નથી જામતી એક બે અશ્રુઓમાં
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુરેન્દ્ર કડિયા

હું – રાજેન્દ્ર શુક્લ

રંગો ભળે એક મહીં અનેક
તે યે થતા લુપ્ત નહીં જ છેક
અસ્તિત્વને રૂપ અપાર વાય
અન્યાન્યની ઝાંય, બધે ઝીલાય !

પથભેદ થાય,મતિભેદ થાય,
સાથે વહ્યાંને ગતિભેદ થાય,
સાથે રહ્યાંની ઋતુ પૂરી થાય
છૂટાં છતાં ના પડી યે શકાય !

છો શ્વાસમાં શ્વાસ કદી સમાય,
હું દ્વૈતને કેમ દઉં વિદાય !
એકત્વનો ભાસ ભળે રચાય.
હું ભિન્નનો ભિન્ન રહું સદાય !

હું વાક્યમાં શબ્દ થઈ રહું છું,
ને શબ્દને વર્ણરૂપે વહું છું !

– રાજેન્દ્ર શુક્લ

પરસ્પરાવલંબન જેમ એક નક્કર તથ્ય છે , તે જ રીતે individuality પણ નક્કર સત્ય છે. અસ્તિત્વ એક,અનન્ય અને એકલું-alone – છે. શબ્દો,લાગણીઓ,અનુભવો ને અતિક્રમતા આપણી નિર્વિવાદ વ્યક્તિગતતા સામે આવે છે. ત્રીજો ફકરો સમગ્ર કાવ્યના હાર્દ સમાન છે. અદ્વૈતની વાત આકર્ષક છે પણ આસન નથી. અનુભૂતિના એ સ્તર પર પહોચવું કે જ્યાં અદ્વૈત સહજભાવ થઈ જાય તે યાત્રા આસન નથી. અને ત્યાં સુધી દ્વૈત આપણને છોડવાનું નથી.

7 Comments »

  1. perpoto said,

    October 7, 2012 @ 3:51 AM

    આસન નથી….કે આસાન નથી.
    શબ્દો (યાદો) ભુતકાળ છે,તે દ્વારા અદ્વૈત પામવું શક્ય નથી.

  2. pragnaju said,

    October 7, 2012 @ 11:02 AM

    ચિંતન માંગી લેતી રચના
    આસ્વાદમા તિર્થેશે પંણ સુંદર પ્રયત્ન કર્યો છે
    હું વાક્યમાં શબ્દ થઈ રહું છું,
    ને શબ્દને વર્ણરૂપે વહું છું
    અદભૂત…
    સમજવા પ્રયત્ન કરીએ.
    ‘સર્વં ખલમિદં બ્રહ્મ’ એ પ્રસિદ્ધ વાક્યની ખોજ કરવામાં આવી છે.પ્રેમ ભારે દુર્લભ ચીજ છે. જ્યાં સુધી પારસ્પરિક સંબંધમાં નિષ્કામતા નથી આવતી, ત્યાં સુધી પ્રેમનો જે આભાસ વર્તાય છે, તે બાધક જ હોય છે, સાધક નહીં. મૌન પ્રાર્થના જ સૌથી શ્રેષ્ઠ છે. એમાં ઊંડો અર્થ કાઢી શકાય . .જીવનભર પ્રભુનું સ્મરણ ચાલ્યું હશે, તો અંતકાળે એ યાદ આવશે, કારણ કે એ આખા જીવનનું પરિણામ હશે. સ્વચ્છતા શરીર-મનની એ યોગ છે.ડર રહે છે આપણા ચિત્તમાં. ચિત્તથી મોકળા થઈ જઈએ.મનથી મુક્ત થઈ ગયા તો કામ પૂરું ! વસ્તુના દર્શન સાથે ચિત્ત પર કશી અસર થતી નથી. જે દોષ દેખાય છે, તે દેહની સાથે ખાક થવાના છે.દોષ અનંત છે. તેમ છતાંય એકાદો ગુણ તો હોય જ. પરમેશ્વરના અંશરૂપ ગુણ દરેકમાં હોય જ છે . છેલ્લે મનુષ્ય એક ગૂઢ તત્વ છે.
    એકત્વનો ભાસ ભળે રચાય.
    હું ભિન્નનો ભિન્ન રહું સદાય !.

  3. vijay joshi said,

    October 7, 2012 @ 4:38 PM

    છો શ્વાસમાં શ્વાસ કદી સમાય,
    હું દ્વૈતને કેમ દઉં વિદાય !
    એકત્વનો ભાસ ભળે રચાય.
    Exquisite narration in a beautiful lyrical form of the metaphysical world about singularity, duality and plurality.

    Reminds me of a Hayku I had written
    sometime back…..

    In a crowd, yet I am lonely
    in your company, yet I am lonely
    Now all alone and lonely no more!

  4. vijay joshi said,

    October 7, 2012 @ 4:56 PM

    please read Haiku instead of Hayku in above comment. Thanks

  5. La'Kant said,

    October 8, 2012 @ 2:54 AM

    ઉપરની રા.શું.ની કૃતિમાં
    “….એકત્વનો ભાસ ભલે રચાય.
    હું ભિન્નનો ભિન્ન રહું સદાય ! ” ના વસ્તુને મળતું આવતું..કંઈ તત્વ …નીચેની રચનામાં જોઈ શકાય છે.

    ” વિરોધાભાસો-અતિશયોક્તિ વગર, કવિતા થઇ શકે ખરી?
    સંવેદના-લાગણીઓ,આવેગો વિના, કવિતા થઇ શકે ખરી? ”

    “તું હવા.-માહોલ અને.હું. ? ”
    બધું એકજ, સ્વ કે પર જેવું કઈં હોય નહીં,હું જ વિચરું સર્વત્ર, ઘર જેવું કઈં હોય નહીં
    એટલે સદાય તાઝી સુગંધ લઈ હોય ફરતી,હવાને ઠહેરાવ પડાવ જેવું કઈં હોય નહીં.
    ‘ગતિ’નું રહસ્ય ખૂબ જાણતી,જાણીને માણતી એટલેજ,ફેલાવ-પ્રસાર બધે સંપૂર્ણ પ્રમાણતી
    આવ-જાવ,ચાલ,રવાની અલગ રીતે નાણતી પશ્ચિમી પવનની મ્હાણથી બધે હાજર જણાતી, ચક્ર-ગતિની કાયલ પૃથ્વી પૂર્વ બાજુ જ ફરતી નિજ ગતિ સહી દિશાની સમજી લેવી જરૂરી। તારી હાજરી,તારો માહોલ,તારી સુગંધ ભારી,તું હવા,તારી હરફર,આવન-જાવન,રહેમ તારી,
    દેખાતું બધું ભ્રમ-આભાસ,લાગતું! મહેર તારી॰
    હકીકત,વાસ્તવ-મરમ તું,નઝર-એ-કરમ તારી
    “આ હુ,તે તું”ના ભેદ ગયા ઓસરી, રહેમ તારી ,
    પરમ શક્તિનું પ્રમાણ જીવંત,બધે રહ્યું વિચરી,
    એ સમજ વસી રહી,પમાતું જે ક્ષણમાં,પરમઆનંદ રે’ કાયમ વર્તી નીતરી.

    { ‘હોવું’,સહજ-સત્ય” } —

    –લા’કાન્ત / ૮-૧૦-૧૨

  6. La'Kant said,

    October 8, 2012 @ 3:26 AM

    “પથભેદ થાય,મતિભેદ થાય, // સાથે વહ્યાંને ગતિભેદ થાય, ”
    “હું દ્વૈતને કેમ દઉં વિદાય ! // એકત્વનો ભાસ ભલે રચાય. // હું ભિન્નનો ભિન્ન રહું સદાય ! ” {રાજેન્દ્ર શુક્લ } {{{ હું – રાજેન્દ્ર શુક્લ
    October 7, 2012 at 12:30 am by તીર્થેશ · Filed under રાજેન્દ્ર શુક્લ
    …………………………………………………………………………………………………..
    With due due respect to all concerned I take liberty to express myself as under.:
    ” DUALITY IS THE FACT OF LIFE= The Reality!!!”.. to live with…,un-ignorable…!
    It is the PRIME need to look,see,WATCH…Observe…Collectively,
    considering ALL connected factors { especially…Mind (” દ્વૈતતા” -the link between Physicality and Undecipherable ‘Single Energy Source -say NATURE / GOD ”), Body ( The Physical aspect) & Soul ( The UNKNOWN…i.e. The SINGLE Energy OURCE ?(પ્રાણ-શક્તિ) aspect/s { ‘The inherent TRIO’ on which the TOTAL EXISTENCE IS BASED
    આમ સમગ્રતા થી જે કંઈક દેખાય,સમજાય છે તે આ… એક ધ્રુવ( અફર) સત્ય જેની વાત કરી તમે તમારો મત આપ્યો… સાચું જ છે… ‘આઈ ડોન્ટત ડીફર ..’
    “ચેન્જિંગ આસ્પેક્ટ ઓફ ટા ઈ મ ” ,વિકાપ-પર્યાય ગત વસ્તુ ને અલગ રાખીને સમજવું કંઈક અધરું નથી લાગતું? એટલે સરળતા ખાતર સમગ્રપણે વિચારી જોવાથી કદાચ આપણી અધુરી સમજણ કંઈક સુધારવાના ચાન્સીસ વધી જાય ..ક્યારેક.. સમજણ નો પરી ઘ ,,,વિસ્તરે કે નહિ ?
    “યુ મે એડ,સમથીંગ ટુ ઈમ્પ્રુવ અપોન…,

  7. Maheshchandra Naik said,

    October 26, 2012 @ 12:46 AM

    ગહન વાતોની અનુભૂતી વગર કવિત્તા થોડી લખાય છે…………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment