લયસ્તરોની સફરને આજે થયા આઠ વર્ષ
લયસ્તરોને આજે આઠ વર્ષ પૂરા થાય છે. 2004થી આજે 2012.
કવિતાનો ક પણ માંડ સમજાયોતો ત્યારથી એના આનંદને વહેંચવાની ચળ આવતી’તી. એનું પરીણામ તે લયસ્તરો. શરુઆતમાં જે કંઈ યાદ આવે એ લખે રાખતો. પણ એક વાર લયસ્તરોની ગાડીએ જરા સ્પીડ પકડી પછી તો એ વ્યસન જેવું થઈ ગયું. એ દિવસોમાં ન તો કોઈ ખાસ વાંચતું કે કોમેંટ કરતું. એ બધું ય ધીમેધીમે બદલાયું. ગુજરાતી કવિતા વાંચનારાનો ડાયરો ઈંટરનેટ પર જામતો ગયો. કવિતાના રસિયાઓ દુનિયાના ખૂણે ખૂણેથી ફૂટી નીકળ્યા. ને એમાંય પછી દોસ્તોનો સાથ મળ્યો અને જાણે લયસ્તરોને પાંખો ફૂટી. ખૂબ ખૂબ વાંચકો મળ્યા અને કેટલાય જીગરજાન દોસ્તો થયા. કવિતાનું ઋણ ચૂકવવા શરુ કરેલા ઉદ્યમે એટલું બધું આપ્યું છે કે એ ઋણ ઘટવાને બદલે વધતું જ જાય છે.
કણે કણે ભેગી કરતા કરતા આજે 2700થી વધારે કવિતાઓ થઈ ગઈ છે. આટલી કવિતાઓ માટે 700થી વધારે કવિઓનું ઋણ છે. ગુજરાતી કવિતાઓનો આ સૌથી મોટો સંગ્રહ બની ગયો છે.
આ બધા માટે લયસ્તરોની ટીમ કવિઓ, વાંચકો, ચાહકો ને દોસ્તોનો આભાર માને છે.
દર વખતે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવળી કંઈક નવું કરીને કરીએ છીએ. આ વખતે પણ એવો જ વિચાર છે. આવતું અઠવાડિયું ઝેન કવિતાના અઠવાડિયા તરીકે ઉજવવું છે. અલગ દેશમાં, અલગ સમયે લખાયેલી પણ સનાતન સત્યની નજીક લઈ જતી ઝેન કવિતાની ઉજવણીના સપ્તાહનું નામ રાખ્યું છે : મૌનનો પડઘો.
તો મળીશું આવતી કાલે, ઝેન કવિતાની પ્યાલી સાથે !
વિવેક said,
December 5, 2012 @ 12:16 AM
એક કવિ તરીકે અને ખાસ તો એક વ્યક્તિ તરીકે લયસ્તરોનું મારા પર અમૂલ્ય ઋણ છે. લયસ્તરોના સંપાદક હોવાની ફરજના નાતે સતત કવિતાઓ સાથે પનારો પડતો રહ્યો છે, કવિતાના મૂળ સુધી ઉતરવાની તક મળતી રહી છે અને એના કારણે છેલ્લા આઠ વર્ષોમાં મેં મારી જિંદગીમાં વિધાયક પરિણામો જોયા છે, જેનું સંપૂર્ણ શ્રેય લયસ્તરોને જાય છે…
થ્રી ચિયર્સ, લયસ્તરો !
ashish said,
December 5, 2012 @ 1:18 AM
many many congratulations
deepak said,
December 5, 2012 @ 1:23 AM
ગુજરાતી સાહિત્યમા મને રસતો હતો, પરંતું લખવાની ખરી શરૂઆત મે લયસ્તરો ને કારણે કરી… લયસ્તરોનો હું પણ ઋણી છું…
લયસ્તરોના સંપાદકોને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન….
Rina said,
December 5, 2012 @ 1:41 AM
Happy B’day LAYASTARO and congratulations to AWESOME FOURSOME ..
Brinda said,
December 5, 2012 @ 2:06 AM
ખૂબ અભિનંદન! આશા રાખીએ કે લયસ્તરો ૮૦ વર્ષ પૂરા કરે!!
himanshu said,
December 5, 2012 @ 3:15 AM
ખુબ ખુબ અભિનંદન !
અલગ અલગ કવિતાઓ વાંચવાની ખુબ મઝા આવે છે અને વ્યસ્ત કામકાજમાં એક નજર કોઈ કવિતા પર માંડીએ ત્યારે તાજગી પણ મળી જાય છે ! કેટલા બધા નામી અનામી કવિઓને આ બહાને મળવાનું થાય છે !
perpoto said,
December 5, 2012 @ 3:42 AM
લયસ્તરો ખુબ જ અર્થસભર નામ છે.ક્વોનટ્મ ફિઝીક્સમાં સ્ટ્રિન્ગ થિયરી મુજબ અર્થ,લય,ભાવ,શબ્દ,વાચક/ભાવક,કવિ,ભાષા,વિશ્વ–પદાર્થ અને લાગણી ને સાંક્ળતું નામ પ્રમાણે એક પ્લેટફોર્મ /ઇક્વેશન બનાવે છે……
sweety said,
December 5, 2012 @ 4:30 AM
wish u happy birth day
urvashi parekh said,
December 5, 2012 @ 4:43 AM
ખુબ ખુબ અભીનન્દન.
ઘણુ સારુ કામ કરી રહ્યા છો.
ઘણુ બધુ વાંચન અને જાણકારી આપવા બદલ આભાર જેવા શબ્દો બહુ નાના લાગે છે.
ફરી એક વખત અભીનન્દન.
Pravin Shah said,
December 5, 2012 @ 5:40 AM
Many many happy returns of the day !
લયસ્તરોની ફૂલદાની સતત નવા નવા સુગંધિત કાવ્યપુષ્પોથી
સુશોભિત રહે એ જ પ્રાર્થના !
લયસ્તરોના સંપાદકો તથા કવિમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન !
jagdish48 said,
December 5, 2012 @ 6:06 AM
આ દુનીયામાં આવ્યા પછી માબાપથી માંડીને કોનું ઋણ ચુકવવું એ બહુ મોટો પ્રશ્ન છે.
માટે ઋણની ચિંતા છોડો (સ્ટ્રેસ ઉભુ થશે) અને લગે રહો !
harish thanki said,
December 5, 2012 @ 6:27 AM
આઠ વર્ષ પૂરા કર્યા તે બદલ ખુબ ખુબ અભિનંદન.ઈશ્વર કરે લયસ્તરો એંસી વરસ પૂરા કરે તેવી મંગલ કામના..
lata hirani said,
December 5, 2012 @ 6:40 AM
લયસ્તરોને હ્ખૃદ્યપૂર્વકના ખૂબ અભિનન્દન.. આમ જ વિકસતુ રહે…
લતા
YOGI PANDE said,
December 5, 2012 @ 6:44 AM
LAYASTARO –IT IS A INDEED A BLESSING OVER HERE IN US WHERIN IN OUR OWN GUJARATI COMMUNITY SPEAKS IN ONLY AMERICAN ENGLISH AND EVEN CAN NOT WRITE A LETTER IN GUJARATI –THIS SITE IS LIKE A HOME FOR ME AS I AHVE LEARNED IN GUJARATI MEDIUM AND HAD SECURED 90% IN TIS SUBJECT AS I WAS ALSO VERY SPECIFIC IN GUJARATI GRAMMER –THANK YOU SO MUCH –A VERY HAPPY BIRTHDAY TO ENTIRE TEAM !!!!!!!!!!!!!!!!!!
vijay shah said,
December 5, 2012 @ 7:52 AM
ખુબ ખુબ અભીનન્દન.
ઘણુ સારુ કામ કરી રહ્યા છો
B said,
December 5, 2012 @ 7:53 AM
CONGRATULATIONS TO LAYSTARO AND ITS TEAM ON COMPLETIOIN OF 8 YEARS.
સુનીલ શાહ said,
December 5, 2012 @ 8:30 AM
ગુજરાતી કવિતા માટે તમારા સતત અમૂલ્ય પ્રદાને કવિતા પ્રેમીઓના હૃદયમાં નોખું સ્થાન મેળવ્યું છે. બસ, આમ જ…આમ જ ‘લયસ્તરો’ વિકસતું રહે, વરસતું રહે. સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્ખાઓ.
sapana said,
December 5, 2012 @ 8:45 AM
લયસ્તરોને દિલી મુબારકબાદી….આમ જુઓ તો લયસ્તરો ના હોત તો સપના ના હોત સપનાને આ મકામ સુધી પહોચાડવા માટે લયસ્તરોનો જ ફાળૉ છે..નહીંતર સપના કોઈ અંધારામાં ગુમ હોત..આભાર વિવેકભાઈ આભાર લયસ્તરો….જુગ જુગ જીઓ..સપના
nilesh said,
December 5, 2012 @ 8:56 AM
ખુબ ખુબ અભિનન્દન …….
vijay joshi said,
December 5, 2012 @ 9:02 AM
મનઃપૂર્વક અનેક અભિનંદન. પરદેશમાં મોટા ભાગે જીવન વિતાવ્યુ છે તેથી ગુજરાતી ભાષામાં લખાએલી અપ્રતીમ ચિંતનીય સુંદર રચનાઓ માણવાનો આનંદ આપવા બદ્દલ લયસ્તરોનો આભાર વ્યક્ત કરવો અવર્ણનીય છે. હવે મારી નિવૃત્તિમાં સવારે ઉઠીને પહેલું કામ મારો લેપટોપ ખોલીને લયસ્તરો ઉપર આકાશમાંથી ઉતરેલી અપ્સરા જેવી લયસ્તરોની રચનાઓ સાથે બેસીને જીવનના જુદા જુદા રસોના આનંદમાં મગ્ન થવું એ છે.
વિવેકભાઈ અને એમના સમગ્ર સાથીઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
રોબર્ટ બ્રાઉનીંગ યાદ આવે છે – Grow old with me, the best is yet to be.
નવમું પર્વ ઝેન થી શરુ કરો છો એનો પણ ખુબ આનંદ થયો. William Wordsworth gives his famous definition of poetry as “the spontaneous overflow of powerful emotions recollected in tranquility”
This theme of tranquility reflects the metaphysical and mystical similar to Zen thoughts in his poems.
तुम जियो हजारो साल बस यही आरज़ु
આઠમા જન્મદિવસના અનેક અભિનંદન!
ઉતરી અપ્સરા સ્વર્ગમાંથી
ધરતીપર લયસ્તરો થઈને!
Rekha Sindhal said,
December 5, 2012 @ 9:29 AM
સમયની તીવ્ર ખેંચ વચ્ચે પણ લયસ્તરો ખોલ્યા વગર રહેવાતું નથી… હવે તો વ્યસન થઈ ગયુ છે જે ઉદાસ પળોને ખંખેરી નાખે છે. ઝેન કવિતાઓની પ્રતિક્ષા સાથે અભિનઁદન અને આભાર!
Jayshree said,
December 5, 2012 @ 9:31 AM
થ્રી ચિયર્સ, લયસ્તરો !
લયસ્તરોના સર્વ સંચાલકોનો ખૂબ ખૂબ અભિનંદન અને એક વ્હાલભરી ઝપ્પી..!!
P. P. M A N K A D said,
December 5, 2012 @ 9:41 AM
Many many congratulations to ‘Layastaro’s team. Please keep it up to favour all the readers with good poems as you have been doing.
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
December 5, 2012 @ 9:41 AM
રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ
લયસ્તરો ખુબ જ અર્થસભર નામ છે.ક્વોનટ્મ ફિઝીક્સમાં સ્ટ્રિન્ગ થિયરી મુજબ અર્થ,લય,ભાવ,શબ્દ,વાચક/ભાવક,કવિ,ભાષા,વિશ્વ–પદાર્થ અને લાગણી ને સાંક્ળતું નામ પ્રમાણે એક પ્લેટફોર્મ /ઇક્વેશન બનાવે છે……
લયસ્તરો ને જન્મ દિવસ ની ઘણી ઘણી શુભેચ્છા તો ખરીજ! ખરો આભાર શ્રી સુરેશ એન.શાહ ,સીંગાપુર તથા કેતન નરશાણા ,માંગરોલ (જુનાગઢ) નો જેમણે મારી સાહિત્ય – ની ભૂખ તરસ છીપાવવા સમંદરની દીશા બતાવી ! અને ઋણની વાત કરૂં તો .. વિવેકભાઈ! તમારૂં અમારા સૌ પર રહેશે – સમંદરને ક્યારેય સુકાવા ન દેવા બદલ ! અને એટલેજ – કોમેન્ટ માટે પણ perpoto ના શબ્દ સમુહ ની ઉધારી કબુલ પણ કંઈક અલગ કે અર્થસભર પણ મારૂં નથી ! એ માત્ર ને માત્ર લયસ્તરો ને કારણે જ ! મારી જાત ને પણ પરપોટો જ માનું છું – જે પોતાના અસ્તિત્વ માટે હવા અને પાણી નો આભારી છે મારે માટે હવા તે લયસ્તરો છે અને પાણી ? અલ્બત્ત સર્વે રસધરાવતા વિવેકસભર અને સુજ્ઞ , લયસ્તરો ના સભ્યો ! અને વિવેકભાઈ તો ખરાજ, જે પોતે પ્રાચિન – અર્વાચિન કવિતા ગઝલનો માત્ર પરિચયજ ન કરાવ્યો બલ્કે છણાવટ સાથે રસાનંદ કરાવ્યો!
ફરીથી ” લયસ્તરો” ને અનેક અનેક ધન્યવાદ અને ઢગલાબંધ શુભેચ્છાઓ ! ” લયસ્તરો” ને ક્યારેય ” ના ઉમ્રકી સીમા હો ,ના જનમ કા બંધન !”
manilalmaroo said,
December 5, 2012 @ 9:47 AM
we are always with you, good luck, and hope for the best,
Bhavesh said,
December 5, 2012 @ 10:11 AM
Congratulations Layastaro!!! Wish that Layastaro continues to grow and keep sharing the treasure our Gujarati language has…
I came to know abt Layastaro 5-6 years back when I was searching for some poems online for a letter to my wife, and fell into love with Layastaro.. Since then Layastaro is part of my daily routine..
Thanks Layastaro for filling up more joy in my life..
ડૉ.મહેશ રાવલ said,
December 5, 2012 @ 11:05 AM
લયસ્તરો…..
માતૃભાષા ગુર્જરીના પાલવે અંકિત કવિતાના વિવિધ રંગ રૂપ અને લાવણ્યમય ભાવ-અભિવ્યક્તિસભર ગુલદસ્તો……
ઈશ્વર કરે, એને ચીરયૌવનની તાજગી અને કુશળ ટીમની માવજત પ્રથમ પોસ્ટથી પ્રાપ્ય થઇ છે તે અનેક વર્ષો સુધી અખંડ અને અવિરત પ્રાપ્ય રહે.
આ તકે લયસ્તરો-ટીમ-અને લયસ્તરોના એક-એક પન્ને પ્રકાશીત કવિતા અને પ્રકાશવાન શબ્દસાધકોને સલામ…….
pragnaju said,
December 5, 2012 @ 11:26 AM
ખૂબ ખૂબ અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ
બ્લોગ-સાહિત્યમા ખાસ કરીને લયસ્તરોએ અમારા વિચારોના મતભેદને મનભેદ નથી બનાવ્યા તેમજ અનઆવડતને સહન કરી છે.આ બ્લોગ જગત ન હોત તો વૃધ્ધાવસ્થામા હતાશા ઘેરી બની હોત… એ રીતે તેઓ ગમગુસાર અને ચારાસાઝ છે.
એક ગીત યાદ આવે છે…
હમારે બાદ મહેફીલ મેં, અફસાને બયાં હોંગે,
બહારેં હમકો ઢુંઢેગી, ન જાને હમ કહાં હોંગે…
Darshana bhatt said,
December 5, 2012 @ 11:44 AM
Wish ” laystaro ” many happy returns of the day.
Abhinandan.i love you because I love Gujarati and Gujarati literature ,specially poetry,gazal and geet.
Thanks a lot .
Maheshchandra Naik said,
December 5, 2012 @ 1:09 PM
ડો. વિવેકભાઈ,
આપને લાખ લાખ અભિનદન, અનેક વરસો સુધી લયસ્તરો દ્વારા કાવ્ય મહેફીલ માણવા મળે એવી અતંરતમ પ્રભુને પ્રાર્થના. અમારા કેનેડાના નિવાસ દરમિયાન ગુજરાતી સાહિત્ય દ્વારા અમે જીવ્ંત રહી શક્યા છે એમા લયસ્તરોનુ પ્રદાન વિશેશ રહ્યુ છે, આપના અને આપની ટીમના સૌનો આભાર માનવા શબ્દો નથી.
ફરી વાર આપ સૌની પ્રત્યે શુભકામનાઓ વ્યક્ત કરી ઋણ સ્વિકારની ભાવના સાથે વિરમુ છુ.
મહેશચન્દ્ર નાયક (કેનેડા)
Vinod Patel said,
December 5, 2012 @ 2:25 PM
લયસ્તરોને એની આઠમી વર્ષગાંઠે અભિનંદન .
માતૃભાષા ગુજરાતીની અસ્મિતા માટે લયસ્તરો ખુબ જ સરસ કાર્ય કરી રહ્યું છે .
વિદેશમાં વસતા મારા જેવા અનેક સાહિત્ય રસિકોની સાહિત્ય પિપાસાને સંતોષવા બદલ
લયસ્તરો બ્લોગની સંપાદક ટીમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે .
લયસ્તરો હજુ પણ આવતાં વર્ષોમાં પ્રગતિનાં સોપાન સર કરતું રહે એવી હૃદયની શુભેચ્છાઓ છે .
DR.MANOJ L. JOSHI 'Mann' (JAMNAGAR) said,
December 5, 2012 @ 2:35 PM
લયસ્તરોને હ્રદયપુર્વકની શુભેચ્છાઓ….અને સંપાદક મંડળનો હ્રદયપુર્વક આભાર….
M.D.Gandhi, U.S.A. said,
December 5, 2012 @ 2:49 PM
“લયસ્તરો”ની વર્ષગાંઠ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.
Devika Dhruva said,
December 5, 2012 @ 4:16 PM
સતત ઉચ્ચ કોટિનું સાહિત્ય પીરસવા માટે આખી યે ટીમને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા.
Shah Pravivchandra Kasturchand said,
December 5, 2012 @ 5:59 PM
આશા રાખું કે લય-સ્તરોઆના ૮૮માં વર્ષે આ રીતે આપણે ભેગા થઈએ.
Shah Pravivchandra Kasturchand said,
December 5, 2012 @ 6:01 PM
આશા રાખું કે લય-સ્તરોના ૮૮માં વર્ષે આ રીતે આપણે ભેગા થઈએ.
પંચમ શુક્લ said,
December 5, 2012 @ 6:02 PM
લયસ્તરોના પ્રારંભકાળથી એના એક વાચક/પ્રતિભાવકની રૂએ લયસ્તરોના આદિ સ્થાપક/સંપાદક ધવલ શાહ અને અન્ય સાથી સંપાદકોને અભિનંદન.
ગુજરાતી કવિતાનો આ કોષ સતત અતે સંતર્પક રીતે વૃદ્ધિ પામતો રહે એવી શુભેચ્છાઓ.
Himanshu said,
December 5, 2012 @ 7:08 PM
Congratulations to Vivek and all the other friends who have started and contributed to this blog. Very well done.
himanshupatel555 said,
December 5, 2012 @ 7:25 PM
અભિનંદન કાવ્ય પ્રવૃત્તિને અને તેના આદરનારા સંપાદકોને.
કવિતા સાતત્ય છે ચાલુ રાખજો,આભાર.
Monal Shah said,
December 5, 2012 @ 10:06 PM
હાર્દિ અભિનંદન ટીમ લયસ્તરો !!
rahulthumar said,
December 6, 2012 @ 1:06 AM
હાર્દિ અભિનંદન
Piyush R. Chandarana said,
December 6, 2012 @ 3:08 AM
લયસ્તરોના સંપાદકોને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન….અખૂટ શુભકામનાઓ સહ . .
Amit Prajapati said,
December 6, 2012 @ 5:35 AM
ખુબ ખુબ અભિનન્દન,
મારા લયસ્તરો ના મિત્રોને..
Atul Shastri said,
December 6, 2012 @ 5:40 AM
ંખુબ ખુબ અભિનન્દન
Bbabu Patel said,
December 6, 2012 @ 2:35 PM
ખૂબ ખૂબ અભિનંદન….દુનિયાના ખૂણે ખૂણે તરંગો પર તરતા લયસ્તરોના કાવ્યસ્ત્રોત સતત સરતા રહે એવી અભ્યર્થના અને હાર્દિક શુભેચ્છા.
Ramesh Patel said,
December 7, 2012 @ 7:38 PM
આઠમની પાવનતા લયસ્તરોના અંગઅંગમાં લહેરાઈ છે.આપે કવિતાના માધુર્યથી એક સ્નેહ
તાંતણો બાંધ્યો છે અને ગુજરાતી ભાષાના ચાહોકોને ભાવ જગતમાં રમતા કરવાનું શ્રેય રળ્યું છે.
આપ સૌને અંતરથી અભિનંદન અને ખૂબખૂબ શુભેચ્છાઓ.
રમેશ પટેલ(આકાશદીપ)
sudhir patel said,
December 7, 2012 @ 11:48 PM
લયસ્તરો અને એના સંપાદકોને હાર્દિક અભિનંદન અને અંતરની શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
Anil Chavda said,
December 9, 2012 @ 10:57 PM
લયસ્તરોએ ગુજરાતી વાચકોને સતત કવિતામય રાખ્યા છે.
આઠ વર્ષ પૂરા કર્યા તે માટે હૃદયપૂર્વક અભિનન્દન…
લયસ્તરોનો લય હરહંમેશ વહેતો રહે એવી શુભકામનાઓ…
વિવેક said,
December 10, 2012 @ 12:03 AM
લયસ્તરોને શુભકામનાઓ પાઠવનાર તમામ સ્નેહીમિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…
ધવલ-વિવેક-તીર્થેશ-મોના
ટીમ લયસ્તરો