ગઝલ – મકરંદ દવે
કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને?
વિચારું છું, કદાચ ઓળખીય જાઉં મને.
વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.
ગમ્યું છે ખૂબ કહી જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.
સહીશ આંસુ રુદન દોસ્ત બધાં હું તારા
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું કયા વદને !
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.
ચલો, આ વાત વધારી જવામાં માલ નથી
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.
– મકરંદ દવે
સાંઈ-કવિ મકરંદ પાસેથી રોમ-રોમ પુલકિત થઈ ઊઠે એવી ગઝલ મળે ત્યારે બે-ચાર છંદ-દોષ સામે આંખ-આડા કાન કરવા પડે… દરેક શેર બે ઘડી પાસે ઊભા રહી પંપાળવા પડે એવા…
Rina said,
February 8, 2013 @ 1:03 AM
Beautiful. …awesome
suresh shah said,
February 8, 2013 @ 3:16 AM
sai shri makrand na star ni gazal.
man bhari mani.
perpoto said,
February 8, 2013 @ 6:52 AM
ગંધ હવામાં
ડાઘુઓ ગયાં પછી
ધુપની ભળે
pragnaju said,
February 8, 2013 @ 8:06 AM
ખૂબ સુંદર ગઝલ
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું કયા વદને !
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.
વાહ
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
February 8, 2013 @ 8:59 AM
દરેક શેર બે ઘડી પાસે ઊભા રહી પંપાળવા પડે એવા…
ચલો, આ વાત વધારી જવામાં માલ નથી
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.
ચોક્કસ! આંખ-આડા કાન કરવા પડે… એમ હિસાબે ચાર કાન પણ ઓછા પડે…જ્યારે….
સાંઈ-કવિ મકરંદ પાસેથી રોમ-રોમ પુલકિત થઈ ઊઠે એવી ગઝલ મળે ત્યારે!!
Harshad said,
February 8, 2013 @ 1:03 PM
Makarandbhai;
Khub j Sundar !!!
Like it and Loved it!!
vijay joshi said,
February 8, 2013 @ 2:21 PM
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું કયા વદને !……. સુન્દર
યાદ આવ્યું મારું એક અછાન્દસ…..
– ચિતા –
અગ્નિદાહ આપી તને,
જોયું મેં પાછું વળી,
શરીર એકલું
ચાલતું’તું મારું,
જીવ ચિતામાં,
બાળી……….વિજ્ય જોશી
Maheshchandra Naik said,
February 8, 2013 @ 3:45 PM
જીવન પ્રત્યેનો વિષેશ ભાવ પ્રગટ કરતી મૃત્યુ પહેલાની અનુભુતીની વાત કરતી રચના, કવિશ્રી સાંઈ મકરંદ દવેને શ્રધ્ધા સુમન…………………….