે સગપણ

    મૌન વગડો

  6. ડૉ.મહેશ રાવલ said,

    January 31, 2013 @ 7:01 AM

    બહુજ સાચી વાત કરી વિવેકભાઇ,
    ખરેખર સરસ ગઝલ બની છે.ભાષાની સરળતા દરેક શેરને સહજ બનાવે છે.
    -અભિનંદન લક્ષ્મીબેન.

  7. PRAGNYA said,

    January 31, 2013 @ 8:15 AM

    કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..
    પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે ! ખુબ સરસ!!!

  8. સુનીલ શાહ said,

    January 31, 2013 @ 8:27 AM

    લક્ષ્મીબેનની મને ગમતી, સુંદર ગઝલ.

  9. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    January 31, 2013 @ 8:35 AM

    અરીસો-દરપણ જેવું હોય તેવુંજ દાખવે.ચહેરા પર ના ચાસ વિતેલા સમયના અનુભવ દર્શાવે છે!

    જેમાં કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..અને…. તે

    ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે !કાં પછી સમજણનો કાયમ હોય છે !

    સાચી વાત કહો તો..ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે ! આટલી કબુલાત પૂરતી જ છે! બરોબર ને!?

  10. Paras Sutariya said,

    January 31, 2013 @ 9:54 AM

    પ્રેમી પંખીડા ને મળવુ તો ઘણુ હોય છે,
    પણ ડર સમાજ નો કાયમ હોય છે.

  11. gunvant thakkar said,

    January 31, 2013 @ 10:47 AM

    સરળ બાની, સચોટ અભિવ્યક્તિ.ખુબ સુન્દર..

  12. pragnaju said,

    January 31, 2013 @ 10:54 AM

    ચાસ ચહેરા પર સમય પાડે અને-
    વાંક કાં દરપણનો કાયમ હોય છે ?

    સાવ સાચી વાત કરવી હોય પણ,
    ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે !
    સરસ
    યાદ
    કોઈ દેખાતું નથી પણ સાથ કાયમ હોય છે;
    ચિતપરિચિત નિત નવી શ્વાસોમાં સોડમ હોય છે.

  13. vijay joshi said,

    January 31, 2013 @ 2:44 PM

    વિવેકભાઈ
    તમારા મંતવ્ય સાથે હુ સંપુર્ણ સહમત છુ. આટલી સુંદર ગઝલ પ્રકાશિત કરવા બદ્દ્લ તમારા અને કલ્પ્યા બદ્દ્લ લક્ષ્મીબેન ના અનેક આભાર.
    યાદ આવ્યું…..ડેવિડ પર્કુલ લિખિત્….
    My reflection shows the outside,
    Only I see deep within.
    I see the man I really am,
    Complete with all my sin.

  14. અલ્પ જીવ said,

    January 31, 2013 @ 9:27 PM

    શબ્દ અને લાગન્નિ ના લક્શ્મી ને ખુબ ખુબ અભિનન્દન……………

  15. rekha said,

    February 1, 2013 @ 12:28 AM

    વાહ્…બહુ ગમી….

  16. P. P. M A N K A D said,

    February 1, 2013 @ 1:03 AM

    I liked much not only this Gazal, but also the share of Mariz on the Heading as also the quotation shared by Shri VIJAY JOSHI. In fact, if you can kindly convey Shri Joshi, convey him my congratulations on his superduper quote !

  17. Maheshchandra Naik said,

    February 1, 2013 @ 2:09 AM

    સ્રરસ અફલાતુન ગઝલ, શબ્દો સોંસરા મનમા ઉતરી જાય છે, દરેક શેર લાજવાબ છે,શ્રી લક્ષ્મીબેનને અભિનદન,,,,,,,

  18. naresh solanki said,

    February 1, 2013 @ 4:36 AM

    કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..
    પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે !

    ખુબ સુન્દર્…………

  19. vijay joshi said,

    February 1, 2013 @ 8:02 AM

    @Mr Mankad Thanks

  20. La' Kant said,

    February 2, 2013 @ 6:12 AM

    ” દિવસ સુધરી ગયાનું અનુભવ…” સાવ સાચ્ચી વાટ !
    આભાર!

  21. લક્ષ્મી ડોબરિયા said,

    February 7, 2013 @ 8:34 AM

    AaTla sundar pratibhav aapine protsahit karva badal sau ni aabhari chhu. layastaro ane vivekbhai no pan khas aabhar..aapna nimitte mara shabdo sacha bhavko sudhi pahoche chhe ane vadhare saru karvani prerna pan male chhe.

  22. L a' Kant Thakkar said,

    July 18, 2016 @ 11:10 AM

    સુંદર…’LD’….આતિષ હૈદ્રાબાદીનો “કાગળ પર નદીઓ ઉતારી” ,માત્ર કાવયિત્રીશાયરઓનો ગઝલ- સંગ્રહ યાદ આવ્યો.અભિનંદન સંકળાયેલા સહુ સ-હૃદયી શ્રદ્ધાળુઓને.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment