મૌનનો પડઘો : ૦૮ : ઝેન હાઇકુ – યૌસુનારી ફાટ્સોનાબી
સાચું ! સૌ લખે
એક જ મૃત્યુકાવ્ય,
હુ છું અનેક.
– યૌસુનારી ફાટ્સોનાબી
(અનુ. વિવેક મનહર ટેલર)
મોટાભાગના ઝેન-માસ્ટર એક જ મૃત્યુકાવ્ય લખી ગયા છે. પણ ફાટ્સોનાબીએ હજારથી વધુ મૃત્યુકાવ્ય લખ્યા છે. એ સ્થૂળ સંદર્ભ બાજુએ મૂકીને આ હાઇકુ જોવા જેવું છે. આ ખરેખર કવિતાની વાત છે કે જિંદગીની? કવિ કદાચ કહે છે કે બધા એક જ જિંદગી જીવીને મરી જાય છે પણ હું એક માણસ નથી, હું અનેક માણસ છું. હું એક માસ્ટર નથી, હું અનેક માસ્ટર છું માટે હું એક નહીં, અનેક જિંદગી જીવી શક્યો છું.
pragnaju said,
December 8, 2012 @ 4:38 PM
અનંતરૂપો
પરમ-ચેતનાએ
મૃત્યુ કાવ્યને
perpoto said,
December 9, 2012 @ 7:07 AM
ઝેન પરંપરા અનુસાર ,ઝેન માસ્ટર ,મરણ પથારીએ ,પોતાના શિષ્યોને છેલ્લો સંદેશો ,આપે છે,જેને ડેથ પોયેમ કેહવાય છે.
Vijay joshi said,
December 9, 2012 @ 7:36 PM
Here are a few of my Haiku about death.
છેલ્લું પાંદડું
લે આખરી વિદાય
ખિન્ન વૃક્ષની.
——————————-
પહેલો શ્વાસ
જન્મ લેશે, તો છેલ્લો
મરણ લેશે.
————————–
આરંભ અને
અંત, પહેલો સ્વાસ
છેલ્લો ઉશ્વાસ.
———————–
સ્વાસ ઉશ્વાસ
આગમન વિદાય
આરંભ અંત.
PUSHPA said,
August 1, 2013 @ 10:08 AM
હુ એક માણસમા અનેક રોલ નિભાવુ ચ્હુ.જિવન અને મરણ જાણુ ચહુ. જિવતા જિવ હર ક્ષણ્ જિવન મરણ ચ્હે.