ઋણાનુબંધ -અખિલ શાહ
પળોની લડાઈમાં મરતા જતા નગરનો સાક્ષી છું.
આ માટી મારો શ્વાસ છે,
અહીં મારો જીવ ગભરાશે.
ઘૂંટાયેલા અવિશ્વાસથી જન્મેલી શૂન્યતાનો સાક્ષી છું.
તારા હાથે મને ઘડ્યો છે,
તારા હાથે હું તૂટી જઈશ.
સૂનકાર સાગરમાં રખડતા તોફાનોનો સાક્ષી છું.
મોજાઓનું તાંડવ મારો મદ છે,
એ મારા સૌથી ચિર સાથી બનશે.
ટેરવે ઉગેલી વેલના ગુલાબી ફૂલનો સાક્ષી છું.
સ્પર્શ મારી લત છે,
એ મારી તરસ બનશે.
-અખિલ શાહ
વિવેક said,
May 7, 2009 @ 8:39 AM
સુંદર કવિતા…
તારા હાથે મને ઘડ્યો છે,
તારા હાથે હું તૂટી જઈશ.
…
સ્પર્શ મારી લત છે,
એ મારી તરસ બનશે.
– સુંદર ભાવવાહી રચના… શીર્ષક પણ યથોચિત્… વાહ!
ઊર્મિ said,
May 7, 2009 @ 3:28 PM
વાહ વાહ વાહ.. ક્યા બાત હૈ અખિલભાઈ…!
પેલી હરિયા અને પ્રેમ વાળી કવિતા તો એકદમ જક્કાસ છે હોં…!
જો કે આ કવિતા તો તમારે જરા સમજાવવી પડશે… થોડી થોડી ઉપરથી ચાલી ગઈ હોય એવી થોડી high level ની લાગી! 😀