ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
મુકુલ ચોક્સી

હરિગીત – રવીન્દ્ર પારેખ

બંધ આંખમાં આંસુ
લાંબો કાળ રહે ના જેમ,
હરિ, તમે તો પાક્યું મોતી
છીપમાં રહેશો કેમ ?

હરિ, તમારે લીધે છીએ
તે વાત નવી ના કંઈ,
છતાં અમારા વગર તમારું
કંઈ પણ ઉપજે નંઈ,
હરિ, અમે ના હશું તો
ક્યાંથી તમેય કુશળક્ષેમ…..

હરિ, તમે ના ઈચ્છો તો
એક પાન ન ફરકે ક્યાંય,
અમે ફરકશું તો જ તમારો
અર્થ હશે કંઈ ત્યાંય !
જનમ-મરણ કબજે રાખીને
દીધો જીવનનો વ્હેમ…..

-રવીન્દ્ર પારેખ

સુરતના વરિષ્ઠ અને પ્રતિભાસંપન્ન કવિશ્રી રવીન્દ્ર પારેખ પોતાના અતિનમ્ર અને અંતર્મુખ સ્વભાવને લીધે સર્વદા પોતાના કોઇપણ જાતના marketing થી જોજનો દૂર રહ્યા છે.પરંતુ રવિ છાબડે કદી ન ઢંકાય, ત્યાં આ તો રવીન્દ્ર !!!
પ્રવાહી શૈલીમાં રચાયેલા પ્રસ્તુત હરિગીતમાં એક અતિમહત્વની વાત છુપાયેલી છે – ઈશ્વર આપણી પોતાની રચના છે !

9 Comments »

  1. Rina said,

    December 3, 2012 @ 12:10 AM

    beautiful……

  2. urvashi parekh said,

    December 3, 2012 @ 4:25 AM

    સરસ.
    એક્દમ સાચ્ચી વાત.
    ખુબ ગમ્યુ.

  3. perpoto said,

    December 3, 2012 @ 5:34 AM

    દીધો જીવનનો વ્હેમ..હરિગીતમાં ઇશ્વરનો ઉડ્યો છે છેદ વેધક રચના…

  4. vijay joshi said,

    December 3, 2012 @ 7:43 AM

    A wonderful rendition of Vedic thought of Bhagavad Gita.

    The poet has taken a very interesting and unusual contrarian view against all accepted well established spiritual, religious and philological dogmas of all religions across the globe through out the entire poem until the last two verses where finally poet comes to terms with the fact that God indeed is in control after all.
    જનમ-મરણ કબજે રાખીને
    દીધો જીવનનો વ્હેમ
    These last two verses are at the heart of this wonderful poem.

    In the Bhagavad-gita Krishna says that our world is not an objective one; rather, it’s subjective, pliant, endlessly mutable Similarly, the physical world is real, you and I are real, but like the mirrors in a fun house, our material senses distort our perceptions. Being oblivious to this built-in imperfection, however, we take our distorted perceptions as reality.

  5. pragnaju said,

    December 3, 2012 @ 10:25 AM

    સુંદર ગીતની આ પક્તીઓ વધુ ગમી
    હરિ, તમે ના ઈચ્છો તો
    એક પાન ન ફરકે ક્યાંય,
    અમે ફરકશું તો જ તમારો
    અર્થ હશે કંઈ ત્યાંય !
    યાદ
    તમને ગમે તે ખરું !
    ક્ષણક્ષણ મારામાં છો તમે હું ફરિયાદ કોને કરું ?
    તમને ગમે તે ખરું !

    તમે હસાવો તમે રડાવો તમારા હાથે દોરી
    મૂંગું-મૂંગું મૌન છાપી દો સ્લેટ છે મારી કોરી
    તમારા ચરણે ફૂટી જવાને શ્રીફળ થઈને ફરું
    તમને ગમે તે ખરું !

    વેચી દેવા ઘર એનું મને વાત પાડોશીએ કરી
    આવી જતા જો હોય તમે તો સોદો કરી દઉં હરિ
    એય પછી તો રોજ નિરાંતે હૂંફની પ્યાલી ધરું
    તમને ગમે તે ખરું !

  6. Maheshchandra. Naik said,

    December 3, 2012 @ 11:20 AM

    સરસ હરિગીત માણવાનો આનદ થયો આભાર……..ા

  7. lata hirani said,

    December 4, 2012 @ 1:52 AM

    બહુ ગમ્યું, મજાનું ગીત.. આમે ય રવીન્દ્રભાઇની કવિતાઓ ઉત્તમ કોટિની હોય છે..

    લતા

  8. વિવેક said,

    December 4, 2012 @ 2:49 AM

    ખૂબ જ મજાનું હરિગીત…

  9. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    December 4, 2012 @ 2:25 PM

    હરિ, તમારે લીધે છીએ
    તે વાત નવી ના કંઈ,
    છતાં અમારા વગર તમારું
    કંઈ પણ ઉપજે નંઈ,

    સો વાતની એક વાત મુકેશના ગીત ની બે પંક્તિમાં આવી જાય છે – મુજને બનાવનાર ને બનાવ્યા જ કરૂં છું .. ચાલ્યાજ કરૂં છું ….. (૨) આ જગત બન્યું છે ત્યારથી .. ચાલ્યાજ કરૂં છું! અને છેલ્લે…. પોતાની પામરતાનો સ્વીકાર પણ કેવા અફસોસ સાથે!

    જનમ-મરણ કબજે રાખીને
    દીધો જીવનનો વ્હેમ…..

    સૌનું સુપરમૅન થવાનું સ્વપ્ન હોય છે – તે વાસ્તવમાં પરીપૂર્ણ ન થતાં પોતાના સ્વપ્નના સુપરમૅન ને ગમતા – કે ફાવતા “દેવ’ માં નીરૂપી તંદ્રાવસ્થાની દુનીયા માં જ રહેવું પસંદ કરે છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment