હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.
હેમંત પૂણેકર

ઘડપણ – કિરણસિંહ ચૌહાણ

તારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે

એના સમયે આવે.

– કિરણસિંહ ચૌહાણ

10 Comments »

  1. shaileshpandya BHINASH said,

    February 23, 2008 @ 4:35 AM

    very good…………..kiran

  2. pragnaju said,

    February 23, 2008 @ 12:15 PM

    ભકત કવિ નરસિંહ મહેતાએ ગાયું :
    ”ઘડપણ કોણે મોકલ્યું ?
    જાણે જોબન રહે સૌ કાળ,
    ઘડપણ કોણે મોકલ્યું ?
    ”ના, બાળપણ કે જોબનિયું કાયમ રેહતું નથી. જીવનની આ સચ્ચાઇ તરફ ગાફેલ રેહનારા લોકો ઘડપણના વિચાર માત્રથી ગભરાઇ જાય છે,પણ એવું વિચારવું નહિ જોઇયે.
    તે વાત સરળ અછાંદસમાં સરસ રીતે રજુ થઈ

  3. ધવલ said,

    February 23, 2008 @ 12:35 PM

    બહુ સરસ !

  4. ઊર્મિ said,

    February 23, 2008 @ 5:27 PM

    વાહ… પહેલાં ૧૬ લીટીની અદભૂત ભૂમિકા બાંધી અને પછી છેલ્લી ત્રણ લીટીમાં કેટલું બધું કહી દીધું!

  5. sures parmar said,

    February 24, 2008 @ 3:26 AM

    khub saras

    kiranbhai……

  6. Pinki said,

    February 24, 2008 @ 10:35 AM

    વાર્ધક્યને વધાવી લેવાનું સરળ નથી,
    વધાવવાની આ માર્મિક વાત ખૂબ સરળ અને સહજ રીતે રજૂ કરી ….
    ખૂ….. બ જ સરસ !!

    અને અંતમાં પણ માર્મિક ચોટ…. !!

  7. Jitu chudasama 'jit' said,

    February 24, 2008 @ 11:58 PM

    ઘડપણને હસતા હસતા વધાવી લેવાની અદભૂત શકિત……

  8. અનામી said,

    November 29, 2008 @ 1:21 PM

    અદભુત!

  9. Vikram jodhani said,

    May 28, 2010 @ 4:59 AM

    વાહ્…
    પુજ્ય પાન્ડુરન્ગ શાસ્ત્રી કહેતા, “સમાજ ને શુ જોઇયે ચ્હે, તે જોઇને જે લખે તે વિદુશક; પરન્તુ સમાજને શેની જરૂર ચ્હે, તે જોઇને લખે તેનુ નામ વિદ્વાન..!”

    ‘વિદ્વાન’ની આ વ્યાખ્યામા બન્ધ બેસતુ નામ ઍટલે ‘કિરણ ચૌહાણ’…

  10. vasant shah said,

    January 16, 2013 @ 4:23 AM

    VAL KHARE TO KHARVA DEJO,
    DANT HALE TO HALVA DEJO,
    DHOLA AAVYA MATHE BAPU,
    BAS HAVE TO SAKHNA REJO !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment