શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
વિવેક મનહર ટેલર

ગઝલ – હેમંત ધોરડા

એકધારો ધીમે ધીમે રૂમમાં પંખો ફરે,
બલ્બનો અજવાસ મૂંગો ભીંતથી ખરતો રહે.

ધૂંધળાતા ધૂમ્રસેરોમાં વિખેરાતા શબદ,
એક કાગળ કોરો કાળા મેજ પર કોરો રહે.

લાકડાની બારી,બારીનો જરા તૂટેલો કાચ,
એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે.

પરદા છેડા પરથી ફાટેલા જરા હલતા નથી,
એક અટકેલો સમય પણ ના હલે કે ના ચાલે.

છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.

-હેમંત ધોરડા

એક ઓરડામાં આખું ભાવવિશ્વ ખડું કરતી અનોખા અંદાઝની એક સશક્ત ગઝલ….

12 Comments »

  1. Rina said,

    December 23, 2012 @ 3:21 AM

    લાકડાની બારી,બારીનો જરા તૂટેલો કાચ,
    એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે.

    છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
    અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.

    Beautiful ……

  2. deepak said,

    December 23, 2012 @ 3:41 AM

    સાચેજ… અનોખા અંદાઝની અનોખી ગઝલ….

  3. ડૉ.મહેશ રાવલ said,

    December 23, 2012 @ 7:42 AM

    આજના કવિના ભાવવિશ્વને વિસ્તારતી નવા પ્રતિકો ,નવી જ અભિવ્યક્તિ અને નવા જ સ્વરૂપે પ્રસ્તુત ગઝલ, આવકાર અને અભિનંદન બન્નેની અધિકારી છે….

  4. urvashi parekh said,

    December 23, 2012 @ 8:36 AM

    અલગ જ સ્વરુપે સરસ ભાવાભીવ્યક્તી.
    લાકડાની બારી અને આછુ સ્મરણ,
    અણકથી વાત નુ ગુંગળાવુ,
    બહુ ગમ્યુ.અભીનન્દન.

  5. perpoto said,

    December 23, 2012 @ 9:31 AM

    એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે….સુંદર ક્લ્પન
    સમય પર સ્મરણના ઉઝરડા પડે…

  6. Dr. J k nanavati said,

    December 23, 2012 @ 9:44 AM

    છોલતાં પેંસિલ અમોને કંઈક એવું થાય છે
    ક્ષણ અને ઘટનાની ધારે જીંદગી છોલાય છે

    શ્વાસ છે લોલક સમા, જીવન દીસે ચાવી રૂપે
    કોણ જાણે કોણ કોનાથી સતત લંબાય છે

    જોડણીની હર ક્ષતિ આરામથી ભૂંસી શકું
    પણ તમે કર્મો કરેલા એમ ક્યાં ભૂંસાય છે

    ઘર ભરી દો આજ ખુશ્બુથી, અમે કાલે નથી
    જીંદગી કેવી જીવો, એક ફુલ પણ કહી જાય છે

    દાદ પામે હર ગઝલ, એવું ખુદા મુમકીન નથી
    હુંય છું તારી ગઝલ, ક્યા એટલી વંચાય છે…!!!!

  7. Maheshchandra Naik said,

    December 23, 2012 @ 10:44 AM

    અણકથિ અનુભુતી ની અનોખી અભિવ્યક્તિ,અભિનદન અને આભાર

  8. pragnaju said,

    December 23, 2012 @ 1:50 PM

    છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
    અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.
    સ રસ
    યાદ
    શાંત જળમાં કાં, અમસ્તો આપ ફેંકો કાંકરો ?
    મૌન છું મુંગો નથી, આચાર ઉત્તમ સત્યનો,
    જો અધર ખુલશે અચાનક, અર્થ મળશે આંકરો
    ઘાત-પ્રત્યાઘાતનાં ફળની ના અણકથી,
    કાચનાં ઘર છે છતાં, શાને પરસ્પર ઘા કરો ?
    પાનખરને નામ આપો ના નિરાશાનું કદી,

  9. Pravin Shah said,

    December 23, 2012 @ 9:33 PM

    એક અટકેલો સમય પણ ના હલે કે ના ચાલે….

    ભાવવિશ્વની અનોખી ભાત ઉપસાવતી સુંદર ગઝલ !
    અભિનંદન !

  10. Maheshchandra. Naik said,

    December 24, 2012 @ 12:49 AM

    ઑરડાંમા અનુભવાતી વિચારધારાની સરસ ગઝલ……….

  11. વિવેક said,

    December 25, 2012 @ 12:35 AM

    સુંદર ગઝલ…

  12. tarunkumar raval said,

    December 27, 2012 @ 7:21 AM

    ખુબજ સરસ રચ્ના..પ્રગતિના સોપાન સર કરો તેવઇ અન્તહકરન નિ શુભકામ્ના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment