મૌનનો પડઘો : ૧૩ : ચિંગ-ટિ’ન્ગ પર્વત પર ઝાઝેન – લી પો
આકાશેથી પક્ષીઓ અદ્રશ્ય થઈ ગયા છે.
છેલ્લું વાદળું વરસી ચૂક્યું છે.
ભેગા બેઠા રહીશું, પર્વત અને હું,
જ્યાં સુધી બાકી રહે માત્ર પર્વત.
– લી પો
ઝેન ઘર્મમાં રોજ ધ્યાનમાં બેસવાનો મહિમા છે. એને ઝાઝેન કહે છે. ઝાઝેનના અનુભવને વર્ણવતું આ ગુરુ લી પો નું કાવ્ય, ઝાઝેનની વિભાવનાને બહુ માર્મિક રીતે સમજાવે છે.
ઝાઝેનના પહેલા સ્તરે પક્ષીઓ અને વાદળો – એટલે કે ખલેલ પહોંચાડે એવું બધું – ચિત્તમાંથી અદ્રશ્ય થઈ જાય છે. મન દરેક જાતના વિક્ષેપને અતિક્રમી જાય છે. એ પછી બચે છે બસ પર્વત અને જાત. અને ઝાઝેનના અંત સુધી એમાંથી માત્ર પર્વત બાકી રહે છે. જાતનો સંપૂર્ણ લોપ થાય છે. દર્શક જાતે જ દ્રશ્યમાં મળી જાય છે. મન જગતને એના સાચા સ્વરૂપે -પોતાની જાતના પણ વિક્ષેપ વિના- જોવા માટે સજ્જ થઈ જાય એ ઝાઝેનનું ધ્યેય છે.
વિવેક said,
December 11, 2012 @ 2:17 AM
ક્યા બાત હૈ !
ખૂબ જ સરસ કવિતા…
perpoto said,
December 11, 2012 @ 2:50 AM
લી પો ૧૨૦૦ વર્ષ પુર્વે થઇ ગયા.Ezra Poundનાં ભાષાંતરે westમા ખ્યાત થયાં.
તેમના વિષે કેહવાય છે,
Winds of Immortals,bone of the Tao.
perpoto said,
December 11, 2012 @ 6:27 AM
લાગે છે વાંચકો ઝેનથી ધરાય ગયાં છે,મૌન પડઘા સંભળાય છે…..
વિવેક said,
December 11, 2012 @ 7:43 AM
@ perpoto:
સારી કવિતાના વાચકોના ટોળા હોય એવી અમારી અપેક્ષા પણ નથી… “મરીઝ”નો એક શેર યાદ આવે છે:
ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.
Rekha Sindhal said,
December 11, 2012 @ 8:02 AM
પર્વતને મનની કુદરતી સ્થિરતાના પ્રતિક તરીકે અને પક્ષીઓને મનના વિચારો તથા વરસાદને પ્રેમના પ્રતિક લઈએ તો વિચારો અને પ્રેમ અદ્રશ્ય થયા પછીની સ્થિરતા એવી પ્રબળ છે કે જાત વિલોપ થાય છે તો પણ સ્થિરતા તો એમની એમ જ રહે છે. એના સાંનિધ્યમાં જાત વિલોપ થાય તે પરમઆનંદની પળ દર્શાવતું અતિ સુંદર કાવ્ય અને તેવો જા સુંદર અનુવાદ. મૌનના પડઘા મૌનમાં વિરમે તેથી મૌન તૂટે નહી…. હજુ વધુ ઝેન કવિતાઓની આશા સહ….
Rina said,
December 11, 2012 @ 11:15 PM
beautiful….
saumil said,
December 12, 2012 @ 12:00 AM
એટલું બધું ભાર કદી હોતું હશે , એક પારેવું વાદળ ભરું રોતું હશે આ ગીત ના શબ્દો અથવા એની લીંક મોકલવા વિનંતી ….
વિવેક said,
December 12, 2012 @ 12:13 AM
@ સૌમિલ:
આપને ગમતા ગીતની લિન્ક આ રહી: http://tahuko.com/?p=13389
જે રચના આપ માણવા માંગતા હો એની પંક્તિ ટાઇપ કરીને ગૂગલ-સર્ચ કરશો એટલે એ મળી જ આવશે…
કુશળ હશો.
pragnaju said,
December 12, 2012 @ 11:34 AM
ભેગા બેઠા રહીશું, પર્વત અને હું,
જ્યાં સુધી બાકી રહે માત્ર પર્વત.
વાહ