ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.
ખલીલ ધનતેજવી

હેમંતની સાંજ – યૉસેફ મેકવાન

ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યના કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.

એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.

-યૉસેફ મેકવાન

હેમંત ઋતુની એક સાંજનું સુલેખ શબ્દાંકન. આથમતા સૂર્યના કિરણોનું ડાળીઓ પર ચોંટી જવું, રસ્તાનું ટૂંટિયું વાળીને શાંત પડી રહેવું, બરફ જેવા ઠંડાગાર આકાશને લઈને વહેતો વાયુ અને કાનમાં બરફના કરાની જેમ વાગતો પંખીનો અવાજ- આ કલ્પનોની વાગ્મિતા હેમંતની ધૂંધળી સાંજની ઠંડીને પ્રત્યક્ષ કરી આપે છે જાણે.

3 Comments »

  1. pragnajuvyas said,

    November 15, 2007 @ 10:17 AM

    ભગવતીભાઈની તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે ને
    આશ્વાસન આપતું ,યૉસેફ મેકવાનનું હેમંતની સાંજ
    જાણે અમારા મેરીલેન્ડમાં ફરતા ફરતા લખ્યું હોય,
    તેમાં આ પંક્તીઓ
    ‘વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;
    ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
    થૈ કરો કાનમાં વાગતો.’
    …ફોલમાં જેકેટ કેમ પહેરું હું-નો ઉત્તર!

  2. ભાવના શુક્લ said,

    November 15, 2007 @ 3:12 PM

    સાંજનુ શબ્દચિત્ર કહોને કે કાવ્યચિત્ર એટલુ રમ્ય બન્યુ છે કે જાણે કોઇ અચાનક ટહેલતી મસ્તરામ સખીને રમત માજ કહી દીધુ STOP!!!!! (મારા બાબાને બહુ મજા આવે છે સ્ટોપ – ગો રમવાની) પણ આ કાવ્યને કોઈરીતે કહી શકાય કે GO!!!

  3. ઊર્મિ said,

    November 15, 2007 @ 5:05 PM

    એકદમ હાચ્ચું ભાવના…

    એક હૂબહૂ-અદભૂત-તાદશ શબ્દ-ચિત્ર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment