ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
વિવેક મનહર ટેલર

મૌનનો પડઘો : ૧૦ : બાશો

Like the little stream
Making its way
Through the mossy crevices
I, too, quietly
Turn clear and transparent.

-Basho

જેમ એક નાનકડું ઝરણું
પોતાનો માર્ગ કરે છે
કાદવ-કીચડ-લીલવાળી તિરાડોમાંથી
હું, પણ, નિર્ઘોષ
બનું છું નિરભ્ર અને પારદર્શક .

-બાશો

કાવ્ય પ્રમાણમાં સરળ અને સ્પષ્ટ છે . બાશો ઝેનના એક પ્રમુખ ગુરુ હતા . તેઓ પાસે ઘણા તેજસ્વી શિષ્યોનો મેળો જામેલો રહેતો .

ઝેન અને વ્યવહાર –
સ્વાભાવિક છે કે આ વિચારધારા વ્યવહારમાં અમલમાં મૂકવી અઘરી જ હોય . Vietnam ના બૌદ્ધ સાધુ Thich Nhat Hanh ના મત અનુસાર એવું નથી . ઝેન કોઈપણ વસ્તુ ત્યાગવાનો સંદેશ નથી આપતો . ઝેનનો વ્યવહારુ સંદેશ છે પરિસ્થિતિનો સંપૂર્ણ અને સાહજીકતાથી સ્વીકાર કરવાનો છે . તો પછી શું પ્રતિકૂળ સ્થિતિ અથવા તો અન્યાયનો પણ એ રીતે સ્વીકાર કરવો ? – ના . હરગીઝ નહીં . Thich Nhat Hanh સ્પષ્ટરૂપે કહે છે કે ઝેનસાધક ક્યાં તો એ પરિસ્થિતિથી જોજનો દૂર ચાલ્યો જશે અથવા તો પોતાની પૂર્ણ તાકાતથી એનો મુકાબલો કરશે પરંતુ એના મનમાં વેર-વૈમનસ્ય નહિ હોય . ઝેનમાં પ્રચલિત સામાજિક જીવનનો વિરોધ નથી,પરંતુ તે સાધકના પગની બેડી ન બની જાય તે સભાનતા પ્રતિક્ષણ આવશ્યક છે . પરંપરાગત રીતે ઝેન-સાધના monastry માં એકાંતમાં કરવામાં આવતી હોય છે,પણ એવો કોઈ અફર નિયમ નથી . Japan , China , Vietnam વગેરે દેશોમાં અનેક કેન્દ્રો આ વિચારધારાને લોકો સુધી પહોંચાડે છે .

6 Comments »

  1. pragnaju said,

    December 9, 2012 @ 5:59 PM

    ઝેનમાં પ્રચલિત સામાજિક જીવનનો વિરોધ નથી,પરંતુ તે સાધકના પગની બેડી ન બની જાય તે સભાનતા પ્રતિક્ષણ આવશ્યક છે . પરંપરાગત રીતે ઝેન-સાધના monastry માં એકાંતમાં કરવામાં આવતી હોય છે,પણ એવો કોઈ અફર નિયમ નથી .
    હું, પણ, નિર્ઘોષ
    બનું છું નિરભ્ર અને પારદર્શક
    ખૂબ સરસ આસ્વાદ
    યાદ
    ત્યાં સંધ્યા પથરાતી મેદનીવિહીન મેદાને,
    સાથે લાવતી શીતલ, શાંત સમીર, ભરી એના સુવર્ણકળશે.

    પણ જ્યાં આત્મા મુક્ત વિચરતો, તે અનંત આકાશે
    દશ દિશા ચમકતી નિષ્કલંક, નિરભ્ર, શુભ્ર, તેજપુંજે.
    ન દિવસ, ત્યાં ન રાત, ન રંગ ત્યાં ન આકાર,
    અને શબ્દનો સદંતર અભાવ.

  2. perpoto said,

    December 10, 2012 @ 3:59 AM

    બાશો વિખ્યાત છે.તેમનુ એક ખુબ ચવાયેલુ હાયકુ,જેના અઢી હજાર તરજુમા થયેલાં છે.
    ભાષાંતર અને અનુવાદમાં ફરક છે.જાપાનીઝ ભાષામાંથી, અંગ્રેજીમાં,અંગ્રેજીમાંથી ગુજરાતીમાં,ત્રણ
    તબ્બકામાંથી પસાર થાય છે.એક ધરતીનાં તરુ ,ત્રીજા દેશમાં વાવવા જેવી ઘટના છે.
    The Old Pond
    A frog jumps in
    The sound of Water.
    આ હાયકુનાં જાપાનીઝ ભાષામાં જ અનેક ભાષ્યો છે.અંગ્રેજીમાં પણ અનેક.
    Commentary by Robert Aitken વાંચવા જેવું લખાણ છે.

  3. rajendra c parekh said,

    December 10, 2012 @ 7:51 AM

    આ જોતા ગાંધીજી એ ઝેન માર્ગ કોઈ પણ જાત ની સભાનતા વગર ગ્રહણ કરેલો કહેવાય!

  4. વિવેક said,

    December 10, 2012 @ 8:02 AM

    સુંદર રચના અને આસ્વાદ…

  5. Vijay joshi said,

    December 10, 2012 @ 8:29 AM

    Here are aew Basho inspired Haiku, I have written in the past.

    મેઘધનુશ્યે
    પાથર્યા સાત રંગો
    વરસાદમાં.
    ————————–
    ફૂલ-ભમરો
    બંનેની ચાડી કરે
    હવાનો ઝોંકો.
    ———————
    પકડી હાથ
    તડકાનો, બરફે
    કૂદકો માર્યો.
    —————–
    મેઘધનુશ્યે
    પાથર્યા સાત રંગો
    વરસાદમાં.
    ————————–
    ફૂલ-ભમરો
    બંનેની ચાડી કરે,
    હવાનો ઝોંકો.
    ———————
    પકડી હાથ
    તડકાનો, બરફે
    કૂદકો માર્યો.
    ——————————-
    બીજનો ચંદ્ર
    હોડી બની, વિહાર
    કરે નદીમાં.
    ————————–
    મૃત્યુનો રંગ
    કેવો? કાળો કે ગોરો
    જાણે છે કોઈ?
    ————————-
    ગાડીના પાટા
    ચાલે એકલા બંને
    ક્ષિતિજ સુધી.
    —————————–
    મૃગજળનું
    પાણી મીઠું કે ખારું
    કોણ બતાવે?

  6. Pravin Shah said,

    December 11, 2012 @ 11:37 PM

    How can I possibly sleep
    This moonlit evening?
    Come, my friends,
    Let’s sing and dance
    All night long.

    -Basho

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment