તાપણું તો છે બહાનું નામનું,
આમ બાકી ત્યાં ઘણું રંધાય છે.

ભરત ભટ્ટ ‘પવન’

ગઝલ -મનહર મોદી

એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા

જિંદગી છે દાખલો વ્યવહારનો
પ્રેમ પર આડા ઊભા લીટા થયા

મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા

એમણે મુજ સ્થાન સમજાવી દીધું
આંગળીથી નખ કરીને વેગળા

એમની આંખોથી ઘર ખાલી કરું
કોઈ દર્શાવો મને એવી જગા

-મનહર મોદી

4 Comments »

  1. સુનીલ શાહ said,

    November 12, 2007 @ 8:59 AM

    સુંદર ગઝલ..છંદ વીધાનનો ય આ રીતે અસરકારક ઉપયોગ કરી શકાય છે તે પ્રથમવાર જોયું–જાણ્યું.

  2. pragnajuvyas said,

    November 12, 2007 @ 10:25 AM

    મનહર મોદીની છંદ વિધાનથી શરુ કરેલી ગઝલ તેમનો પરિચય અસરકારક રીતે આપે છે.
    તેમાં આ ત્રણ શેરો —
    મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
    મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા…મૌનનો પ્રભાવ
    એમણે મુજ સ્થાન સમજાવી દીધું
    આંગળીથી નખ કરીને વેગળા…સંસાર પર વિરક્તિભાવ
    એમની આંખોથી ઘર ખાલી કરું
    કોઈ દર્શાવો મને એવી જગા…’વો જગા બતાદે જહાં ખુદા ન હો!” જેવી સંત વાણી.
    તેઓ માનતા કે “જૈન મુનીઓને હાથે થયેલી આ સાહીત્ય ઉપાસનાએ આપણા સહિત્ય પ્રવાહને વહેતો રાખ્યો છે” તેમણે તેમની જ રચનાઓમાં આધ્યાત્મિક તરફની ગતિ વર્ણવતા કહ્યું છે
    “આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.
    મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું.
    બુધ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
    દીવાનગીને આજ હવે શાણપણ કહ્યું
    પાંપન બીડીને સોણલું આવે તો જાણજો,
    છાયાની સાથ તેજનું એકીકરણ થયું.
    -પછીની સ્થિતી
    ઊર્મિઓ એમાં પાય પખાડી રમી શકી
    અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.
    અને પ્રેમની પાવકજ્વાળાનો અનુભવ
    હો ટૂકડો તો એની મઝા માણીએ,
    આ અખો અનુભવ તો અંગાર છે.
    અને અવર્ણિયનું
    વિચારો તો પેંસીને નીકળી ગયા
    આ શબ્દોય લુચ્ચાના સરદર છે.
    .તેઓએ કાફિયાઓની એક સાંકળ રચવાનો પ્રયોગ કરી સરસ ભાષા અને સીધી રજૂઆતવાળી પણ ગઝલો લખી છે. સહજ લાગણીઓ અને આશાઓને એક બીજી બાજુ પણ અચૂક હોય જ છે એમણે વારંવાર સુખને ‘બિચારું’ બની ગયેલું જોયું છે. તેથી
    આંખમાં આંસુના ખુટે
    દરિયાની સમઝણ બાંધુ છું
    આંખમાં અકબંધ અજવાળું વસે
    સ્વપ્નને કાજળ થવાનું હોય છે
    તેમને જાતે સાંભળ્યાની ન વિસરાય તેવી સ્મૃતિ છે

  3. ભાવના શુક્લ said,

    November 13, 2007 @ 12:38 PM

    એમની આંખોથી ઘર ખાલી કરું
    કોઈ દર્શાવો મને એવી જગા
    ………………………………………..
    શબ્દે શબ્દથી કવિનો ભાવનાત્મક પરિચય થ રહ્યો છે.

  4. ashok b zala said,

    October 23, 2014 @ 6:29 PM

    ashok b zalag

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment