(સૌભાગ્યવતી યાદ) -પન્ના નાયક
તારી સાથે
ગાળેલી
રમ્ય રાત્રિની
સૌભાગ્યવતી યાદ
ફરી થનારા પ્રગાઠ મિલન સાથે
સંવનન કરતી હતી
ત્યાં જ
કાયમી વિરહના
અચાનક ઊમટેલા
વંટોળિયાના
એક જ સુસવાટે
ઉથલાવી
તોડીફોડી નાંખી
કંકુની શીશી…
હવે ઢોળાયેલા કંકુને
વાગે છે
નર્યા કાચ…
-પન્ના નાયક
pragnajuvyas said,
November 19, 2007 @ 9:13 AM
સચોટ અસર કરનારું, અજીકના સ્વજનમાં જોયેલું ,અછાંદસ કાવ્ય મન ડહોળી ગયું.
ભાવના શુક્લ said,
November 19, 2007 @ 10:57 AM
ડહોળાયેલા મનથી શુ લખી શકાય???
kanchankumari parmar said,
October 12, 2009 @ 4:44 AM
ભિના ભિના સપનો ને હું હજુ હાથ મા લૈને પંપાળુ તે પહેલા તો ઉના ઉના વાયરા બધુયે સમેટિ ગયા ….
Anil Shah.Pune said,
November 13, 2020 @ 11:51 PM
શીશી કંકુ ની તુટીને,
ઝખમ કપાળે થયું,
તારૂં જાવું મિલન પહેલાં,
જાણે નર્યું વાવાઝોડું ફરી વિરહનું ફૂંકાયું,
પ્રતિમ સંવનન ના દીવસો
કાયમી ધોરણે જાણે મરણ પામ્યા……